RBIમાં વેરિફિકેશનના બહાને રૂ. ૭૯,૩૪,૬૩૯ની છેતરપીંડી કરતી આંતરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાસ કરતી અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચ  

Spread the love

આરોપી મુંબઇ સાયબર ક્રાઇમ તથા CBI ના ઓફીસરના નામથી કોલ કરતો જેનો મોબાઇલ ગેરકાયદેસરની પ્રવ્રુતિમાં સંકળાયેલો છે જે બાબતે મુંબઇ ભાયખલ્લા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાયા બાદ  કુલ 4 તાઇવાનના નાગરિકોની ધરપકડ

અમદાવાદ

અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા એક મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. મુંબઈના ભાયખલ્લા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયા બાદ ફરીયાદી સાથે કુલ રૂ.૭૯,૩૪,૬૩૯ ની છેતરપિંડી કરવામા  આવતા અમદાવાદ સાઇબર ક્રાઇમે આરોપીઓની ધરપકડ કરી છે. બનાવની વિગત એવી છે કે ફરિયાદીનો મોબાઇલ નંબર પ્રતિબંધીત એડવર્ટાઇઝીંગ જેવી ગેરકાયદેસરની પ્રવ્રુતિઓમાં  સંકળાયેલો છે જે બાબતે મુંબઇ ભાયખલ્લા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાયેલ છે. તથા ફરીયાદીના આધારકાર્ડ પરથી ખોલવામાં આવેલા એકાઉન્ટમાં ગેરકાયદેસરના ટ્રાંજેકશનો થાય છે ફરીયાદી વિરુધ્ધ અરેસ્ટ વોરંટ નિકળેલ છે એ રીતે TRAI, મુંબઇ સાયબરક્રાઇમ તથા CBIના ઓફીસરના નામે ડરાવી ધમકાવી ફરીયાદીના બેંક એકાઉન્ટની માહિતી મેળવી લઇ ફરીયાદી તથા તેમના પત્ની પર ઇંવેસ્ટીગેશનના બહાને વોટસએપ કોલથી સતત તેમની ગતિવિધિ પર નજર રાખી ઇંવેસ્ટીગેશનમાં મદદરુપ થવા માટે તથા RBI માં વેરિફિકેશન કરવા માટે ફરીયાદીના બેંક એકાઉન્ટમાં જમા નાણાં ટ્રાંસફર કરવા જણાવી વેરીફીકેશન બાદ આ નાણાં પરત આપવાનો વિશ્વાસ ભરોસો આપી ફરીયાદી સાથે કુલ રૂ.૭૯,૩૪,૬૩૯ ની છેતરપિંડી કરવામા આવેલ હતી.એની સાયબર ક્રાઇમ પોલીસ ટીમ ધ્વારા દિલ્હી અને બેંગ્લોરમાં એક સાથે ઓપરેશનમાં 2 તાઇવાન, મુ.ચી સંગ ઉર્ફ માર્ક અને ચાંગ હાવ યુન ઉર્ફે માર્કો તાઇવાનથી દિલ્હી ખાતે ફ્લાઇટમા ઉતર્યા બાદ દિલ્હીની હોટલ તાજ પેલેસમાંથી અને બેંગલુરુમાંથી વધુ 2 તાઇવાન સહિત કુલ 4 તાઇવાનના નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે.

કેસની વિગતો

1. રકમ અલગ-અલગ ખાતાઓમાં જમા કરવામાં આવી હતી. જેના આધારે સુરત,વડોદરા,અમદાવાદ, લીંબડી ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા અને ગુજરાત, રાજસ્થાન, દીલ્હી અને ઓડિશામાંથી 8 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેઓ તાઇવાઇનીજ લોકોને ભાડાથી ખાતા પૂરા પાડતા હતા અને કમીશન મેળવતા હતા.

2. આ ગુનામાં એક નવી મોડસ ઓપરેન્ડી જોવા મળેલ છે. જ્યાં રૂટેડ મોબાઈલનો ઉપયોગ થતો હતો – આવા 20 રૂટેડ મોબાઈલ મળી આવ્યા હતા જે રાઉટર સાથે જોડાયેલા હતા જે તાઈવાનના જીમેલ આઈડીને વિવિધ બેંક ખાતાઓની OTP લિંક્સ પસાર કરી રહ્યા હતા. ટેકનિકલ વિશ્લેષણમાં જાણવા મળ્યું કે 120 થી વધુ મોબાઈલ તેની સાથે જોડાયેલા હતા અને આવા સેટઅપ દિલ્હી, બેંગલુરુ અને મુંબઈમાં કાર્યરત હતા.

