મહારાષ્ટ્રની જનતાએ “એક હે તો સેફ હે” ના નારાને મનમાં રાખી મહાયુતી અને ભાજપની વિચારધારા પર સંપૂર્ણ વિશ્વાસ મુકી ફરી એકવાર સેવાનો મોકો આપ્યો : એલિસબ્રિજ વિધાનસભા ધારાસભ્ય અમિતભાઈ પી. શાહ
અમદાવાદ
આજરોજ મહારાષ્ટ્ર વિધાનસભા તેમજ જુદી જુદી પેટા ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીને મળેલ પ્રચંડ જીત બદલ મહાનગર ભારતીય જનતા પાર્ટી ખાનપુર કાર્યાલય ખાતે વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ શહેર અધ્યક્ષ અને એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિતભાઈ પી. શાહે પત્રકાર મિત્રોને સંબોધતા જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રની જનતાએ “એક હે તો સેફ હે” ના નારાને મનમાં રાખી મહાયુતી અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા પર સંપૂર્ણ વિશ્વાસ મુકી ફરી એકવાર સેવાનો મોકો આપ્યો છે અને મહાઅઘાડીને જડબાતોડ જવાબ આપતા જાકારો આપ્યો છે. આ સાથે હું વાવ વિધાનસભાની જનતાનો પણ આભાર માનું છું કે તેમણે બળવાખોરને તેમની સાચી જગ્યા બતાવી ભારતીય જનતા પાર્ટી પર ભરોસો મૂકી જીત અપાવી છે. આજના પરિણામ એ સ્પષ્ટ કરે છે કે, દેશની જનતા દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસની અને લોકકલ્યાણની વિચારધારા સાથે જોડાયેલી છે.ઢોલ ત્રાસા વગાડી,ફટાકડા ફોડી અને કાર્યકર્તાઓ દ્વારા એકબીજાનું મોં મીઠું કરી વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
આ વિજયોત્સવમાં અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદશ્રી દિનેશભાઈ મકવાણા, મહાનગરના મહામંત્રીશ્રી જિતેન્દ્રભાઇ પટેલ, શ્રી ભુષણભાઈ ભટ્ટ,શ્રી પરેશભાઈ લાખાણી, મહાનગરના ધારાસભ્યશ્રીઓ, સ્ટેન્ડિંગ કમીટી ચેરમેનશ્રી દેવાંગભાઈ દાણી, શાસકપક્ષના નેતાશ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, મહાનગરના પદાધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાશ્રીઓએ હાજરી આપી હતી.