ગાંધીનગર
ગાંધીનગરના જાણીતા ટયુશન કલાસમાં અભ્યાસ અર્થે વાનમાં આવતી જતી ૧૩ વર્ષીય વિદ્યાર્થિનીને વાનના ચાલકે અશ્લીલ સવાલો પૂછીને અણછાજતું વર્તન કરવામાં આવતાં સેકટર – ૨૧ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગરના સેકટર – ૨૧ પોલીસ મથકની હદ વિસ્તારમાં રહેતી ૧૩ વર્ષની સગીરા જાણીતા ટયુશન કલાકમાં અભ્યાસ અર્થે વાનમાં આવતી જતી હોય છે. દરમ્યાન ટ્યુશન કલાસમાં લેવા મૂકવા માટે આવતો વાનનો ચાલક જીતેન્દ્ર ઉર્ફે જીતુ પ્રજાપતિ એકલતાનો લાભ લઈ સગીરાને અશ્લીલ અટપટા સવાલો પૂછયા કરતો હતો. જેનાં કારલે સગીરા ટયુશન કલાસમાં જવા માટે મુંઝવણ અનુભવી રહી હતી. વાનનાં ચાલક જીતેન્દ્ર પ્રજાપતિની હરકર્તાથી સગીરા ડધાઈ ગયેલી કે કોઈને કશું કહી પણ શકતી ન હતી. અચાનક દીકરીની ગુમસૂમ રહેતા તેની માતાએ કુનેહપૂર્વક દીકરીની પૂછતાંછ કરી હતી. ત્યારે જઈને સગીરાએ જીતેન્દ્ર પ્રજાપતિ (રહે. વાવોલ) ની કરતૂત પોતાની માતા સમક્ષ વર્ણવી હતી.આ સાંભળીને સગીરાની માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જેનાં વિશ્વાસે દીકરીને ટટ્યુશન ક્લાસમાં મોકલવામાં આવતી એજ વાનના ચાલક દ્વારા અશ્લીલ સવાલો પૂછીને પોતાનો મલિન ઈરાદો પાર પાડવાની હરકતો કરવામાં આવતાં માતા પિતા પણ ડધાઈ ગયા હતા. આખરે સગીરાની માતાએ ફરીયાદ આપતાં સેકટર-૨૧ પોલીસે જીતેન્દ્ર પ્રજાપતિ વિરુદ્ધ ગુનો દાખલ તેને ઝડપી લેવા ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.