અમદાવાદ
આજના યુગમાં પરણ્યા પહેલા ફરે, જાણે, પછી નક્કી કરે, તો પણ લગ્ન ફોક જતા હોય છે, ત્યારે સરકાર દ્વારા મહિલાઓના રક્ષણ માટે અનેક કાયદાઓ તૈયાર કર્યા છે, અને મહિલાઓને ન્યાય મળે તે ઉદેશથી અનેક આયોગ પણ બનાવવામાં આવ્યા છે, ત્યારે ઘણીવાર મહિલાઓ દ્વારા કાયદાનો દુરુપયોગ પણ થતો જોવા મળે છે, આજે મહિલાને તગડી ખોરાક બાંધી દે તો શું કામ પછી લગ્ન બીજા કરે? શું કામ ઘર બાંધે, શું કામ ઘરના સભ્યો મહિલાનું ઘર જોડાવા પ્રયત્ન કરે? મોટી તગડી આવી ખોરાકી મળતી હોય તો શું કામ પ્રયત્ન કરવો જોઈએ? ત્યારે ન્યાયતંત્ર દ્વારા મહિલાને જે હકો આપ્યા છે, તેમાં ખાધા ખોરાકી 125 કહી શકાય, પણ પતિદેવની આવક જ એટલી ના હોય અને પોતે સારી એવી જોબ કે હોદ્દો ધરાવતી હોય અને પોતાનો ખર્ચ મહિને લાખોમાં ગણીને કોર્ટમાં રજૂઆત કરે તે કેટલા અંશે વ્યાજબી ગણાય, ત્યારે આવો જ એક કિસ્સો બનવા પામેલ જેમાં મહિલા દ્વારા માંગેલ ભરણપોષણની અરજી રદ કરી છે,
પ્રાપ્ત વિગતોનું સાર સુરત નિવાસી પતિ સામે અમદાવાદમાં રહેતી તેની પત્નીએ ફક્ત ત્રણ મહિનાના લગ્ન જીવન તોડીને પોતાનો માસિક ખર્ચ 1,38,000 જેટલો છે તેવી રજૂઆત સાથે નામદાર કોર્ટમાં અરજી કરી હતી. ત્યારે અમદાવાદમાં રહેતી સીએ થયેલી પત્નીએ સુરત મુકામે લગ્ન બાદ ત્રણ મહિનામાં પિયર આવ્યા બાદ પતિ સામે ફેમિલી કોર્ટમાં અરજી કરતાં કોર્ટ સમક્ષ 1,38,000 જેટલી ખોરાકની માંગ કરેલ અને હાલમાં પોતે પિયરમાં ઓશીયાળી જિંદગી જીવે છે તેણીનો એકલીનો માસિક ખર્ચ 1,38,000 છે હાલ ખર્ચ તેના પિતા પૂરો પાડી રહ્યા છે
વધુમાં આ કેસમાં વકીલ તરીકે નરેન્દ્ર દડવી એ કોર્ટમાં હાજર રહી ઉગ્ર રજૂઆત અને ઉલટફેર તપાસમાં જણાવેલ કે પિતાજીની માસિક આવક જ 35,000 છે અને મહિલા એ કબુલ કરેલ જે માસિક આવક ધરાવતા પિતા 35,000 ની સામે 1,38,000 ખર્ચ કઈ રીતે કરી શકે? જે કેસ પાંચ વર્ષથી ચાલતો હતો તેમાં લાંબી લડતના અંતે એડવોકેટ દ્વારા જણાવેલ કે સીએ થયેલ પત્ની ચોક્કસપણે પિતાની આવક સામે એક લાખ ૩૮ હજાર ખર્ચ કઈ રીતે આપે છે તે પ્રસ્થાપિત કરી શકી નહીં અને જવાબ ન આપી શકતા કોર્ટ દ્વારા અરજદારની વચગાળાની ખોરાકીની અરજી રદ કરવામાં આવી હતી
આજે સરકાર દ્વારા જે મહિલાઓના રક્ષણ માટે કાયદા બનાવ્યા છે તેનો દુરુપયોગ થતો હોવાનો ઘટસ્ફોટ અગાઉ અનેક મંડળો દ્વારા કરવામાં આવ્યો છે, અમદાવાદમાં દશરથ દેવડા દ્વારા પત્ની પીડિત સંઘ ચાલે છે જેમાં હજારો લોકો આ મંડળમાં જોડાયા છે, આજે અનેક કુટુંબો દીકરીને ખોરાકી તગડી મળે તો ઘર બંધાવા કોઈ પ્રયત્ન કરતા નથી
આજે મોટાભાગની ફેમિલી કોર્ટ કોઈનું ઘર બંધાય લગ્ન તૂટે નહીં તેનો હર હંમેશા પ્રયત્ન હોય છે ત્યારે મોટી ખોરાકી ના જો ઓર્ડર થાય તો તેમાં પણ મહિલા ઘર બાંધવા તૈયાર થતી નથી. પતિની આવક પણ જોવામાં આવે તે જરૂરી છે