ગાંધીનગર
રાજ્યની પ્રજા રામ ભરોસે કે પછી ભેળસેળીયા ના ભરોસે, ગમે તેટલા નાણાં ખર્ચો પણ તમને શુદ્ધ ગુણવત્તાની કોઈ ગેરંટી ખરી? આજે ચોખ્ખું ઘી ની વાતો કરીએ તો કેટલા કરોડનું શુદ્ધ ઘી નકલી પકડાયું, દિવાળી ટાંકણે નમુના લેવા નીકળતું તંત્રના રિપોર્ટ આવશે. ત્યારે આખું ગામ દબાઈને ખાઈ લીધા બાદ અને પછી સબ સ્ટાન્ડર્ડ અને રિપોર્ટ નેગેટિવની વાતોના વડા તંત્ર કરશે ત્યારે એક બાજુ મીઠાઈ વાળાઓ અને બીજી બાજુ દિવાળી બાદ ડોક્ટરોને ત્યાં તડાકો પડવાનો છે, ૧૦૦ દુકાનોમાંથી નમુના લો એટલે ૭૦% દુકાનમાં ભેળસેળીયા નમૂના નીકળે, ચીજ, પનીર, બટર, ઘી આ બધું રોજબરોજ ટ્રકો ભરાઈ જાય તેટલું પકડાય છે, દાબેલી, વડાપાવ ખાનારા તો તેલ વાળી નહીં બટરની માંગ કરતા હોય છે, ત્યારે હાર્ટ બ્લોકેજ અને એટેકની બીમારીઓ નવયુવાનોમાં વધવાનું કારણ આ ભેળસેળ છે. ભેળસેળીયા જાગે, બેરસેલીયા ભાગે નહિતર આવનારા વર્ષોમાં નહીં આવે રાગે જેવો ઘાટ સર્જાશે, પનીરમાં બેજીટેબલ દિવાળીના પર્વ પહેલાં તેલ, ઘી, પનીર, બટર, મસાલા જેવા ખાદ્ય પદાર્થનાં સેમ્પલની ચકાસણી કરાવી હતી. આ સેમ્પલોની તપાસ કોર્પોરેશનની લેબોરેટરીમાં કરાવતા ચોંકાવનારા પરિણામો સામે આવ્યાં હતાં. લેબ ટેસ્ટના રિઝલ્ટ મુજબ ૮માંથી ૬ ખાદ્ય પદાર્થ હલકી ગુણવત્તાના કે ભેળસેળિયા હોવાનું સામે આવ્યું હતું. માત્ર સૉસ, દૂધનો હલવો ટેસ્ટમાં પાસ થયા હતા. ભેળસેળ રોકવા માટે બનાવાયેલી સિસ્ટમે મૌન ધારણ કરી લીધું છે, માટે ભગવાન તમને સ્વસ્થ રાખે, કારણ કે તમે ભેળસેળિયું જ ખાઈ રહ્યા છો.
બજારમાં મળતું ૩૦૦ રૂપિયે કિલો ચીઝ કે પનીર ૨૦૦ કિલો રૂપિયે મળતું બટર, ૪૦૦ રૂપિયે કિલો મળતું ઘી અને ૧૧૭ રૂપિયે મળતું પામોલિન તેલ બધું ભેળસેળિયું અને નકલી છે. ની ટીમે શહેરના સૌથી મોટા કાલુપુર બજાર અને કુબેરનગર માર્કેટમાંથી સૌથી વધુ વેચાતા ૮ ખાદ્ય પદાર્થનાં સેમ્પલ લઈ ખાનગી તેમ જ કોર્પોરેશનની લેબમાં તપાસ માટે મોકલ્યાં હતાં. તારણ એ આવ્યું કે, ૬ સેમ્પલ ફેલ પુરવાર થયાં. ચીઝ, પનીર, બટર જેવી ડેરી પ્રોડક્ટ્સમાં વનસ્પતિ ઓઇલની ભેળસેળ થાય છે.
