25,000થી વધુ ખેડૂતોને 0% વ્યાજે લોન અપાશે, 200 કરોડની સહાય આપવાનો નિર્ણય, ચુકવણી માટે 3 વર્ષનો સમય

Spread the love

રાજકોટ

રાજકોટ સહકારી બેંક દ્વારા થોડા સમય પહેલા જ ખેડૂતો માટે ખૂબ મોટો નિર્ણય લેવાયો હતો. જેમાં ખેડૂતોને ઝીરો ટકા વ્યાજથી લોન આપવામાં આવી હતી, જેને કારણે તેમના આર્થિક નુકસાનમાંથી બહાર આવવાની તક મળી હતી. તેવી જ રીતે સુરત ડિસ્ટ્રિક્ટ સહકારી બેંકે ખેડૂતો માટે આર્થિક સહાય જાહેર કરી છે. જેમાં ખેડૂતોને 1 એકર દીઠ 10,000 ચૂકવવાની જાહેરાત સુરત જિલ્લા સહકારી બેંક કરવામાં આવી છે. જે ખેડૂત પાસે 5 એકર જમીન હશે તો તેને 50,00

0 ચૂકવાશે. ત્રણ વર્ષ માટે આ લોન આપવામાં આવશે, જેનું કોઈ પણ પ્રકારે લોન ઉપર વ્યાજ લેવામાં આવશે નહીં. ઉનાળાથી લઈને ચોમાસા સુધી જે પ્રકારે વરસાદી વાતાવરણ માવઠાનું જોવા મળ્યું હતું, તેના કારણે ખેડૂતોની દશા ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. હવામાન વિભાગ દ્વારા સતત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી અને તે મુજબ જ દક્ષિણ ગુજરાતની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ધરતીપુત્રોના તૈયાર પાકમાં વરસાદી પાણી ફરી વળતાં ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.

આ મામલે સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન બળવંત પટેલે જણાવ્યું કે, અમારી બેંક દ્વારા ખેડૂતોને રાહત આપવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતોને ત્રણ વર્ષ માટે ઝીરો ટકા વ્યાજે એકર દીઠ 10,000 રૂપિયા અને વધુમાં વધુ પાંચ એકર માટે 50,000 આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. લોન લેનાર ખેડૂત 3 હપ્તામાં રકમ ચૂકવી શકશે. અંદાજે બેંક સાથે જોડાયેલા 25,000 કરતાં પણ વધુ ખેડૂતોને આનો સીધો લાભ મળવાનો છે.

બેંક દ્વારા 200 કરોડ રૂપિયા સુધીની લોન આપવાનો અંદાજ રાખવામાં આવ્યો છે. સહકારી માળખા દ્વારા ખેડૂતોને વધુમાં વધુ લાભ થાય તેને ધ્યાનમાં રાખીને આ પ્રકારના નિર્ણય લેવામાં આવે છે. આગામી દિવસોમાં ખેડૂતોને આર્થિક રીતે આ સહાય ખૂબ જ મદદરૂપ થશે. ખેડૂત આગેવાન જયેશ પટેલે જણાવ્યું કે, રાજકોટ સહકારી બેંક બાદ સુરત ડિસ્ટ્રિક્ટ

સહકારી બેંક દ્વારા ખૂબ સારો નિર્ણય લેવાયો છે. થોડા સમય પહેલા ખેડૂતો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી. આખરે આ સહાયથી આવનારા રવિ પાકમાં ખેડૂતોને થોડી સહાય મળી રહેશે. ત્રણ વર્ષ માટે એક પણ રૂપિયાની લોન વગર આપવામાં આવનાર સહાયથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોને આર્થિક રીતે રાહત મળશે. જે નિર્ણય લેવાયો છે તે ખરેખર આવકાર્ય છે. સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો આ નિર્ણયને આવકારી રહ્યા છે. દક્ષિણ ગુજરાત માટે સુરત ડિસ્ટ્રિક્ટ સહકારી બેંકે 200 કરોડ રૂપિયા ફાળવ્યા છે, જેનાથી એક વાત ચોક્કસ છે કે મોટાભાગના ખેડૂતોને આ સહાય મળી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com