શહેરમાં અત્યારે ચોરી લૂંટના બનાવો બને છે તેમાં સૌથી વધારે આરોપીઓ ઝૂંપડપટ્ટી માંથી ઝબ્બે થાય છે ,શહેરમાં ચોરીનો ઉપદ્રવ અને ગંદકીથી લઈને તમામ સમસ્યાઓના નિરાકરણ માટે ફેન્સીંગ નગરપાલિકાએ નગરસેવકની ગ્રાન્ટથી કરેલ, જે ઝુંપડપટ્ટીઓ થી લઈને અમુક રહીશો દ્વારા ફેન્સિંગ તોડી નાખવાની ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે શહેરમાં ખુલ્લી અને વૃક્ષારોપણ કરેલી જમીનોની સુરક્ષા માટે લગાવવામાં આવેલી ફેન્સીંગને અનેક સ્થળોએ તોડી નાંખવામાં આવી છે. જેમાં દબાણો ઉભા થઈ ગયા છે.
પરંતુ સેક્ટર-૭સીમાં વારંવાર ફેન્સીંગ તોડી નાંખવામાં આવતી હોવાના બનાવ બનતાં આ મામલે ફેન્સીંગ તોડી નાંખનારા અજાણ્યા શખ્સો સામે કાર્યવાહી કરવા માટે સ્થાનિક કોર્પોરેટર દ્વારા સેક્ટર-૭ પોલિસ સ્ટેશનના પીઆઈને પત્ર લખ્યો છે. વોર્ડ નં. ૧૦ના કોર્પોરેટર મહેન્દ્ર પટેલ- દાસે લખેલા પત્રમાં જણાવ્યું છે કે સેક્ટર- ૭સી આંબાવાડીયામાં ખુલ્લી જગ્યા છે તે જગ્યામાં ઝુંપડપટ્ટી તથા લારી ગલ્લાઓ દ્વારા દબાણ ઊભું થતું હોય છે, તે જગ્યામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. વૃક્ષોના જતન માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ફેન્સીંગ કરવામાં આવી છે.
આ ફેન્સીંગને અજાણ્યા શખ્શો દ્વારા વારંવાર તોડી નાખવામાં આવે છે. જેથી ત્યાં પશુઓ તથા છાપરામાં વસતા લોકો દ્વારા વાવેલા વૃક્ષોને નુકસાન પહોંચાડાય છે. મહાનગરપાલિકા દ્વારા વારંવાર ત્રણથી ચાર વખત ફેન્સીંગ રીપેર કરવામાં આવી છે. તેમ છતાં ફેન્સીંગ તોડી નંખાતા હવે ના છૂટકે આ પત્ર લખવાની ??? પડી છે. આ ફેન્સીંગ તોડનારને ઝડપી લેવામાં આવે અને તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
કરોડોની મહામૂલી જમીનમાં હજુ પણ ઝુંપડપટ્ટીઓનો વ્યાપ ઘટવાની બદલે વધી રહ્યો છે ચોરીનો ઉપદ્રવ અને ચોરી કરનારાઓ માટે આશ્રય સ્થાન બન્યું છે મોટાભાગની જંગલ ખાતાની જગ્યાઓમાં ફેન્સીંગ થઈ ત્યાં લોકોએ તોડફોડ કરીને ઘુસી જતા નગરસેવકે ફરિયાદ કરી છે, ત્યારે સૌ પ્રથમવાર નગરસેવકે ફરિયાદ કરી હોવાનું સામે આવ્યું છે