આ ભેળસેળિયાં તત્ત્વોથી હાર્ટએટેક, કેન્સર અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીનું જાેખમ છે. સેમ્પલની તપાસ સૌથી પહેલાં ખાનગી લેબોરેટરીમાં કરાવી તેની તપાસમાં માત્ર ૨ સેમ્પલ ફેલ આવ્યાં હતાં. આ ખાનગી લેબમાં બજારમાં ૬૦ રૂપિયે કિલો મળતાં ટમેટા સૉસનું સેમ્પલ પાસ થઈ ગયું હતું! તે પછી ખાદ્ય પદાર્થનાં તમામ સેમ્પલ કોર્પોરેશનની લેબમાં મોકલવામાં આવ્યાં. ચોંકાવનારું તારણ એ આવ્યું કે, બધાં સેમ્પલ ફેલ પુરવાર થયાં. ૨ વખત તપાસ કરાવવાનો એક માત્ર હેતુ એ હતો કે, સસ્તા ભાવે પધરાવવામાં આવતી વસ્તુઓમાં મોટા પાયે ભેળસેળ થાય છે અને આપણું આરોગ્ય જાેખમાય છે.
ગુજરાતમાં નવરાત્રીના તહેવારો પૂર્ણ થયા અને હવે દિવાળીના પર્વના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ફૂડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા ખાદ્યપદાર્થોનું વ્યાપક પ્રમાણમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું હોવાના દાવા કરવામાં આવે છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે જપ્ત કરેલાં સેમ્પલના રિપોર્ટ ૩-૪ મહિના સુધી આવતા નથી અને ત્યાં સુધીમાં હજારો કિલો – લિટર ખાદ્ય જથ્થાનું વેચાણ થતું રહે છે. સમગ્ર રાજ્યમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા છેલ્લા ૧ માસમાં અનેક શહેર – જિલ્લામાં તપાસ કરી ૯ હજારથી વધુ સેમ્પલ કલેક્ટ કરાયા પરંતુ માત્ર ૧૫૦૦ જેટલા કિસ્સામાં જ લેબોરેટરીના રિપોર્ટ આવ્યા છે અને લગભગ ૫૦ જેટલા કિસ્સામાં જ કસૂરવાર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરાઇ છે. આમ સમયસર લેબ રિપોર્ટ નહીં આવવાના કારણે અને નિયમોની છટકબારી તેમજ ભેળસેળિયા તત્વોની તંત્ર સાથેની મીલીભગતના કારણે મોટાભાગના કિસ્સામાં મીલાવટખોરોને મોકળું મેદાન મળી જાય છે. રાજ્યમાં ફૂડ સેફ્ટી સપ્તાહ સહિત છેલ્લા ૧ માસમાં કરાયેલી કામગીરીની વાત કરીએ તો અનેક જિલ્લામાં વિભાગ દ્વારા ૪૫૦૦થી વધુ ઇન્સપેક્શન દ્વારા ખાદ્યપદાર્થ, તેલ, ઘી, પનીર, ચીઝ, બટર, ફાસ્ટફૂડ વગેરેના ૯ હજારથી વધુ નમૂના લઇ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી અપાય છે પરંતુ ઘણા કિસ્સામાં સેમ્પલના રિપોર્ટ હજુ બાકી છે. સરકારે તાજેતરમાં ઉજવેલા ફૂડ સેફ્ટી પખવાડિયામાં જ ૮૨૪૬ નમુના લીધા હતા.‘‘ફૂડ સેફટી પખવાડ્યું’’ ઉજવવા મનપા અને ફૂડ શાખા ઉઘરાણી કરી રહી છે, ત્યારે કેટલા વેપારીઓને સજા મળી આના માટે કડક કાયદો લાવો, લઠ્ઠો પીધા બાદ અનેક લોકો મરી ગયા ના બનાવો બાદ આવનારા સમયમાં લઠ્ઠા કરતા પણ ડેન્જર ભેળસેળિયું બજાર બની રહ્યું છે, ત્યારે કોઈ એવી ચીજ વસ્તુ નથી કે તેમાં ભેળસેળ ના હોય માનવજાત સામે અને આરોગ્ય પ્રશ્ને ભેળસેળ જરા પણ ચલાવી ના લેવાય ભલે નમૂનાઓ લીધા પણ રિપોર્ટ તો દિવાળી પછી આવાનો ને, જ્યાં સુધીમાં પેટમાં ગયેલી ચીજ વસ્તુઓ જે ભેળસેળ હશે અને બીમાર પડશે તો જવાબદારી કોની? વેપારીઓ તો તગડા ભાવ લઈને બગડી ગયેલી ચીજ વસ્તુઓ વેચીને નવરા થઈ જશે પણ પબ્લિકનું શું?