વિજેતા ટીમ ઝોનલ રાઉન્ડમાં ભાગ લેશે, જે 3 ડિસેમ્બર, 2024 યોજાશે. રાષ્ટ્રીય ફાઇનલ 06 ડિસેમ્બર 2024માં મુંબઇ ખાતે યોજાશે
ભારતીય રિઝર્વ બેન્કના અમદાવાદના ક્ષેત્રીય નિર્દેશક રાજેશ કુમાર
ફોર્મલ બેન્કિંગ સેન્ટર સાથે જોડવું મહત્વનું છે એ અમારો મુખ્ય ધ્યેય,ગવર્નરને છેલ્લા બે વર્ષોમાં સતત દુનિયાના સૌથી બેસ્ટ સેન્ટ્રલ બેન્કનો એવોર્ડ પણ મળ્યો :રાજેશકુમાર
અમદાવાદ
ભારતીય રિઝર્વ બૅન્ક દ્વારા રાષ્ટ્રવ્યાપી આરબીઆઈ90ક્વિઝ સાથે 90મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી.પ્રશ્નોત્તરીની રાજ્ય સ્તરીય હરિફાઈ આજે સવારે 11.30 કલાકે હોટલ હયાત રિજન્સી, અમદાવાદ ખાતે, બાદમાં બપોરે 1.30 કલાકે પુરસ્કાર વિતરણ સમારંભ યોજાયો હતો.આ સીમાચિહ્નને યાદગાર બનાવવા માટે સમગ્ર વર્ષ દરમિયાન યોજાનાર શ્રેણીબદ્ધ કાર્યક્રમોના ભાગરૂપે, રિઝર્વ બૅન્ક દ્વારા આરબીઆઈ90ક્વિઝ શરૂ કરવામાં આવી છે.
ભારતીય રિઝર્વ બેન્કના અમદાવાદના ક્ષેત્રીય નિર્દેશક રાજેશ કુમારે જણાવ્યું હતું કે ભારતીય રિઝર્વ બેંક આ વર્ષે પોતાની 90મી વર્ષગાંઠ મનાવી રહ્યું છે. RBI@90 અંતર્ગત આખા વર્ષ દરમિયાન ચાલી રહેલા ઉત્સવના સમારંભનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી દ્વારા 1 એપ્રિલ, 2024નાં રોજ મુંબઈમાં કરવામાં આવ્યું હતું. આખા વર્ષ દરમિયાન અમે આરબીઆઈની સિદ્ધિઓ અને ઉજવણીનું પ્લાનિંગ કરી રાખ્યું છે. રાજ્યમાં અલગ અલગ જગ્યાએ ટ્રી પ્લાન્ટેશન પણ કરાવી રહ્યા છીએ. બ્લડ ડોનેશન કેમ્પ પણ ગોઠવી રહ્યા છીએ. અમારી ભાવના એ છે કે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે અને બાળકોને સિદ્ધિઓ બતાવી કે આરબીઆઈને દુનિયાની સારા સેન્ટ્રલ બેંકોમાં માનવામાં આવે છે. આપણા ગવર્નરને છેલ્લા બે વર્ષોમાં સતત દુનિયાના સૌથી બેસ્ટ સેન્ટ્રલ બેન્કનો એવોર્ડ પણ મળ્યો છે. ફાઇનાન્સિયલ અવેરનેસ બુકલેટ પણ અમે ગુજરાતીમાં છપાવી રહ્યા છીએ. રાજ્યોમાં અમે સેન્ટરસ્ ઓફ ફાઈનાન્સિયલ લિટ્રેસી ખોલી રાખ્યા છે. ફોર્મલ બેન્કિંગ સેન્ટર સાથે જોડવું મહત્વનું છે એ અમારો મુખ્ય ધ્યેય છે. ફ્રોડ કે છેતરપિંડી સામે લોકોએ જાગ્રત થવું જરૂરી છે. બેંકોની સામે ફરિયાદ માટે અમે છ મહિનામાં એક વખત જાહેરાત પણ કરીએ છીએ અને નિયમ મુજબ એનો ઉકેલ પણ લાવીએ છીએ. કોઈપણ નાગરિક કમ્પ્લેન મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે સીએમએસ દ્વારા ઓનલાઈન ફરિયાદ કરી શકે છે. ગુજરાતમાં દર મહિને અમે અવેરનેસ કેમ્પ પણ કરીએ છીએ.
વધુમાં રાજેશ કુમારે જણાવ્યું હતું કે જે અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રવ્યાપી સામાન્ય જ્ઞાન-આધારિત ક્વિઝ સ્પર્ધા છે.આરબીઆઈ90ક્વિઝ એક ટીમ-આધારિત સ્પર્ધા છે, જેનું આયોજન પાંચ તબક્કામાં કરવામાં આવ્યું છે. ઓનલાઈન તબક્કાના પ્રદર્શનના આધારે, રાજ્ય કક્ષાના રાઉન્ડમાં ભાગ લેવા માટે કોલેજની ટીમોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં 166 વિદ્યાર્થીઓ (83 ટીમો) એ ભાગ લીધો હતો.વિજેતા બનેલી ટીમમાં પ્રથમ સ્થાને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગરના વિદ્યાર્થીઓ શ્રી પ્રજ્વલ અને સુશ્રી કાવ્યા, ત્યારબાદ ડીએઆઈઆઈસીટી, ગાંધીનગર અને ન્યૂ એલજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, અમદાવાદની ટીમ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહી હતી. ટોચની ત્રણ ટીમોને અનુક્રમે ₹2 લાખ, ₹1.5 લાખ અને ₹1 લાખ ઇનામ સ્વરૂપે આપવામાં આવ્યા.આ વિજેતા ટીમ ઝોનલ રાઉન્ડમાં ભાગ લેશે, જે 3 ડિસેમ્બર, 2024 યોજાશે. રાષ્ટ્રીય ફાઇનલ 06 ડિસેમ્બર 2024માં મુંબઇ ખાતે યોજાશે.
આ મહત્વપૂર્ણ પ્રસંગને ચિહ્નિત કરવા માટે દેશભરમાં RBI દ્વારા વિભિન્ન કાર્યક્રમોની એક શ્રેણી આયોજિત કરવામાં આવી રહી છે.આ અંતર્ગત બેંકના 90મા વર્ષના સ્મરણોત્સવના ભાગરુપે વિભિન્ન સ્તરે આકર્ષક પુરસ્કારોની સાથે તમામ વિષયોમાં સ્નાતક પાઠ્યક્રમના કોલેજના છાત્રો માટે એક રાષ્ટ્રસ્તરની પ્રશ્નોત્તરીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સ્તરે રાઉન્ડ માટે ટીમોને શોર્ટલિસ્ટ કરવા માટે 19થી 21 સપ્ટેમ્બર, 2024 દરમિયાન દેશભરમાં ક્વિઝનું એક ઓનલાઈન રાઉન્ડ આયોજિત કરાયું હતું. જેમાં દેશભરની વિભિન્ન કોલેજોના કુલ 1,58,206 છાત્રોએ ભાગ લીધો હતો.આ સંબંધમાં ઓનલાઈન રાઉન્ડમાં તેમના પ્રદર્શનના આધારે, ગુજરાત તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ જેમ કે દાદરા અને નગરહવેલી, દમણ, દીવની ટોચની 90 ટીમોની રાજ્ય સ્તરીય રાઉન્ડમાં ભાગ લેવા માટે પસંદ કરાઈ છે.