અમેરિકામાં ઓર્ગેનીક ગાજરથી ફેલાયો વાયરસ, 1 નું મોત અનેક લોકો બિમાર, લોકોને ફેંકી દેવા અથવાતો સ્ટોરમાં પરત કરવાની ચેતવણી આપી

Spread the love

અમેરિકામાં હાલમાં ગાજરના કારણે એક જીવલેણ વાયરસ ફેલાયો છે. ઈ.કોલી નામના વાયરસના કારણે એક વ્યક્તિનું મોત થયું છે અને ઘણા લોકો બીમાર પડ્યા છે. જોકે, હાલમાં તે ગાજરને રિકોલ કરી દેવામાં આવ્યા છે તેમ છતાં લોકોને ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈએ ચેપગ્રસ્ત ગાજરને ખરીદ્યા હોય તો તેને ફેંકી દેવા અથવાતો સ્ટોરમાં પરત કરી દેવા. અમેરિકામાં હાલમાં ઈ.કોલી ઈન્ફેક્શનથી ફફડાટ ફેલાયો છે અને ફેડરલ રેગ્યુલેટર્સે જણાવ્યું હતું કે ઓર્ગેનિક કેરટ્સ એટલે કે ઓર્ગેનિક ગાજર સાથે જોડાયેલા ઈ.કોલીના કારણે એક વ્યક્તિનું મોત થયું છે અને 39 લોકો બીમાર પડ્યા છે. યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને જણાવ્યું હતું કે, ગ્રીમવે ફાર્મ્સ દ્વારા વેચવામાં આવેલા ઓર્ગેનિક કેરટ્સ અને બેબી કેરટ્સની બહુવિધ બ્રાન્ડ્સ સાથે ઈન્ફેક્શન જોડાયેલો હતો. એજન્સીના જણાવ્યા પ્રમાણે પંદર લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં સ્ટોરમાં ઉપલબ્ધ ગાજરને રિકોલ કરવાથી કોઈ ફરક પડવાની શક્યતા નથી પરંતુ ગ્રાહકોના રેફ્રિજરેટર્સ અથવા ફ્રીઝરમાં હોય તેવા ગાજરના કારણે ઈન્ફેક્શન થઈ શકે છે.

કેલિફોર્નિયાના બેકર્સફિલ્ડ સ્થિત ગ્રીમવે ફાર્મ્સએ  એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે તેના બેગ્ડ ઓર્ગેનિક કેરટ્સ અને બેબી કેરટ્સને રિકોલ કર્યા છે. રિકોલ કરવામાં આવેલા આવેલા ઉત્પાદનોમાં ઓર્ગેનિક હોલ કેરટ્સનો સમાવેશ થાય છે. તેની બેગ પર તેની એક્સપાયરી ડેટ લખવામાં નહતી આવી પરંતુ 14 ઓગસ્ટથી 23 ઓક્ટોબર 2024 સુધી રિટેલ સ્ટોર્સ પર તે ગાજર ખરીદી માટે ઉપલબ્ધ હતા. રિકોલમાં ઓર્ગેનિક બેબી કેરટ્સ પણ સામેલ હતા જેના ઉપયોગ મા ટેની શ્રેષ્ઠ તારીખ સપ્ટેમ્બર 11થી નવેમ્બર 12 2024 સુધીની હતી. આ ગાજર વિવિધ નામની બ્રાન્ડ સાથે ઘણા બધા રિટેલર્સ પર વેચવામાં આવ્યા હતા. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા પ્રમાણે આ ગાજરના ચેપની સૌથી વધુ અસર મિનેસોટા, ન્યૂયોર્ક અને વોશિંગ્ટન જેવા રાજ્યોને થઈ છે.સામાન્ય રીતે જે વ્યક્તિ ઈ.કોલીનો ચેપ લાગેલી વસ્તુ ખાય તેના ચાર દિવસ બાદ તેની અસર જોવા મળતી હોય છે. તેના લક્ષણોમાં પેટમાં દુ:ખાવો અને ડાયેરિયા સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com