3. આના આધારે મુંબઈ અને દિલ્હીના કેન્દ્રોમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને એક મુખ્ય આરોપી સૈફ હૈદરની ધરપકડ કરવામાં આવી હતી. તે માર્ક નામના તાઈવાની વ્યક્તિના સીધા સંપર્કમાં હતો.

4. માર્કની ભૂમિકા- માર્કએ આ તમામ રૂટેડ મોબાઈલ અને રાઉટર પૂરા પાડયા. આ સેટઅપ સ્થાપિત કરવા માટે તે તાઇવાનથી જરૂરી ઉપકરણો લાવતો હતો. તેણે કંબોડિયા, દુબઈ, ચીન અને ભારતમાં બેંગલુરુ, દિલ્હી, મુંબઈ વગેરેનો પ્રવાસ કર્યો છે.

5. 10મી ઓક્ટોબરે તેમની તાજેતરની ભારત મુલાકાતમાં, માર્ક અને તેનો સાથી માર્કો તેમના વ્યવસાયનું પ્રમાણ વધારવા માટે આવી રહ્યા હતા. તેઓ તેમના ભારતીય એજન્ટો પાસેથી ભાડાના ખાતાઓ એકઠા કરતા હતા અને તેનો ઉપયોગ ગેરકાયદેસર સટ્ટા બાજીની વેબસાઇટ્સ અને સાયબર કૌભાંડોના ઢોળ જમા કરવા માટે કરતા હતા.

6. બેંગલુરુ ખાતે કરવામાં આવેલ રેડ દરમ્યાન બેંગલુરુના વધુ 2 તાઈવાનીજ નાગરીકો (૧) વાંગ ચુન વેઇ ઉર્ફ સુમોકા ઉ.વ.૨૬ રહે બંગલા નં.૬૦ ચોથોમાળ વ્હાઇટ પર્લ સ્ટીફન્સ રોડ, પુલીકેશીનગર, બેંગલોર, કર્ણાટક મુળ રહે No. 8, Aly 17, Ln.208,Youngguang road, Pingzhen Dist., Taoyuan City Taiwan (૨) શેન વેઇ હાવ ઉર્ફ ક્રિશ ઉ.વ.35 રહે. બંગલા નં.૬૦ ચોથોમાળ વ્હાઇટ પર્લ સ્ટીફન્સ રોડ, પુલીકેશીનગર, બેંગલોર, કર્ણાટક મુળ રહે. No. 7, Chongyi 3rd St.,પિંગઝેન જિલ્લો, તાઓયુઆન શહેર તાઇવાન નાખો આગામી વરસાદ, સામાન સમાન સેટઅપ ઉપલબ્ધતા રાખોહતા અને નહીં પકડાયેલ આરોપી માર્કના આસી. સાયમન ઉર્ફ સેવનના તથા આરોપી સૈફ હૈદરના સંપર્કમાં હતા તેમની ધરપકડ કરવામાં આવી હતી.આરોપીઓને ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત, લીમડી, તથા મુંબઇ(મહારાષ્ટ્ર), કટક(ઓડીસા), દિલ્હી, બેગ્લોર(કર્ણાટકા), ડુંગરપુર(રાજસ્થાન) વિગેરે જગ્યાઓથી અલગ-અલગ ટીમો બનાવી નીચે મુજબના આરોપીઓને અટક કરવામાં આવેલ છે.

(૧) જયેશ સ/ઓ મસરાજી જાતે સુથાર ઉ.વ.૩૫ રહે. ૧૦૫ ડી ટાવર, સમૃધ્ધી ટાઉન શીપ, ગામ તરસાલી તા.વડોદરા જી.વડોદરા

(ર) ભાવેશકુમાર સ/ઓ પ્રતાપરામ જાતે સુથાર ઉવ.૩૦ રહે. મ.નં.૨૧૨ બી, વલ્લભદર્શન કોમ્પલેક્ષ વુન્દાવન હાઇટસની સામે વાધોડીયા ડભોઇ રીંગ રોડ વડોદરા જી.વડોદરા

(૩) લિલેશ સ/ઓ કાલુરામ જાતે પ્રજાપતિ ઉવ.૩૩ ધંધો વેપાર રહે.ઇ/૪૦૬, શ્રી હરિરેસીડેન્સી, તરસાલી તા.વડોદરા જી.વડોદરા મુળ વતન ગામ દાતવાડા તા.ઝાલોર જી.ઝાલોર રાજસ્થાન

(૪) પ્રવિણકુમાર સૂઓ કરશનજી જાતે પંચાલ ઉવ.૨૪ ધંધો નોકરી રહેમ નં.૮, સેકન્ડ ઇસ્ટેટ સંદરાપુરમ કોઇમ્બતુર તમીલનાડુ મુળ વતન ગામ રાવસિમનગઢ તા.રાણીવાડા જી.ઝાલોર રાજસ્થાન

