ગાંધીનગરના વકીલને ઠગો એ છેતર્યા, મકાન અપાવવાના બહાને એક લાખનો ચૂનો, બે ઈસમ વિરુદ્ધ ફરિયાદ

Spread the love

 

ગાંધીનગર

ગાંધીનગરના સેકટર – ૧૪ માં ગુજરાત હાઉસીંગ બોર્ડનું મકાન અપાવવાનાં બહાને હાઈકોર્ટના વકીલ સાથે એક લાખ રૂપિયાની છેતરપિંડી આચરનાર બે શખ્સો વિરુદ્ધ ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ગાંધીનગરના સરગાસણ ખાતે રહેતા રજનીકાંત હરેશભાઈ ચૌહાણ ગુજરાત હાઈકોર્ટ ખાતે વકીલાત કરી ગુજરાન ચલાવુ છુ. આજથી ચારેક વર્ષ પહેલા તેઓ સેક્ટર – ૧૪મા આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં બ્લોક નં ૧૫મા મારા માતા-પિતા સાથે રહેતા હતા. એ વખતે આજ બ્લોકમાં રહેતા હેમલ દિલીપભાઈ કૉઢિયા સાથે તેમનો પરીચય થયો હતો. જે ઉધોગ ભવનમાં ઉચાપતના કેસમાં આરોપી હોય તેણે એડવોકેટ તરીકે રજનીકાંતભાઈનો કોન્ટેક્ટ કર્યો હતો. આથી તેના કેસમાં રજનીકાંતભાઈ વકીલ રહ્યા હતા.

આ સમય ગાળા દરમ્યાન હેમલ કોઢિયાએ સેક્ટર- ૧૪ ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલ મકાનની લોનના હપ્તા ભર્યા નહીં હોવાથી બેંક દ્વારા કલેક્ટરના હુકમથી મકાન જપ્ત કરવામાં આવ્યું હતું. તે સમયે ઇંડીયા હોમ લોન લિમીટેડ ફાયનાન્સ કંપનીના કર્મચારી રાહુલ લેઉઆએ મકાન ખરીદવાની ઓફર કરવામાં આવી હતી. જેથી રજનીકાંતભાઈએ ૩૦ લાખમાં મકાન ખરીદવાનું નક્કી કર્યું હતું. જે પેટે ૨૪ લાખ ચુકવી દેવાઈ હતી. અને બાકીની રકમ હેમલ કૉઢિયા દ્વારા નક્કી કરાઈ હતી. બાદમાં તેમણે ૨૭ જુન ૨૦૨૪ ના રોજ રાહુલ લેઉઆને બાના પેટે ૭૦ હજાર ઓનલાઈન ટ્રાન્સ્કર કર્યા હતા. અને ત્રીસ હજાર રોકડા આપ્યા હતા.આ ઉપરાંત તેમણે બે ચેક પણ આપ્યા હતા. પરંતુ આજદિન સુધી હેમલ અને રાહુલે મકાન આપવાની કોઈ દરકાર કરી ન હતી. તેમજ કોઈ સંતોષકારક જવાબ નહીં આપી થાય એ કરી લેવા કહ્યું હતું. જેનાં પગલે રજનીકાંત ભાઈએ ફરિયાદ આપતા ઈન્ફોસિટી પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com