જીવિત સી.સીટીઝન પેન્શન લેવા જતાં રેકોડમાં મૃત્યુ બતાયા

Spread the love

ઉત્તર પ્રદેશના બદાયુ જિલ્લામાં હુસૈન પુર કરૌતિયા નામના ગામમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીંના 7 વૃદ્ધ વ્યક્તિ જે જિવિત છે, તેમને મૃત ઘોષિત કરી દેવામાં આવ્યાં. ચોંકાવનારી વાત તો એ છે કે આ લોકોને આ વિશે જાણ જ ન હતી. સાતેય વ્યક્તિને વૃદ્ધાવસ્થાનું પેન્શન મળે છે. આ લોકો પોતાનું પેન્શન લેવા માટે બેન્ક ગયા, ત્યારે તેમને જાણ થઇ કે તેમના એકાઉન્ટમાં પૈસા જ નથી આવ્યા. સમાજ કલ્યાણ વિભાગ તેમનુ પેન્શન મોકલતુ હતુ. પરંતુ આ ખતે તેમના બેન્ક એકાઉન્ટમાં વિભાગે રૂપિયા નથી મોકલ્યા. તે બાદ આ સાતેય લોકો ગામના પૂર્વ પ્રધાન શહંશાહ આલમ પાસે પહોંચ્યા.

આલમે જ્યારે તપાસ કરી, તો જાણવા મળ્યું કે કાગળ પર આ સાતેય મૃત ઘોષિત કરવામાં આવ્યાં છે. ગ્રામ પંચાયત સચિવની બેદરકારીના કારણે આવું થયુ. તે પછી આલમ આ સાતેય વૃદ્ધોને લઇને ડીએમ દિનેશ કુમાર સિંહ પાસે પહોંચ્યા અને આ ઘટના વિશે જણાવ્યુ. ડીએમે કહ્યું કે તેઓ આ અંગે તપાસ કરાવશે. સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓની પણ પૂછપરછ કરશે. તેમણે ગ્રામ પંચાયત સચિવ પર સખત કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. સાથે જ કહ્યું કે જે પણ ગરબડ થઇ છે તેને સુધારવામાં આવશે અને આ સાતેય લોકોને તેમનું પેન્શન ફરીથી મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com