79 ના. કલેક્ટર-86 મામલતદારની બદલી, 108 ના. મામલતદારોને પ્રમોશન

Spread the love

 

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી જાહેર થાય તે પૂર્વે રાજ્ય સરકાર મહેસુલી કર્મચારીઓની બદલી-બઢતીનો મોટો ઘાણવો બહાર પાડ્યો છે. ગત મોડી સાંજે 79 જેટલા ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓ તથા 86 મામલતદારની બદલી કરાઈ છે. તેમજ મામલતદાર વર્ગ-2ના 44 અધિકારીઓને નાયબ કલેકટર વર્ગ-1માં પ્રમોશન અપાયા છે. જ્યારે નાયબ મામલતદાર વર્ગ-3ના 108 અધિકારીઓને વર્ગ-2મા મામલતદાર તરીકે હંગામી પ્રમોશન આપી સાગમટે બદલી કરવામાં આવી છે. સરકાર દ્વારા 86 મામલતદારોની બદલી કરવામાં આવી છે. તેમાં સૌરાષ્ટ્ર-કચ્છના 39 મામલતદારોનો સમાવેશ થાય છે. જ્યારે રાજકોટ જિલ્લાના પાંચ મામલતદારોની બદલી કરાઈ છે.

રાજ્યના જુનિયર સ્કેલ વર્ગ-1 સંવર્ગના જિલ્લા પૂરવઠા અધિકારીઓ, તેમજ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓ મળી કુલ 79ની બદલી કરવામાં આવી છે. તેમાં સોમનાથના એન.બી.મોદી, જૂનાગઢના સ્ટેમ્પ ડ્યુટીમાં ફરજ બજાવતા જે.પી. ઝાલા, સાવરકુંડલાના ડી.એચ. ભાલારા, મુન્દ્રા-કચ્છના ચેતન મિસાન, ભાવનગરના ડેપ્યુટી ડી.ડી.ઓ એસ.જે. ભરવાડ, મેંદરડાના એચ.બી. ભાલાલા, મહુવાના ઈશિતામૈર, ગિર સોમનાથના ભુમિકા કારિયા, સુરેન્દ્રનગર જિલ્લા પૂરવઠા અધિકારી એમ.કે. મેહચંદાણી, કુતિયાણાના પારસ વંદા, મોરબીના સિધ્ધાર્થ ગઢવી, અમરેલીના પુરવઠા અધિકારી એમ.જી. સોલંકી, સોમનાથના ડેપ્યુટી ડી.ડી.ઓ. એન.એમ. જારખલા, ધોરાજીના પ્રાંત જયસુખ લિખિયા, અમરેલીના નાયબ ચૂંટણી અધિકારી વી.પી. સકસેનાની બદલી કરાઈ છે. આ ઉપરાંત રાજકોટ રૂરલના સ્ટેમ્પ ડ્યુટી ડે. કલેક્ટર ક્રિષ્નાબેન પટેલ, સિંહોર પ્રાંત ડી.વી. વાળા, બોટાદના ડી.કે. મજેતરાની પણ બદલી કરવામાં આવી છે.

સરકાર દ્વારા વર્ગ-3ના 108 નાયબ મામલતદારને વર્ગ-2માં મામલતદાર તરીેકે પ્રમોશન આપી તેમની બદલી કરવામાં આવી છે. જ્યારે વર્ગ-2ના 44 મામલતદારને વર્ગ-1માં નાયબ કલેકટર તરીકે પ્રમોશન આપી અલગ અલગ જગ્યાએ નાયબ કલેકટર તરીકે નિમણુંકો આપવામાં આવી છે.

મહેસુલ વિભાગ દ્વારા કરાયેલી બદલીના રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના માલતદાર કૃષ્ણકુમાર સિંહ ચુડાસમાની અમરેલી જિલ્લાના ધારી ખાતે, જામકંડોરણા મામલતદાર કે.બી. સંઘાણી લીલીયામા, લોધીકાના મામલતદાર દિનેશ કુમાર ભાડની ગાંધીનગર ખાતે એ.ટી. વી.ટી. રેવન્યુ વિભાગમાં, રાજકોટ પશ્ર્ચિમના મામલતદાર મહેશ શુકલાની જૂનાગઢના માણવદર તાલુકામાં, ઉપલેટાના એમ.ટી. ધનવાણીની મોરબી ગ્રામ્યમાં, ધોરાજીના અલ્પેશ જોશીની વડોદરા ઈસ્ટ ખાતે બદલી કરવામાં આવી છે. તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ફરજ બજાવતા ભીખાભાઈ કોટકપરાને રાજકોટના જામકંડોરણામાં, લાલપુરના કેતન ચાવડાની રાજકોટ ઈલેક્શન વિભાગમાં, બાબરામાં ફરજ બજાવતા જે.ડી. જાડેજાની રાજકોટ શહેરના જમીન સંપાદનના પ્રમુખ અધિકારી તરીકે, મોરબી રૂરલના નીખીલ મહેતાની રાજકોટ ખાતે પીઆરઓમાં, ટંકારાના કેતન સખિયાની પડધરી ખાતે નિમણુંક આપવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, જામનગર, ગીર સોમનાથ, મોરબી, બોટાદ, પોંરબંદરમાંથી પણ મોટાભાગના મામલતદારોની બદલી કરવામાં આવી છે.


રાજ્ય સરકારના મહેસુલી તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલા બદલી તથા પ્રમોશનના હુકમોમાં રાજ્યમાં નાયબ મામલતદાર વર્ગ-3 (પે મેટ્રીક્સ લેવલ-7)ના 108 અધિકારીઓને મામલતદાર વર્ગ-2ના હંગામી પ્રમોશન આપવામાં આવ્યા છે. સાથો સાથ તેમની અલગ અલગ તાલુકાઓમાં મામલતદાર તરીકે નિમણુંકો કરવામાં આવી છે. જેમાં રાજકોટ સીટી વેસ્ટમાં એ.એમ. જોશી, લખતરમાં આર.આર. પટેલ, જૂનાગઢ પીઆરઓ તરીકે એ.જે. મકવાણા, બોટાદ શહેરમાં એમ.એમ. પરમાર, અબડાસામાં નસીબ જે સુમરા, ઉપલેટામાં પી.ટી. ઠાકર અને ટંકારામાં પી.એન. ગોરની મામલતદાર તરીકે નિમણુંક કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com