કાંતિકાકા ની શાંતિ માટે ભદ્રસિલાની શીલા જેટલું સેવાકીય દાન, gj 18 નો ઇતિહાસ સર્જ્યો
Gj 18 ના ભાજપના પૂર્વ એવી મહિલા કાર્યકર ભદ્રસીલાબેન ત્રિવેદીના સ્વ. પતિદેવ એવા કાંતિભાઈ ત્રિવેદીના અવસાન બાદ પતિના પેન્શન અને જે બચત હોય તેમાંથી 15 જેટલી શહીદ મહિલાઓને એક લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો ત્યારે 15 જેટલી મહિલાઓમાં ઘણી મહિલાઓ આજે પણ ભાડે મકાનમાં રહે છે ત્યારે ભદ્રશીલાબેન ના પતિ એવા સ્વર્ગસ્થ કાંતિ કાકા હાલ હયાત નથી ત્યારે પોતે કહેતા હતા કે જવાનો શહીદ થઈ જાય ત્યારે તેના પરિવારનું શું થતું હશે? આવી અનેકવાર ચિંતા કરતા અને કાંતીકાકા એ દરેક જાત્રા અને યાત્રાઓ પૂર્ણ કરી હતી ત્યારે પતિદેવની જે ઈચ્છા હતી તે ઇચ્છાને પૂર્ણ કરવા ભદ્રસીલાબેને જે પેન્શન અને બચત કરેલી મૂડી હતી તેમાં 15 જેટલી શહીદ જવાનોની પત્નીઓને એક લાખનો ચેક અર્પણ તુલસી વિવાહના દિવસે એટલે કે અગિયારસના દિવસે ધામ ધૂમથી ઉજવીને અર્પણ કર્યો હતો,
આજના યુગમાં પતિદેવ ગમે તેટલી બચત મૂકીને ગયા હોય પણ વાપરવાની જીગર પણ હોવી જોઈએ, મારું મારું કરવામાં ખબર નથી કે અહીંયા જ બધું પડ્યું રહેવાનું છે, ઉપર કશું જ લઈ જવાનું નથી, આ માર્મિક શબ્દ સૌને ખબર છે, પણ સમજે તો ને.., ત્યારે ભદ્રશીલાબેન સમજી ગયા અને જે બચત હતી, તે તમામ શહીદ જવાનોની પત્નીઓને એક લાખના ચેક સાથે અર્પણ કરી હતી, ત્યારે શહીદની વિરાંગના બાદ કાંતીકાકા પાછળ ખર્ચ કરનાર અને તમામ બચત વાપરનાર આ મહિલા પણ વિરાંગનાથી પણ એક સમાજને રાહ બતાવનારી મહિલા કહી શકાય, આજે GJ-18 બન્યું અને તેની ઈંટ મૂક્યા બાદ 45 વર્ષના ગાળામાં આવો પ્રથમ કિસ્સો હશે કે પતિદેવની જે ઈચ્છા હતી તે પૂર્ણ કરવા તમામ બચત પોતે શહીદ જવાનોની પત્નીઓ પાછળ ખર્ચનાર ભદ્રશીલાની સેવાકીય સેવા એવી શીલા ખૂબ જ ઊંચી અને મોટી કહી શકાય
શું હતું? શું લાવ્યા હતા? ભગવાને જે આપ્યું છે અને કાંતિકાકા જે મૂકીને ગયા છે તે કોના માટે? આજની પેઢી સાત પેઢીનું કમાવા દોડી રહી છે અને વચ્ચે પંચર પડી જાય તો મરનાર પાછળ અગરબત્તી કરવામાં પણ નાટક કરતી હોય એક વર્ષ મૃત્યુ બાદ જે મૂકીને ગયા છે તેને કોઈ યાદ પણ કરતું નથી ત્યારે જીજે 18 ની આપણી આ વિરાંગના એવી સેવાભાવી ભદ્રસીલાબેને બચતની રકમ શહીદ જવાનોની મહિલા પાછળ ખર્ચનાર બાઈ તને સેલ્યુટ… સલામ.. સલામ.. gj 18 ના ઇતિહાસમાં સૌ પ્રથમ ઘટના કહી શકાય
ભદ્રશીલાબેન પોતે ભાજપના વર્ષો જૂના કાર્યકર છે ત્યારે કાંતિકાકા જે મૂકીને ગયા છે તે વાપરવા અને સાચી દિશામાં જાય તે માટે કાંતિકાકાની જે ઈચ્છા શહીદ જવાનોની પત્નીને કંઈ આપવું છે, તેમનું શું થતું હશે? ઘર કેમ ચલાવતા હશે? બાળકોની પણ કાંતીકાકા ચિંતા કરતા હતા ત્યારે શહીદ જવાનોની દરેક પત્નીને એક લાખનો ચેક અર્પણ કરનાર ભદ્રસીલાબેન જીજે 18 શહેરમાં જ્યારથી શહેર બન્યું ત્યારથી આજદિન સુધી જે બચત હોય તેમાંથી નાણા વાપરનારી આ મહિલા પ્રથમ કહી શકાય, ભદ્રસિલાની સેવાની શીલા મોટી કહી શકાય
બાઈ તને દિલથી વંદન, આજના યુગમાં નાણા વાપરવા માટે જીગર જોઈએ, ત્યારે પેન્શન અને બચત ના નાણાં વાપરનારી આ મહિલા વિરાંગનાથી પણ કઈ વધારે કહી શકાય,,