સરકારી જિલ્લા ગ્રંથાલય, સેક્ટર-૨૧ ગાંધીનગરમાં રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણીના ભાગરૂપે તા. ૧૭/૧૧/૨૦૨૪ ના રોજ સવારે ૯:૩૦ કલાકે પુસ્તક પ્રદર્શન ગાંધીનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી નટુજી ઠાકોર ધ્વારા ખુલ્લુ મૂકવામાં આવ્યું. અને આ પ્રદર્શનનો લાભ ગાંધીનગર ની વાંચનપ્રેમી જનતાએ ખૂબ બહોળા પ્રમાણમાં લીધો. તદ્ ઉપરાંત તા:૧૭/૧૧/૨૦૨૪ ના રોજ GPSC-1/2 અને વર્ગ-૩ ની સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતી અને અંગ્રેજી ભાષા કૌશલ્ય વિષયમાં તજજ્ઞ તરીકે પ્રો. ડૉ. બી. સી. રાઠોડ, ડાયરેક્ટર અક્ષર અકાદમી, ગાંધીનગર ધ્વારા વિધાર્થીઓને ખૂબ ઊંડાણ પૂર્વક સમજ અને માર્ગદર્શન પૂરુ પાડડ્યું. વધુર્મા જિલ્લા ગ્રંથાલયના જિલ્લા ગ્રંથપાલ ડૉ. જયરામ દેસાઇએ ગ્રંથાલયની વાંચન સામગ્રીનો ચિતાર રજૂ કરી વિધાર્થીઓને વાંચન પ્રત્યે રૂચિ કેળવવા અને ગ્રંથાલયમર્મા સંગ્રહીત વાંચન સાહિત્ય નો ખૂબ બહોળો ઉપયોગ કરવા અનુરોધ કરેલ.