અમદાવાદ
GCCIની યુથ કમિટી દ્વારા તારીબ 17મી ઑક્ટોબર, 2024ના રોજ ‘ટેક્સટાઇલ પેનલ’ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. GOCI મહાજન સંકલન ટાસ્કફોર્સ અને ડિફેન્સ ટાસ્કફોર્સ ના સહયોગથી આ પ્રસંગનું આયોજન થયું હતું.આ પ્રસંગે મુખ્ય વક્તાઓ તરીકે શ્રી ઉમંગ હઠીસિંગ, શ્રી જીતેન્દ્ર ચૌહાણ સીએમડી જેડ બ્લુ અને શ્રી હીરાભાઈ ભણસાલી, ડાઈરેકટર આસોપાલવ ખાસ ઉપસ્થિત રહ્યા છતા તેઓએ ગુજરાતમાં ટેક્સટાઇલ ઉદ્યોગની ભાવિ સંભાવનાઓ વિશે ચર્ચા કરી હતી. સમગ્ર ચર્ચાનું સંચાલન સુશ્રી વિતસ્તા કોલ વ્યાસે કર્યું હતું.
આ પ્રસંગે તેઓના આવકાર પ્રવચનમાં GCCI ના પ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયરે ચર્ચા માટે ઉપસ્થિત પ્રતિષ્ઠિત વક્તાગણ શ્રી ઉમંગ હઠીસિંગ, શ્રી જિતેન્દ્ર ચૌહાણ અને શ્રી હીરાભાઈ ભણસાલીની ઉપસ્થિતિને બિરદાવી હતી. તેઓએ ખાસ નોંધ લીધી હતી કે આપણો ટેક્સટાઇલ ઉદ્યોગ ગુજરાતના અર્થતંત્ર માટે પાયા સમાન છે તેમજ આપણા સાંસ્કૃતિક વારસાને જાળવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
જીસીસીઆઈના માનદ મંત્રી ગૌરાંગ ભગતે ગુજરાતની આર્થિક સફરમાં ટેક્સટાઈલના મહત્વનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે એ પણ ટિપ્પણી કરી કે કેવી રીતે ટેક્સટાઇલ ઉદ્યોગે રાજ્યમાં મહત્વપૂર્ણ રોજગારી પૂરી પાડી છે. તેમણે ટિપ્પણી કરી કે શ્રી ઉમંગ હઠીસીંગ, શ્રી જીતેન્દ્ર ચૌહાણ અને શ્રી હીરાભાઈ ભણસાલી જેવા અગ્રણીઓની હાજરી બધાને પ્રેરણા આપશે.
મિસ શુમોના અગ્રવાલે તેમના પ્રાસંગીક સંબોધનમાં ગુજરાત પાસે કાપડનો સમૃદ્ધ વારસો હોવાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ કાપડ ઉદ્યોગ અને નવીનતામાં અગ્રેસર કેવી રીતે બની શકે તે આ સ્તર થી ચોક્કસ જાણવા મળશે તેવો વિશ્વાસ જતાવ્યો હતો
ઉમંગ હઠીસીંગે જણાવ્યું કે ભારત ટેક્સટાઇલ ક્ષેત્રે તેની નામના ઈન્ડિગો તેમજ કપાસને કારણે પ્રાપ્ત કરેલ છે. તેઓએ “મેટ ગાલા’ માં તેઓના ભારતીય વસ્ત્ર પરિધાન વિષે પણ વાત કરી જેની તે સમયે બધાએ નોંધ લીધી હતી. તેઓએ અમેરિકાના ખ્યાતનામ મેગઝીન વોગમાં તેઓના 22 પાનાના બ્લોગ વિષે પણ વાત કરી.
પોતાના વિચારો વ્યક્ત કરતા આસોપાલવના સ્થાપક હીરાભાઈ ભણસાલીએ જણાવ્યું કે તેઓએ વર્ષ 1968માં પાટણમાં આસોપાલવની સ્થાપના કરી હતી. તેઓએ વધુમાં ઉમેર્યું કે તેઓ હંમેશા 3 સિદ્ધાંતો સાથે તેમના વ્યવસાયનું નેતૃત્વ કરે છે. 11 પ્રમાણિકતા 2) વસ્તુની નિશ્ચિત કિંમત અને 3) ઉત્પાદનોની ગુણવત્તા તેમણે વિઝનના મહત્વ પર ભાર મુક્યો હતો
જેડ બ્લુના સીએમડી જિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે તેમણે 1995માં જેડ બ્લુની શરૂઆત કરી હતી અને 1999માં જેડ બ્લુએ તમામ બ્રાન્ડ્સનું વેચાણ કરવાનું શરૂ કર્યું હતું અને તેની યુએસપી ટેલરિંગ અને ફેબ્રિક હતી. આનાથી જેડ બ્લુની સફળતા મળી અને તે એક જાણીતી બ્રાન્ડ બની.રોહન કુમાર, કો-ચેરમેન યુથ કમિટી દ્વારા આભાર વિધિ પછી કાર્યક્રમનું સમાપન થયું હતું