દેશમાં ખેડૂતોનું આંદોલન હિંસાત્મક ઉપર ઉતારી આવ્યું હોય તેવું લાગે છે. ત્યારે 26 મી જાન્યુયારીના રોજ ખેડૂતો ટ્રેક્ટર રેલી કાઢયાબાદ હિંસા પર ઉતરી આવેલા ખેડૂતોને રોકવા માટે પોલીસ મરણિયો પ્રયાસ કરી રહી છે. પોલીસે એક તરફ દિલ્હીમાં ઘસીને તોડફોડ કરી રહેલા ખેડૂતો પર લાઠી ચાર્જ કર્યો છે અને ટીયરગેસના સેલ પણ છોડ્યા છે તો બીજી તરફ ખેડૂતોને રોકવા માટે ખુદ પોલીસે ધરણા કર્યા હતા.
મળતી વિગતો પ્રમાણે ખેડૂતો અલગ અલગ બોર્ડર પરથી દિલ્હીમાં પ્રવેશ્યા છે. દિલ્હીની નાનગલોઈ બોર્ડર પર પોલીસ કાફલો તૈનાત હતો અને ખેડૂતોએ અહીંથી દિલ્હીમાં પ્રવેશવાની કોશીશ કરી હતી. હાજર રહેલા પોલીસ કર્મીઓએ બળ પ્રયોગ કરવાની જગ્યાએ નવો જ રસ્તો અપનાવ્યો હતો. પોલીસના સેંકડો જવાનો રોડ પર બેસી ગયા હતા અને તેમણે કહ્યુ હતુ કે, જો ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશવુ હોય તો અમારા પરથી ટ્રેકટર ચઢાવીને જતા રહો આ જોઈને એક તબક્કે ખેડૂતો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા,આમ પોલીસે રસ્તા પર બેસીને ખેડૂતોનો રસ્તો બ્લોક કર્યો હતો.