રાજ્યમાં જાલીનોટો પણ ઘણીજ 5 વર્ષમાં પકડાઈ છે. ત્યારે સરકાર ધ્વારા કડક કાયદાઓ હોવા છતાં લોકો સુધરતા નથી, ત્યારે મંદિરના એક સ્વામિની પણ સંડોવણી બહાર આવી હતી. ત્યારે આ કેસમાં વિગત વાર જોઈએ તો ભાવનગર ખાતે 2015માં ડુપ્લીકેટ નોટ પકડાવવાના મામલે મામલે ભાવનગર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ સેસન્સ જજ આર.ટી. વચ્છરાએ મહત્વનો ચુકાદો આપ્યો છે. વર્ષ 2015માં સ્વામિનારાયણ મંદિર (Swaminarayan Temple)ના સ્વામી દ્વારા નકલી નોટના કારખાનાથી ભારે ખળભળાટ મચી ગયો હતો. ઢસાના સ્વામિનારાયણ મંદિરના સ્વામીએ નકલી નોટો છાપીને આખા દેશના અનેક શહેરોમાં પહોંચાડવામાં આવી હોવાને કારણે કરોડો રૂપિયાની નકલી નોટો ચલણમાં ફરી રહી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે હવે આ કેસમાં ભાવનગર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ સેસન્સ જજે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. ભાવનગર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ સેસન્સ જજ આરટી વચ્છરાએ ઢસા સ્વામિનારાયણ મંદિરના સંત અક્ષરપ્રતાપદાસજી સહિત 3 લોકોને 10-10 વર્ષની સજા ફટકારી છે. ત્યાં જ મુખ્ય આરોપી ભુપત ઝાપડીયાને આજીવન સજા ફટકારી છે. ભાવનગર શહેરના ભરતનગરના જીએમડીસી નવા કવાર્ટર પાસેથી બે લાખની નકલી નોટના મુદ્દામાલ સાથે પોલીસે પાંચ શખ્શની ધરપકડ કરી હતી. ઢસા જંકશન સ્વામિનારાયણ મંદિરના સ્વામી અક્ષરપ્રકાશદાસજી ગુરુ સ્વામી ધર્મવિહારીદાસજી, દેસાઈનગરમાં રહેતા શખ્શની ધરપકડ કરી હતી. ગુરુ સ્વામી ધર્મવિહારીદાસજીએ અસલી રૂ. દોઢ લાખ આપીને રૂ. ૩ લાખની નકલી નોટો લીધી હતી. જેમાંથી એક લાખ પરત કર્યા હતા અને 1 લાખની નકલી નોટો સળગાવી દીધી હતી.