ખેડૂતોએ બ્યુંગલ વગાડ્યું – હરીયાણા, ઉત્તરપ્રદેશ, પંજાબની ખાપ પંચાયતોનો નિર્ણય, BJP, JJP  નેતાઓના બહિષ્કાર કરાશે

Spread the love

Missing model - Frontline

26મી જાન્યુઆરીના રોજ ખેડૂતરેલી, (ટ્રેક્ટર રેલી)ના કારણે જે ધરનાઓએ આકાર લીધો ત્યારબાદ કિસાન નેતા રાકેશ ટીકૈતનો ભાવુક વિડિયો સામે આવતા ખેડૂતોની રેલીમાં ખાચરો પડ્યો હોય અને ખેડૂતોનું આંદોલન નરમ પડ્યું હોય તેવું લાગતું હતું. ત્યારે રાકેશ ટીકૈતનો ભાવુક વિડીયો બાદ પંજાબ, હરિયાણા, અને પશ્ચિમ ઉત્તરપ્રદેશની ખાપ પંચાયતોમાં સરકાર વિરોધી આકરો નિર્ણય લીધો છે. જે મુજબ ભાજપ અને જનનાયક જનતા પાર્ટીના નેતાઓનો બહિષ્કાર કરવામાં આવશે અને ગામમાં પ્રવેશનાર આ પાર્ટીના નેતાઓના કપડાં ફાડી નાખવા ચીમકી અપાઇ છે, તેમજ ગામના દરેક પરિવારમાંથી એક સભ્ય કિશાન આંદોલનમાં મોકલવા નિર્ણય લેવાયો છે.

હવે ખેડૂત આંદોલનને આગળ વધારવા માંગી રહ્યાં છે. ચરખી દાદરીમાં ખાપ પંચાયતે આ અંગે કડક વલણ અપનાવ્યું છે. ખાપે નિર્ણય લીધો છે કે, ગામના દરેક પરિવારનો એક વ્યક્તિ ત્રણ દિવસ માટે દિલ્હી બોર્ડર પર ધરણા પ્રદર્શનમાં સામેલ થશે.

આવું ના કરવા પર પરિવાર પર ખાપ દંડ લગાવશે સર્વજાતિય પંચાયતે નિર્ણય લીધો છે કે, બધા જ ગામોમાં બીજેપી અને જેપી નેતાઓને ચૂસવા દેવામાં આવશે નહીં. અહીં ઉલ્લેખનીય છે કે, આ બન્ને પાર્ટીની ગઠબંધન વાળી સરકાર હરિયાણામાં સત્તા પર છે. ખાપના એક નેતાએ જણાવ્યું કે, ખેડૂત મળીને આંદોલનને મજબૂત કરવાનું કામ કરશે. ગામવાળાઓએ કમર કસી લીધી છે અને હવે પીછેહદ કરવાના નથી. ખાપના પ્રધાન દલબીર ખેડી મંસાનિયાની અધ્યક્ષતામાં ખાપના ચબૂતરા પર થયેલી બેઠકમાં ગણતંત્ર દિવસ પર લાલ કિલા પરિસરમાં થયેલી ધટનાની તપાસ ઉચ્ચતમ ન્યાયાલના કોઈ સેવાનિવૃત્ત ન્યાયાધીશ પાસે કરાવવાની માંગ કરી છે. અને ખેડૂતો પર નોંધાયેલા કેસોને રદ કરવા તેમજ દિલ્હી પોલીસ દ્વારા પકડવામાં આવેલા ટ્રેક્ટરોને છોડવાની માંગ પણ કરવામાં આવી છે. સરકાર ખેડૂતોના આદોલનને બદનામ કરાવવા માંગે છે તેવો આરોપ પણ લગાવ્યો છે. ખાપ પ્રધાન મંસાનિયાએ કહ્યું કે, ખેડૂત શાંતિપૂર્વક રીતે પોતાના હક માટે માંગને લઈને ધરણા આપી રહ્યાં છે અને બધા લોકો ખેડૂત નેતા રાકેશ ટિકત સાથે છે જ્યારે કરસિંધુ ગામમાં થયેલી એક બેઠકમાં લોકોએ વધારેમાં વધારે ટ્રેક્ટર લઈને દિલ્હી બોડર પહોંચવાનો નિર્ણય લીધો કાકડોદ ગામમાં થયેલી પંચાયતમાં નિર્ણય લેવાયો કે, 30 જાન્યુઆરીએ જિલ્લાની ખાપ-પંચાયતોની બેઠક બોલાવવામાં આવેલી છે. ખેડૂત આંદોલનને મજબૂતી આપવા નક્કી કરાયું છે. દિલ્હી બોર્ડર પર કૃષિ કાયદા સામે ખેડૂતોનું પ્રદર્શન ચાલુ છે. ખેડૂત આગેવાન રાકેશ ટીકેત રડી પડ્યા બાદ ખેડૂત આંદોલને ફરી એક વખત જોર પકડ્યું છે. પશ્ચિમ યુપી અને હરિયાણાના જુદા જુદા ભાગોના ખેડૂતોએ ગાજીપુર બોર્ડર સુધી પહોંચવાનું શરૂ કર્યું છે તે જ સમયે, ગાજીપુર બોડર બંને બાજુથી બંધ કરવામાં આવી છે, ગાઝીપુર બોર્ડર પર ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટીકતે સ્પષ્ટ કર્યું છે કે ખેડૂત આદોલન ચાલુ રહેશે. કોઈ તાકાત આંદોલનને ડગમગાવી શકે નહી અમને શાંતિ જોઈએ છે અને શાંતિથી આંદોલન કરીશું. જ્યાં સુધી ખેડૂતોની માંગ નહી સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com