ગુજરાતના ઊંઝા ખાતે પાટીદાર સમાજની બેઠક મળી હતી. ગણા રાજકીય નેતાઓની હાજરી દેખાતી ન હતી, ત્યારે પાટીદાર સમાજના અગ્રણી એવા નરેશ પટેલે ખળભળાટ નિવેદન આપતા ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે તેમણે જણાવેલ કે, પાટીદાર સમજની ઘણી જગ્યાએ નોંધનથી લેવાતી. રાજકીય અને અધિકારી લેવલે નોંધ નથી લેવાતી. ભવિષ્યમાં સમાજની નોંધ લેવાય તેવા પ્રયાસ કરાશે ગુજરાતના વિકાસમાં પાટીદાર સમાજ કરોડ રજુ સમાજ છે. ગુજરાતમાં પાટીદાર સમાજ જ GDP વધારી શકે. પાટીદાર સમાજમાં સક્ષમ કરતા જરૂરિયાતવાળા લોકો વધુ છે. સરપંચથી સાંસદ પાટીદાર કઇ રીતે બને તેનું ચિંતન જરૂરી છે. સાથે મળીને તમામ પ્રશ્નો હલ કરવા પડશે આજે બેઠકમાં રજૂ કરાયેલા વિચારો પર ચર્ચા કરીશું. બંને સમાજ એક થાય અને એક મંચ પર આવે તેવી આશા છે. ઊંઝા ઉમિયાધામ ખાતે પાટીદાર સમાજની બેઠક યોજાઈ હતી જેમાં ઉમિયાધામના પ્રમુખ મણીભાઈ પટેલનું નિવેદન સામે આવ્યું છે. ઉમિયાધામ અને ખોડલધામ મળતું ભણેલા યુવાનોને નોકરી નથી મળતી. સંગઠનની ગાઠ મજબૂત બનશે ભવિષ્યમાં સારા પરીણામ મળશે, રહેશે તો સમાજ મજબૂત થશે. પાટીદાર સમાજમાં શું ખૂટે તે સમજવા ધણા પ્રયાસ કર્યા છે. પાટીદાર સમાજ પાસે 75 વર્ષ પહેલા કઇ ન હતું. આજે પાટીદાર સમાજ તમામ રીતે પ્રગતિશીલ છે, પાટીદાર સમાજ નવા પરિવર્તન તરફ જઇ રહ્યો છે. પાટીદારમાં રાજકીય સમક્ષ શક્તિનો અભાવ છે, પાટીદાર જ પાટીદારને પડવાની વાત કરે છે તે બદલવું પડશે.