કુશાન પટેલ ગુજરાત U-23
સરલ પ્રજાપતિ ગુજરાત U-23
અહાન પોદ્દાર ગુજરાત U-23
GCA એ U23 મેન્સ ટીમને કોલ.સી.કે.નાયડુ ટ્રોફીમાં નાગાલેન્ડ CA પર ઇનિંગ્સ અને 59 રને શાનદાર વિજય માટે અભિનંદન આપ્યા
અમદાવાદ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગ્રાઉન્ડ-બી મોટેરા ખાતે આજે ગુજરાત વિ નાગાલેન્ડ વચ્ચે રમાયેલી બીસીસીઆઈની કર્નલ સી કે નાયડુ ટ્રોફી મેન્સ અંડર-23 મેચમાં ગુજરાત એક ઇનિંગ અને 59 રનથી જીત્યું હતું.નાગાલેન્ડે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી.પ્રથમ બેટિંગમાં નાગાલેન્ડે 73 ઓવરમાં 239 રન બનાવી ઓલઆઉટ થઈ હતી.યુગંધરે 163 બોલમાં 13 ચોગ્ગાની મદદથી 88 રન બનાવ્યા હતા.સુજલ પ્રસાદે 145 બોલમાં 14 ચોગ્ગા, 4 છગ્ગાની મદદથી 87 રન બનાવ્યા હતા.ગુજરાત તરફથી જય માલુસરેએ 16 ઓવરમાં 38 રન આપીને 3 વિકેટ અને સરલ પ્રજાપતિએ 21 ઓવરમાં 54 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.ગુજરાતે ફર્સ્ટ બેટિંગમાં 94.4 ઓવરમાં 372 રને ઓલઆઉટ થઈ હતી.અહાન પોદ્દારે 132 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 85 રન અને કુશાન પટેલે 109 બોલમાં 10 ચોગ્ગા, 1 છગ્ગા સાથે 82 રન બનાવ્યા હતા.નાગાલેન્ડે નીઝેખોએ 18 ઓવરમાં 52 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.નાગાલેન્ડ બીજી ઈનંગમાં 36.1 ઓવરમાં 74 રન બનાવી ઓલઆઉટ થઈ હતી.મુગવી સુમીએ 78 બોલમાં 8 ચોગ્ગાની મદદથી 45 રન બનાવ્યા હતા.ગુજરાત તરફથી કુશાન પટેલે 11 ઓવરમાં 26 રન આપીને 5 વિકેટ અને સરલ પ્રજાપતિએ 13.1 ઓવરમાં 11 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આમ ગુજરાત એક ઈનિંગ અને 59 રનથી જીત્યું હતું.
GCA એ U23 મેન્સ ટીમને કોલ.સી.કે.નાયડુ ટ્રોફીમાં નાગાલેન્ડ CA પર ઇનિંગ્સ અને 59 રને શાનદાર વિજય માટે અભિનંદન આપ્યા હતા.