(૫) ચેતન્ય ઉર્ફે લકી સ/ઓ મધુબાબુ જાતે કુપ્પી સેટ્ટી ઉવ.૨૯ ધંધો છોટક મજુરી રહે.તુલસીનગર, ૭ સાત, બહેરામપુર સીટી ગનજામ જીલ્લો રાજય ઓડીસા

(૬) રવી સ/ઓ અશોકભાઈ સવાણી ઉવ.૩૦ ધંધો-વેપાર રહે મકાન નં ૫૦૨, સી-૧, સ્ટાર ધર્મ રેસીડન્સી, નવકાર રેસીડન્સી પાસે, પાસોદરા પાટીયા, સુરત શહેર

(૭) સુમીત સ/ઓ અશોકભાઈ મોરડીયા ઉવ.૨૯ ધંધો-વેપાર(સી.એ) રહે મકાન નં ૧૮૮, આત્મીય વિલા,કુમકુમ રેસીડન્સી પાસે, કામરેજ પાસે, સુરત શહેર

(૮) પ્રકાશ સ/ઓ રમેશભાઇ ગજેરા ઉવ.૨૮ ધંધો-નોકરી રહે.મકાન નં ૧૯૮, સાકરધામ સોસાયટી, કીરણ શોપ પાસે, વરાછા, સુરત શહેર

(૯) પીયુષ સ/ઓ જયસુખભાઈ માલવીયા ઉ.વ.28 ધંધો- નોકરી રહે-મકાન નં એ-168, ભગવતી ક્રુપા સોસાયટી, કીરણ ચોકી, યોગી ચોક, નાના વારાછા, સુરત-395010

(૧૦) કલ્પેશ સ/ઓ મહાદેવભાઈ રોજાસરા ઉ.વ.-૩૨ ધંધો- વાયરમેન રહે- કોળી વાસ ચમારેજ તા.વઢવાણજીલ્લો- સુરેન્દ્રનગરનાઓને ઉપરોકત ગુનાના કામે તા.૨૧/૦૯/૨૦૨૪ના કલાક ૧૪/૪૫ વાગે પકડી અટક કરેલ છે.

(૧૧) સર્વેશ સ/ઓ સંતોષ સહદેવ પવાર ઉ.વ.૨૫ ધંધો-ડ્રાઇવીંગ હાલ રહેવાસી- ઘર નંબર ૯૦૫, 9 માં માળે, “C” વીંગ, Sophistica સોસાયટી, એક્સ્પીરીયા મોલની બાજુમાં, પલાવા, ડોમ્બીવલી પૂર્વ, તાલુકો કલ્યાણ, જી-થાણે મહારાષ્ટ્ર-૪૨૧૨૦૪ કાયમી સરનામુ-ગામ-અગરનરળ તાલુકો-જીલ્લો-રતનાગીરી

(૧ર) યશ સ/ઓ વિશ્વાસ સુધાકર મોરે ઉ.વ.૨૦ ધંધો-બેકાર હાલ રહેવાસી-ઘર નંબર ૯૦૫, 9 માં માળે, “C”વીંગ, Sophistica સોસાયટી, એક્સ્પીરીયા મોલની બાજુમાં, પલાવા, ડોમ્બીવલી પૂર્વ, તાલુકો કલ્યાણ, જી-થાણે મહારાષ્ટ્ર-૪૨૧૨૦૪ કાયમી સરનામુ-ગામ-ફલેટ નંબર ૪૦૧, બી વિંગ સુદામાં આર્કેડ, જીમખાના રોડ,અભિનવ સ્કુલ પાસે, સાગરલી ગામ, ડોમ્બીવલી પૂર્વ, તાલુકો કલ્યાણ, જી-થાણે મહારાષ્ટ્ર-૪૨૧૨૦૧

(૧૩) સૈફ હૈદર ઉર્ફે સેમ સ/ઓ જી.એચ. સીદ્દીકી ઉ.વ.૨૯ ધંધો-નોકરી હાલ રહેવાસી- ત્રીજો માળ, મકાન નં.372, ગલી નંબર-5, ગોવવિંદપરુી, નવી દિલ્હી મુળ રહેવાસી- ન્યુ રોડ, ભંડારીડીહ, પોસ્ટ ગીરીડીહ થાના,ગીરીડીહ ઝારખંડ.

