ગાંધીનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નાઝાભાઈ ધાંધર દ્વારા શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ માટે મહત્તમ ફાળો એવો ૧ લાખ રૂપિયાનો ચેક શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ માટે સમિતિના અધ્યક્ષ અશોકભાઈ પટેલ, જિલ્લા સંચાલક, હર્ષદભાઈ પટેલ, જિલ્લા મંત્રી નવીનભાઈને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ત્યારે નાઝાભઆઈ પોતે ગુજરાતના એવા ડેપ્યુટી મેયર છે જે આજ દિન સુધી સરકારી વાહન તેમને મળેલ છે તેનો ઉપયોગ કર્યો નથી અને પગાર ભથ્થુ પણ લેતા નથી. અપના હાથ બલવાન હોય તેમ હરહંમેશ સેવાની ભાવનાથી આપવામાં પહેલી આંગળી ઊંચી રાખે છે. ત્યારે તેમનો પગાર ભથ્થા પણ સરકારી શાળાઓના બાળકો જે વિદ્યાર્થીનીઓ છે તેમના ભણતરમાં વપરાય છે. સમુહ લગ્ન હોય તો સમુહ લગ્નને વધુ પ્રાધાન્ય આપનારા આ ડેપ્યુટી મેયરનું કહેવું છે કે લગ્નમાં મોટા ખર્ચા કરતાં સમુહ લગ્નમાં તમામ સવલતો મળી રહે અને કન્યાને ઘરે ચીજવસ્તુઓ જાય તે વિશેષ છે. ૨ વર્ષથી ડેપ્યુટી મેયર પદે શોભાવતા નાઝાભાઈનું સરકારી વાહન સે.૨૨ ખાતે ધૂળ ખાઈ રહ્યું છે ત્યારે પેટ્રોલ, ડીઝલનો બચાવ સાથે ડ્રાઈવર પણ પોતાના સ્વ ખર્ચે રાખીને મનપા ઉપર ભારણ ન વધે તે હેતુ છે તેમના કાર્યાલયે હાજર હોય એટલે ભીડ એકઠી થયેલી જ હોય છે. ગુજરાતમાં આજ દિન સુધી ડેપ્યુટી મેયર પદે કોઈ પગાર ભથ્થા સરકારી વાહનનનો ઉપયોગ ન કરતોહ હોય તેવો કોઈ નામ ચર્ચામાં નથી ત્યારે પ્રજાના ટેક્સના નાણાં અને પ્રજાના પરસેવાની કમાણીનો કમાણીનો સદઉપયોગ થાય તેવા વિચારશીલ વ્યક્ત આજે પણ હિન્દુત્વની દરેક માતૃસંખ્યામાં જે જરૂરીયાત હોય તો પ્રથમ ફાળો આપવામાં ઉદાર હાથે ભામાશા બનેલા છે.