સરકાર દ્વારા અનેક કાયદાઓ દારૂ પીવા વાળા તથા વેચવા વાળાઓ માટે બનાવ્યા છે. ત્યારે જેમ સ્પ્રિંગ દબાવો તેમ વધારે ઉછળે તેવો ઘાટ સર્જાયો છે. ત્યારે ભેંસાણના ભાટ અને સુખપર ગામે દેશી દારૂની ભઠ્ઠી-હાટડા ખુલ્લેઆમ ચાલી રહ્યા હોય તેની સામે પોલીસ કંઇ કરી શકતી ન હોય અથવા ગમે તે કારણે આંખ મીચામણ કરતી હોય તેની સામે આ વિસ્તારની મહિલાઓએ પોલીસનું કામ જાતે ઉપાડી લઇ સાત દિવસમાં બીજી રેડ ગઇકાલે કરી હતી ભાટ ગામે ચાર પાંચ દિવસ પહેલા મહિલાઓએ દેશી દારૂ લઇ જતા કેરીયરને પકડી પાડી પોલીસના હવાલે કરી દીધો હતો. ફરી ગઈકાલે ભાટ સુખપુર પાસે એક શમ્સને બાઇક સાથે દેશી દારૂ લઇ જતા પકડી પાડયો હતો અને પોલીસને જાણ કરી મુદ્દામાલ સાથે પોલીસના હવાલે કરી દેતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે.