કેનેડામાં ખાલિસ્તાન સમર્થકોએ હવે તમામ હદો વટાવી, ખાલિસ્તાન સમર્થકોએ કેનેડિયનોને ‘ઘૂસણખોર’ કહ્યા

Spread the love

ખાલિસ્તાની સમર્થકો દ્વારા કેનેડાના ધ્વજને બદલે ખાલિસ્તાની ઝંડા પ્રદર્શિત કરવામાં આવ્યા હતા અને કેટલાક વિરોધીઓ ખુલ્લેઆમ નિવેદન આપતા જોવા મળ્યા હતા કે કેનેડામાં તેમને અધિકાર છે. આ વિવાદાસ્પદ ઘટના કેનેડામાં ખાલિસ્તાની ચળવળને લઈને નવી ચર્ચાનું કારણ બની છે, જ્યાં આ આંદોલન પહેલાથી જ સરકાર અને સામાન્ય લોકોમાં ચિંતાનો વિષય બની ગયું છે. કેનેડામાં મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો રહે છે. પરંતુ તેમ છતાં ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તાજેતરના મહિનાઓમાં તણાવપૂર્ણ વળાંક આવ્યો છે.

ખાલિસ્તાન તરફી તત્વોની ગતિવિધિઓને લઈને બંને દેશો વચ્ચે ઊંડા મતભેદો છે. ભારતે કેનેડામાં ખાલિસ્તાની જૂથોની સક્રિયતા સામે વાંધો ઉઠાવ્યો છે, જ્યારે કેનેડાએ આ પ્રવૃત્તિઓને તેની સ્થાનિક નીતિઓ હેઠળ અભિવ્યક્તિની સ્વતંત્રતાના દાયરામાં ગણવામાં આવી છે. પરંતુ હવે આ ખાલિસ્તાન સમર્થકો કેનેડામાં જ તબાહી મચાવી રહ્યા છે. ત્યારે હવે ટ્રુડો શું કરે છે તેના પર સૌની નજર છે. કેનેડામાં ખાલિસ્તાન સમર્થકોએ હવે તમામ હદો વટાવી દીધી છે. ખાલિસ્તાની આતંકવાદીઓ હવે કેનેડાના નાગરિકોને ધમકી આપી રહ્યા છે જેમણે તેમને રહેવા માટે જગ્યા આપી.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક ખાલિસ્તાન સમર્થક કહી રહ્યો છે કે કેનેડા તેમનું છે, ગોરા લોકોએ ઈંગ્લેન્ડ અથવા યુરોપ જવું જોઈએ. આ સાથે ખાલિસ્તાન તરફી લોકોએ સરઘસ કાઢ્યું હતુ. કેમેરાની પાછળથી એક વ્યક્તિ સતત કહી રહ્યો છે કે કેનેડા આપણો દેશ છે. ગોરા લોકો દેશ છોડીન ચાલ્યા જાય. ખાલિસ્તાન સમર્થકોએ કેનેડિયનોને ‘ઘૂસણખોર’ કહ્યા છે. એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર આ વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું, “ખાલિસ્તાની સરે બીસીમાં માર્ચ કરી રહ્યા છે અને દાવો કરી રહ્યા છે કે તેઓ કેનેડાના માલિક છે અને શ્વેત લોકોએ યુરોપ અને ઇઝરાયલ પાછા જવું જોઈએ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com