બેંકમાં ફોડની તપાસ અને પોલીસ ફરિયાદ ઉપરાંત તાત્કાલિક બેજવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવા સંસ્કાર પેનલની શરત હોવાનો સંકેતઃ લાખો સભાસદોની નજર
રાજકોટ
ગુજરાત અને દેશમાં પ્રતિષ્ઠા ધરાવતી રાજકોટ નાગરિક સહકારી બેંકમાં ચૂંટણી સમયે જ સર્જાયેલા વિવાદમાં હવે તા. ૧૭ના રોજ યોજાનારા મતદાન પૂર્વે બેંકની સત્તાવાર (સંઘ અને ભાજપની) સહકાર પેનલ સામે હવે કલ્પકભાઈ મણિયાર પ્રેરીત સંસ્કાર પેનલ મૈદાનમાં ઉતરે તેવી શક્યતા છે અને આજે ઉમેદવારી માટે અંતિમ દિવસ છે. તે સમયે હવે આ પેનલ ખરેખર કે આ લડાઈ સત્તા માટેની નથી. પરંતુ બેંકમાં ફ્રોડ અંગે અમે જે આધાર પુરાવા રજુ કર્યા છે તેના આધારે તપાસ કરવી જોઈએ અને આગામી દિવસોમાં તેમાં જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ. બીજી તરફ ચૂંટણી ટાળવા માટે હવે ભન્ને તરફ શુભેચ્છા ધરાવતા અગ્રણીઓએ પ્રયાસ શરૂ કર્યા છે જેમાં ડો. ડી.કે. શાહ ઉપરાંત ડો. વલ્લભભાઈ કથીરીયા અને વિશ્નવહિન્દુ પરિષદના શાંતુભાઈ રૂપારેલીયા સહિતના અગ્રણીઓએ પ્રયાસો શરૂ કર્યા છે.
સંસ્કાર પેનલના સુત્રોએ જણાવ્યું હતું કે અમારી વાત અત્યંત સ્પષ્ટ છે. બેંકમાં ફ્રોડ થયા છે અને તેમાં પોલીસ ફરીયાદ દાખલ થવી જોઈએ એટલું જ નહીં જવાબદાર અધિકારીઓ ઓળખાયા છે અને તેઓ સસ્પેન્ડ થવા જોઈએ. બીજી તરફ બેંકના પદાધિકારીઓ એ વાતને વળગી રહ્યા છે કે કોઈ ફ્રોડ થયા નથી. આમ હવે આવતીકાલે સંસ્કાર પેનલ ઉમેદવારી કરે છે કે કેમ? અને કેટલા ઉમેદવારો મેદાનમાં ઉતારાશે તેના પર નજર છે બીજી તરફ દિલ્હીથી હવે દબાણ આવે તેવા સંકેત છે તો ઍક ચર્ચામાં એ પણ ઓફર થઈ છે કે સંસ્કાર પેનલના કેટલાક ઉમેદવારોને સત્તાવાર પેનલમાં સમાવી લેવાય જોકે તેને કોઈ સતાવાર સમર્થન મળ્યું નથી.
ગુજરાત અને દેશમાં પ્રતિષ્ઠા ધરાવતી રાજકોટ નાગરિક સહકારી બેંકમાં ચૂંટણી સમયે જ સર્જાયેલા વિવાદમાં હવે તા. ૧૭ના રોજ યોજાનારા મતદાન પૂર્વે બેંકની સત્તાવાર (સંઘ અને ભાજપની) સહકાર પેનલ સામે હવે કલ્પકભાઈ મણિયાર પ્રેરીત સંસ્કાર પેનલ મૈદાનમાં ઉતરે તેવી શક્યતા છે અને ચૂંટણીજંગમાં ઝંપલાવે છે અને ૨૧ ડિરેકટરોની પેનલ બને છે કે એકાદ ડઝન ઉમેદવારો મેદાનમાં ઉતરશે તે અંગે ચર્ચા છે. આ અંગે ગઈકાલે બેંકના ચેરમેન સહિતના પદાધિકારીઓએ જે રીતે મીડિયા સમક્ષ નિવેદન આપ્યા તેને પડકારતા સંસ્કાર પેનલના સુત્રોએ જણાવ્યું હતું