(૧૪) મુ ચી સંગ ઉ.વ.૪૨ વેપાર રહે. 18 એફ-7 નં સેક્ટર 3 તાઇવાન બ્લો તાઇક્યુ તાઇવાન

(૧૫) ચાંગ હાવ યુન ઉવ.૩૩ વેપાર રહે. 18 એફ-7 નં સેક્ટર 3 તાઇવાન બ્લો તાઇક્યુ તાઇવાન

(૧૬) વાંગ ચુન વેઇ ઉર્ફ સુમોકા ઉ.વ.૨૬ રહે. બંગલા નં.૬૦ ચોથોમાળ વ્હાઇટ પર્લ સ્ટીફન્સ રોડ, पुनीडेशीनगर, बेंगलोर, डटिङ मुन २डे. No. 8, Aly 17, Ln.208, Youngguang road, Pingzhen Dist., Taoyuan City Taiwan

(૧૭) શેન વેઇ હાવ ઉર્ફ ક્રિશ ઉ.વ.35 રહે. બંગલા નં.૬૦ ચોથોમાળ વ્હાઇટ પર્લ સ્ટીફન્સ રોડ, પુલીકેશીનગર, बेंगलोर, डटिङ मुन २डे. No. 7, Chongyi 3rd St., Pingzhen Dist., Taoyuan City Taiwan

આંતરરાષ્ટ્રીય આરોપીઓની મોડસ ઓપરેન્ડી

આરોપીઓ દિલ્હી ખાતેથી મોબાઇલ મેળવી બાદમાં આ મોબાઇલને રૂટ કરાવી બાદમાં આ મોબાઇલોને યુ.એસ.બી. ચાર્જીંગ હબ સાથે જોડાણ કરી તેને મીની કોમ્પ્યુટર સાથે કનેકટ કરી તેને વાઇફાઇ રાઉટરના માધ્યમથી ઇન્ટરનેટ સાથે કનેકટ કરી સિસ્ટમ તૈયાર કરી આ રૂટ કરેલા મોબાઇલમાં બેંકમાં રજીસ્ટર થયેલા મોબાઇલ નંબર વાળુ સીમકાર્ડ ઇન્સર્ટ કરતાં રૂટ કરેલ મોબાઇલમાં આવતાં ઓ.ટી.પી. ઇન્ટરનેટના માધ્યમથી તાઇવાન બેસેલા આરોપીઓને મળી જતાં હતા. જે ઓટીપી નો ઉપયોગ કરી આંતરરાષ્ટ્રીય આરોપીઓ ભાડાથી મેળવેલા બેંક એકાઉન્ટ ઓપરેટ કરતાં હતા. આ એકાઉન્ટનો ઉપયોગ અલગ-અલગ ગેરકાયદેસરની પ્રવૃતિઓ જેવી કે. સાયબર ફ્રોડ, ગેરકાયદેસર ગેમીંગ, ગેરકાયદેસર બેટીંગ, તેમજ મની લોન્ડ્રીંગ માટે કરવામાં આવતો હતો.

ગુનામાં આજદિન સુધી વસ્તુઓ કબજે

રોકડ નાણા રુપિયા ૧૨,૭૫,૦૦૦,સીમકાર્ડ- ૭૬૧,મોબાઇલ ફોન-૧૨૦,ચેકબુક- ૯૬,ડેબીટ/ક્રેડીટકાર્ડ- ૯૨,ચેક-૪૮,પાસબુક-૪૨,યુ.એસ.બી. ચાર્જીંગ હબ-૩૨,હિસાબના ચોપડા-૬,દુબઇના મેટ્રો કાર્ડ-૩,સી.પી.યુ.- ૨,મીની કોમ્પ્યુટર-૨૬,રાઉટર – ૯,મોબાઇલ સ્વાઇપ મશીન- ૧,

ઉપરોકત પ્રકારની સિસ્ટમ આરોપીઓ લીલેશ પ્રજાપતિ અને જયેશ સુથારનાઓની વડોદરા ખાતે ભાડે રાખેલ ઓફિસ ખાતેથી તથા આરોપી સૈફ હૈદરનાઓના દિલ્હી ખાતે ભાડેથી રાખેલ રહેણાંક ઉપર તથા આરોપી સર્વેશ તથા યશનાઓના મુંબઇ ખાતે ભાડેથી રાખેલ રહેણાંક ઉપર મળી આવી.આરોપી મુ ચી સંગ ઉર્ફે માર્ક તથા ચાંગ હાઉ યુન ઉર્ફે માર્કો એ ઉપરોકત પ્રકારની સિસ્ટમ આરોપી સહીત હૈદરને દિલ્હી ખાતે મોકલી આપી તથા દિલ્હી ખાતેથી મોબાઇલ મેળવી રૂટ કરાવી ઉપરોકત તમામ ઇલેકટ્રોનીકસ ડિવાઇસ સેફ હૈદર મારફતે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com