આવનારા સમયમાં જાયસ્વાલ સમાજના આશીર્વાદ પણ ગુજરાતની પ્રજાને મળશે : ભરતસિંહ સોલંકી
અમદાવાદ
અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી એ જાયસ્વાલ સમાજના પ્રસંગમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપતા જણાવ્યું હતું કે ઓલ ઇન્ડિયા જાયસ્વાલ સમાજ ના અધ્યક્ષ તરીકે મદનલાલ જાયસ્વાલની સમાજ દ્વારા અધ્યક્ષ તરીકેની નિમણૂક ને હું અભિનંદન પાઠવું છું. જાયસવાલ સમાજ સમગ્ર દેશમાં પ્રેરણા સ્ત્રોત છે જે સામાન્યમાંથી કેવી રીતે સર્જન કરીને ભવિષ્યમાં વિકાસ, પ્રગતિ અને સન્માનને લાયક લોકોને બનાવી શકાય અને પોતાનામાં રહેલી જે શક્તિઓ છે એને દયા, કરુણા અને પ્રેમ દ્વારા લોકોની સેવામાં કેવી રીતે કામ કરી શકે એનું બહુ મોટું ઉદાહરણ જાયસ્વાલ સમાજ છે. મદનલાલ જાયસ્વાલ ને સમગ્ર સમાજ તરફથી અધ્યક્ષ તરીકે સ્વીકારવામાં આવ્યા છે તે આનંદનો વિષય છે. અમદાવાદ માટે આ એક ગૌરવપૂર્ણ ઘટના છે. આવનારા સમયમાં જાયસ્વાલ સમાજના આશીર્વાદ પણ ગુજરાતની પ્રજાને મળશે તેવી મને આશા છે.
અખિલ ભારતીય જયસ્વાલ મહાસભાનું 9મું સામાન્ય અધિવેશન અને નવા ચૂંટાયેલા રાષ્ટ્રીય અધ્યક્ષ મદનલાલ જાયસ્વાલ નો શપથ ગ્રહણ સમારોહ આજે યોજાયો હતો.નવા ચૂંટાયેલા રાષ્ટ્રીય અધ્યક્ષ મદનલાલ જાયસ્વાલે જણાવ્યું હતું કે અમારા સમાજના દરેક સ્કૂલના બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપવાનું કામ કર્યું છે. નાના ચિલોડામાં અંદર અમે 20 કરોડના ખર્ચે સમાજ ભવન બનાવ્યું એ સૌથી મોટી વાત છે. અમારા સમાજની અંદર જનજાગૃતિ લાવવાનો સૌથી મોટો ધ્યેય છે. બાળકોને ભણવાની સુવિધા આપવામાં આવે એ જ અમારો ધ્યેય છે. સમાજમાં દરેક પાર્ટીમાં જે કામ કરશે એને આગળ વધારવાનો અમારો હેતુ છે.