રાજકોટમાં શેરબજારમાં નુકશાની જતા 28 વર્ષિય યુવકે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

Spread the love

રાજકોટ
રાજકોટ શહેરમાં શેરબજારમાં નુકશાની જતા 28 વર્ષિય યુવકે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. મૃતક યુવકના પરિવારજનો ચોટિલા ગયાં હતાં બાદ ઘરે પરત આવ્યાં ત્યારે યુવકને લટકેલી હાલતમાં જોતાં અરેરાટી મચી જવા પામી હતી. રાજકોટમાં કોઠારિયા સોલવન્ટ બાપા સિતારામ સોસાયટી-2માં રહેતાં અમિતભાઈ મુકેશભાઈ ભટ્ટી (ઉ.વ.28) નામનાં યુવકે ગઈકાલ બપોરના સમયે પોતાના ઘરે સાડી વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પરિવારને જાણ થતાં યુવકને તુરંત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવારમાં ફરજ પરનાં તબીબે મૃત જાહેર કર્યો હતો.

બનાવ અંગે મૃતકના પરિવારે જણાવ્યું હતું કે, ગઈકાલે તેનો પરિવાર ચોટીલા દર્શન કરવા ગયાં હતાં ત્યારે અમિત ચોટીલા આવ્યો ન હતો અને ઘરે જ હતો. ગઈકાલ બપોરના પરિવારજનો ઘરે આવતા યુવક લટકેલી હાલતમાં જોવા મળ્યો હતો. મૃતક યુવક શેર બજારનું કામ કરતો હતો. શેર બજારમાં નુકશાની જતાં યુવકે ગળાફાંસો ખાધો હોવાનું મૃતકના પરિવારજને પોલીસ સમક્ષ જણાવ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને કરતાં આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com