ઓક્ટોબરના અંતમાં ગુજરાતના પ્રવાસે આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જાણો કાર્યક્રમ..

Spread the love

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓક્ટોબરના અંતમાં ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદીના આ પ્રવાસ માટે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના પ્રવાસની રૂપરેખા તૈયાર થઈ રહી છે. તેઓ અમરેલી અને વડોદરા મુલાકાતે આવી રહ્યા છે.

નરેન્દ્ર મોદી ત્રીજી ટર્મમાં પ્રધાનમંત્રી બન્યા બાદ 15 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બરના રોજ ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા હતા.

તેમાં ગુજરાતમાં વિવિધ વિકાસના કાર્યોમાં હાજરી આપી હતી. પ્રધાનમંત્રીએ ગુજરાત મુલાકાત સમયે મેટ્રો સહિતની અનેક ભેટ ગુજરાતને આપી હતી. વધુ એક ગુજરાત પ્રવાસની રૂપરેખા તૈયાર થઈ રહી છે. એટલે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતમાં આવી રહ્યા છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 28 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા હોવાની તૈયારી કરવામાં આવી રહી છે. સપ્ટેમ્બર મહિનામાં ગુજરાત પ્રવાસ સમયે પીએમ મોદીએ કરોડોના વિકાસકાર્યોની ભેટ આપી હતી. હવે તેઓ બેક ટુ બેક બીજી મુલાકાત માટે આવી રહ્યા છે.

તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીના શાસનના 23 વર્ષ પૂરા થયા છે, જેની ઉજવણી પણ ગુજરાતમાં ધામધૂમથી કરવામાં આવી હતી. જે મુજબ ગુજરાત પ્રવાસના અપડેટ મળી રહ્યા છે તે મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિને અંતમાં એટલે કે 28 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે આવવાના છે. આ દરમિયાન પીએમ વડોદરા અને અમરેલી શહેરની મુલાકાત લઈ શકે તેવા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત મુલાકાત દરમિયાન પીએમ મોદી ટાટા એરબસ પ્રોજેક્ટની ફાઇનલ એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી અમરેલીની પણ મુલાકાત લેવાના છે. અમરેલીના લાઠીમાં તૈયાર થયેલા સરોવરનું પણ લોકાર્પણ વડાપ્રધાન મોદીના હસ્તે થશે. સાથે અમરેલી જિલ્લાના અનેક વિકાસના ઇ-લોકાર્પણ પણ મોદીના હસ્તે થશે. આ એક જ મહિનામાં એટલે કે ઓક્ટોબર મહિનામાં વડાપ્રધાન મોદી બે વખત ગુજરાત આવશે.

28 તારીખે વડોદરા અને અમરેલીની મુલાકાત લેશે. જે બાદ 31 ઓક્ટોબર એટલે કે એકતા દિવસ સરદાર પટેલની જન્મજ્યંતિ નિમિત્તે કેવડિયા ખાતે એકતા પરેડમાં પણ ભાગ લેશે. આમ વધુ એક પ્રવાસની રૂપરેખા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઘડાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com