એક જબરદસ્ત ઘટના સામે આવી છે. આરોપ છે કે પત્ની ઈચ્છતી હતી પતિ એચઆઈવી પીડિત બની જાય તો એ બદનામ થઈ થાય. એટલે જ શારીરિક સંબંધો સમયે દર વખતે પતિને કોન્ડોમનો ઉપયોગ કરવા દેતી ન હતી.
રાજસ્થાનના જોધપુર શહરેમાં માતાના થાના વિસ્તારમાં એક હેરાન કરી દેનારો મામલો સામે આવ્યો છે. પીડિતે જણાવ્યું છે કે લગ્ન બાદ પત્નીએ જબરદસ્તીથી પતિ પાસે સંબંધો બનાવ્યા અને દર વખતે તે કોન્ડોનો ઉપયોગ કરવા દેતી ન હતી.
આ ઘટના અંગેનો ખુલાસો થયો તો પતિના પગતળેથી જમીન ખસી ગઈ છે. એચઆઈવી પીડિત પત્ની ઈચ્છતી હતી કે પતિ પણ રોગથી સંક્રમિત થઈ જાય તો એની બદનામી ના થાય. એટલે એ દર સંભોગ સમયે પતિને કોન્ડોમનો ઉપયોગ કરવાની ના પાડી દેતી…
આ મામલો હવે કોર્ટે ચડ્યો છે. પોલીસે કોર્ટના આદેશ પર પત્ની, એના પિતા અને બહેનને આરોપી બનાવી છે. જોકે, આ કેસમાં પોલીસ કંઈ પણ બોલવાનો ઇનકાર કરી રહી છે. ફરિયાદ પ્રમાણે હાલમાં તપાસ આગળ ચાલી રહી છે. પત્ની સામે ઠગાઈનો આરોપ મૂકનાર પતિનું કહેવું છે કે પત્ની ફેબ્રુઆરી 2023માં એચઆઈવી પોઝિટીવ થઈ હતી. જેને મહિલા એટીઆર સેન્ટરમાં ઈલાજ પણ શરૂ કરાવ્યો હતો.
આ પહેલાં મહિલાની સગાઈ તૂટી ગઈ હતી. જેને જોધપુરના પીડિત યુવકનો સંપર્ક કરી ફટાફટ લગ્ન માટે ઉતાવળ કરી હતી. જુલાઈમાં લગ્ન બાદ પત્ની કોન્ડોમ વિના વારંવાર સંબંધો બનાવવા માટે દબાણ કરતી હતી. પત્ની એચઆઈવી પીડિત હોવાનું જાણ્યા બાદ પતિએ પોતાનો રિપોર્ટ કઢાવ્યો તો એ નેગેટિવ આવ્યો છે. ડોક્ટરે જણાવ્યું હતું કે એચઆઈવી પીડિત સાથે સંબંધ બનાવ્યાના 3 મહિના બાદ જ પોઝિટીવ કે નેગેટિવ હોવાનો ખુલાસો થઈ શકે છે. જેથી પતિએ નક્કી કર્યું કે એ પોતાની પત્નીની પોલ ખોલીને જ રહેશે…
પતિએ એ વ્યક્તિનો નંબર મેળવ્યો જેનો સંબંધ આ મહિલા સાથે હતો અને તૂટી ગયો હતો. જે એઈડ્સથી પીડિત છે અને સાબિતી માટે તેના ઈલાજના કાગળો પણ મેળવ્યા છે. પતિએ કંપનીના નોમિનેશનના કાગળોમાં પત્નીનું નામ દર્જ કરાવવા માટે લોહીનો રિપોર્ટ જરૂરી હોવાનું માગતાં પત્ની ગભરાઈ ગઈ હતી. જે બાદ તેને જોધપુર જતી રહી હતી.
ફરિયાદ પ્રમાણે છોકરીના પરિવારો અડગ રહ્યાં કે તે કોઈ પણ પ્રકારની તપાસ નહીં કરાવે. જ્યારે પતિ પણ પોતાની વાત પર અડગ રહ્યો આખરે 31 ઓગસ્ટના રોજ પતિ અને પત્ની બંનેની તપાસ કરાવાઈ હતી. જેમાં પત્ની એચઆઈ પીડિત હોવાનું બહાર આવ્યું ત્યારબાદ એ બહેન સાથે રૂમમાં જતી રહી અને સામાન પેક કરીને બેગ ભરીને ઘરની બહાર નીકળી ગઈ. સાળીએ ધમકી આપી કે તમે તપાસ કરાવીને ગંભીર ભૂલ કરી છે. પત્ની અને સાળીના ગયા બાદ પીડિતે તિજોરી તપાસતાં લગ્ન સમયના તમામ દાગીના ગાયબ હોવાનું જાણી તે ગુસ્સે ભરાયો હતો.