ગાંધીનગર મનપા દ્વારા કર્મચારીઓને અત્યારે પનોતી બેઠી હોય તેમ એક પછી એક બનાવો બનવા પામેલ છે ત્યારે મનપામાં એક કલાકે જશવંતભાઈ પંચાલ પોતે જન્મ મરણના દાખલાઓ કાઢે છે ત્યારે નગરસેવક ચિમન વિંઝુડા દ્વારા ફોન કરેલ અને ફોનમાં ગમે તેમ બોલતા ક્લાર્ક દ્વારા ફોન મૂકી દીધેલ જેથી નગરસેવક નીચે આવીને ક્લાર્કને જણાવેલ કે કામમાં લીટીઓ કેમ આવે છે અને મારવાની ધમકી આપેલ જેથી કર્મચારીને વાતચીતમાં ઝપાઝપી થઈ હતી. જે ડાબા ગાલ પર કર્મચારીને લાફો ઝીંકી દેતા ચર્ચાનો વિષય બન્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મનપામાં ફરજ બજાવતા જશવંતભાઈ પંચાલ પોતે જન્મ મરણ ના દાખલાની બ્રાંચમાં સેવા બજાવે છે ત્યારે કોઈ અરજદારના કામની સંદર્ભે કોંગ્રેસના ચિમન વિંઝુડા દ્વારા ફોન કરીને ક્લાર્ક એવા જશવંતભાઈ પંચાલ જાડે જીભાજાડી થઈ હતી. ત્યારબાદ પંચાલભાઈ દ્વારા ફોન મૂકી દેતા નગરસેવક પોતે ગરમ થઈને નીચે આવી ગયા હતાં અને આ બાબતે દાખલામાં અંગ્રેજીમાં કેમ નથી આવતું આડું કેમ આવે છે આ બાબતે જીભાજાડી બાદ ઝપાઝપી થતાં નગરસેવકે જશવંત પંચાલને લાફો ઝીંકી દેતા ક્લાર્ક તરીકે ફરજ બજાવતા યશપાલસિંહ રાજપૂત, શૈલેન્દ્રસિંહ બિહોલાએ છોડાવ્યા હતાં અને આ સંદર્ભે પંચાલ દ્વારા ડેપ્યુટી કમિશનરને જાણ કરતાં ડેપ્યુટી કમિશનરે ફરિયાદ આજ રોજ સે.૭ પોલીસ સ્ટેશનમાં થઈ હોવાની વિગતો પ્રાપ્ત થયેલ છે.