અમદાવાદ
ટ્રસ્ટની જગ્યામાં ટ્રસ્ટી હોય જે ટ્રસ્ટની માલીકીનું રહેણાંક મકાનનું રહેણાંક દર ટેક્ષબીલ આવતુ હોય આ રહેણાંક દર ટેક્ષબીલની જગ્યાએ કોમર્શીયલ દરનો ટેક્ષ ભરવો પડશે તેવી વાત કરી કોમર્શીયલ દરનો ટેક્ષ ભરવો ન હોયતો રૂ-૨૫૦૦૦ ની લાંચની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના ટેક્સ વિભાગના આરોપીએ માગણી કરેલ જે રકઝકના અંતે રૂપિયા.૨૦,૦૦૦ નક્કી કરેલ જે આધારે લાંચના છટકાનું આયોજન કરતા આરોપી રૂ.૨૦,૦૦૦ ની લાંચ લેતા પકડાઇ જતા આરોપી વિરૂધ્ધ અમદાવાદ શહેર એ.સી.બી.પો.સ્ટે. ગુ.ર.નં.૦૧/૨૦૧૩ ભ્રષ્ટાચાર અધિનિયમ સને-૧૯૮૮ ની કલમ ૭, ૧૩(૧)(ડી) ૧,૨,૩ તથા ૧૩(૨) મુજબનો તા-૦૨/૦૨/૨૦૧૩ ના રોજ ગુનો દાખલ થયેલ હતો.જે ગુનાની તપાસના અંતે આરોપી વિરૂધ્ધમાં ચાર્જશીટ કરી નામદાર કોર્ટમાં મોકલી આપવામાં આવેલ હતો જે ગુનાની નામદાર કોર્ટમાં ન્યાયીક કાર્યવાહી દરમ્યાન મૌખિક પુરાવાઓ અને દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઇ નામદાર સીટી સેશન્સ કોર્ટ, ભદ્રએ આરોપીને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ સને- ૧૯૮૮ ની કલમ ૭ ના ગુના સબબ ત્રણ (૩) વર્ષની સખત કેદની સજા તથા રૂ.૨૫,૦૦૦ (અંકે રૂપિયા પચ્ચીસ હજાર પુરા) નો દંડ તથા આરોપી દંડની રકમ રૂ-૨૫,૦૦૦ ન ભરે તો વધુ ત્રણ (૩) માસની સાદી કેદ તથા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ સને- ૧૯૮૮ ની કલમ ૧૩(૧)(ડી) તથા ૧૩(૨) ગુના સબબ ત્રણ (૩) વર્ષની સખત કેદની સજા તથા રૂ.૨૫,૦૦૦ (અંકે રૂપિયા પચ્ચીસ હજાર પુરા) નો દંડ તથા આરોપી દંડની રકમ રૂ-૨૫,૦૦૦ ન ભરે તો વધુ ત્રણ (૩) માસની સાદી કેદ ભોગવવાનો હુકમ કરેલ છે.