રાજ્યમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતથી લઈને મનપાની ચુંટણીઓના બ્યુગલો વાગી રહ્યાં છે ત્યારે મનપાની જાવા જઈએ તો એપ્રિલ મહિનામાં ચુંટણી યોજાય તેવી શક્યતા સૂત્રો જાઈ રહ્યાં છે ત્યારે નવા ગામો અને નવા વિસ્તારોનો સમાવેશ થતાં જે ગામો કોંગ્રેસ પ્રભાવિત છે અને જે સેક્ટરોમાં કોંગ્રેસનું પ્રભુત્વ છે તેમાં ઘણાં ભાજપના પોપટીયાઓએ પાર્ટીને મોટું નુકસાન કરવાલ જે સીમાંકન નક્કી કર્યું છે તેમાં ભાજપને સત્તા મળે તેવું દેખાતું નથી. કારણકે જે કોંગ્રેસ પ્રભાવિત સેક્ટરો, ગ્રામ્ય વિસ્તારોમાં અમુક વિસ્તારો મોટા ભાગના ક્લાઈમેટ ચેન્જ હોય તેમ બીજા વિસ્તારોમાં સમાવેશ કરી દીધાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે અનેક લોકોના ગરબા ઘરે આવે તો નવાઈ નહીં. ત્યારે સત્તાધારી પક્ષના ઘણાં જ નવા મૂરતિયાઓ પોતે મેયર બનવાના અત્યારથી જ સપના જાઈ રહ્યાં છે. અને મોટાભાગના ભાજપમાંથી ચુંટણી લડવા અત્યારથી જ સોગઠા ગોઠવી રહ્યાં છે ત્યારે ઘણી જ જગ્યાએ વોર્ડ પ્રમુખોની જે રચના કરાવમાં આવી છે તેમાં જે લોકો ટિકિટના દાવેદાર અને મૂરતિયાઓ છે તેમણે પોતાના કહ્યાગરા અને માનિતાઓને વોર્ડમાં ગોઠવીને પોતાની માળા જપે રાખે તેવો તખતો ગોઠવ્યો છે અને જ્યારે સેન્સ લેવામાં આવે ત્યારે ભલામણા વોર્ડના પ્રમુખ પોતે કહે અને ટિકિટ સરળતાથી મળી રહે પણ મનપાની ચુંટણી નવા સીમાંકનના ફેરફારના કારણે ભાજપ એવા સત્તાધારી પક્ષ માટે જીતવી કઠીન છે.
ભાજપમાં હાલ ત્રણ ગ્રૂપ ચાલી રહ્યાં છે અને પ્રજા સાથે ડિલીંગ અને પ્રજા સાથે મોટાભાગનો સમય વ્યથિત કરતાં એવા નેતાઓ ખૂબ જ ઓછા છે ત્યારે ભાજપ માટે ચુંટણી જીતવી જરૂરી છે પણ નવી સીમાંકનના જે ફેરફારો પોતાના લાભ માટે જે કર્યા છે તેમાં પાર્ટીને ખૂબ જ મોટું નુકસાન જવાની ભીતી સેવાઈ રહી હોવાનું એક કાર્યકરે દુખ વ્યક્ત કર્યું હતું. ઉચ્ચનેતાઓને અહીંના સીમાંકનની ખબર જ નથી. લોક હઈસો કરે એટલે ગેયર દબાવી દેવાનો જેવો ઘાટ સર્જાય છે. સીમાંકન બનતી વખતે મોટાભાગના લોકોની સેન્સ લેવમાં આવી નથી. કોંગ્રેસ સાયલન્ટ મોડમાં છે. કારણકે કોંગ્રેસને જે જીતવા માટે મહેનત કરવાની હતી તેની સુપર ડુપર આઈડિયા ભાજપના જે બે ચાર નેતાઓએ સીમાંકનના ખેલમાં જાવા જઈ તે કોંગ્રેસ માટે લાલજાજમ પાથરી દીધી હોય તેમ ભાજપને જીતવું અઘરુ કરી દીધું છે.
નવા સીમાંકનના અમુક સીનીયર આગેવાનોનુંં બોર્ડ પૂરુ કરવા અત્યારથી જ કવાયત તેજ હોય તેમ અમુક જે ચુંટણીમાં લડવના અભરખા છે તેમને પાડી દેવા સીમાંકન એવું રચવામાં આવ્યું છે કે પોતે હથિયાર હેઠા મૂકી દે ત્યારે ભાજપના ત્રણથી ચાર જણાઓએ પાર્ટીને નુકસાન થાય તે ની ચિંતા કરી નથી અને ચિંતા પોતે કઈ રીતે ચુંટણી જીતી જાય અને ચુંટણી જીતવા પોતાના મત વિસ્તાર અને સીમાંકનને પોતાના જે વિસ્તારોમાંથી જીતી શકાય તેવી ગોઠવણ કરી હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ગાંધીનગર મનપામાં પાર્ટી પક્ષને મજબૂત કરતાં કોન્ટ્રાક્ટ પધ્ધતિમાં મોટાભાગના નગરસેવકો તેમના સગાઓએ લુંટો ભાઈ લુંટો તેમ કોન્ટ્રાક્ટર બની ગયા છે. ત્યારે ભાજપ દ્વારા જે ચુંટાયેલા છે અને મોટાભાગના કોન્ટ્રાક્ટરના વ્ય્વયસાય સાથે સંકળાઈ ગયા છે તેને પાર્ટી ટિકિટ નહીં આપે તો પાર્ટી પક્ષ છોડીને ક્યાં જવાના નથી જેથી ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આ ગંભીર નોંધ લઈને ટિકિટની ફાળવણીમાં પણ ટકોરાબંધ ઉમેદવારોને ટિકિટ આપવી જાઈએ તેવી પણ લાગણી ઊઠવા પામી છે નવા સીમાંકનમાં જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં શહેર અને ગામને જે વિસ્તારો સાથે સંલગ્ન કરવામાં આવી રહ્યાં છે તેમાં ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો દબદબો છે. શહેરી વિસ્તારોમાં પણ ભાજપના કોંગ્રેસના બે ભાગ પડેલા છે ત્યારે આ બે ભાગોમાં જ્યાં કોંગ્રેસ પ્રેરિત અને પ્રભાવિત વિસ્તારો છે તેમાં સીમાંકનોમાં ભાજપના જે ચુંટણી લડવા ઉત્સુક છે તેવા મુરતિયાઓએ જાખમી કોંગ્રેસના વિસ્તારો અમુક વિસ્તારોનો સમાવેશ કરી દેતાં ભાજપ માટે સત્તાના સૂત્રો સંભાળવા અઘરા તો પડશે પણ સત્તા મળશે કે કેમ તે યથાર્થ પ્રશ્ન છે.