નીતિમત્તાની વાતો અને પ્રજાની માલિકીની સાધન સંપત્તિ ઉપર પેશકદમી કે દબાણ થયાની ફરિયાદો કરનારા જનપ્રતિનિધિઓ પોતે જ કવું આચરણ કરે છે તેનો વધુ એક કિસ્સો અહીંના ધારાસભ્ય આવાસ-MLA ક્વોટર્સમાંથી બહાર આવ્યો છે. ભાયાણીએ રાજીનામાના 11 મહિના પછી પણ મકાન ખાલી કર્યું નહીં
વાવના પૂર્વ ધારાસભ્ય ગેનીબહેન ઠાકોર, વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયણીએ હજી સુધી MLA ક્વાટર્સ ખાલી કર્યા નથી! છેવટે વિધાનસભાએ બંને ધારાસભ્યોને નોટિસ ફટકારી છે. ગેનીબહેન ઠાકોર બનાસકાંઠા લોકસાભા મતક્ષેત્રથી સંસદ તરીકે ચૂંટાયા બાદ તેમને દિલ્હી ખાતે ફ્લેટની ફાળવણી થઈ છે.
પરંતુ, વાવના ધારાસભ્ય તરીકે ગાંધીનગરમાં MLA ક્વાર્ટસમાં તેમને ફાળવવામાં આવેલો ફ્લેટ નં. 12/4 તેમને ખાલી કર્યો નહોતો. ગેનીબહેને ત્રણ મહિના પહેલા રાજીનામું આપ્યું છે. તેમ છતાંયે તેમના આવાસમાં વિદ્યાર્થીઓ રહેતા હતા.