ગાંધીનગર
રાજ્યનાં વિવિધ શહેરોમાં ચાલતી પ્રી-સ્કૂલને લઈ રાજ્ય સરકારે કડક નિયમોની અમલવારી શરૂ કરતા તેના વિરોધમાં પ્રી-સ્કૂલના સંચાલકો હડતાળ પર ઊતર્યા છે. આજે રાજ્યમાં અંદાજે 40 હજાર જેટલી પ્રી-સ્કૂલ બંધ રાખી વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. પ્રી-સ્કૂલેને લઈ રાજ્ય સરકાર દ્વારા જે નિયમો ઘડવામાં આવ્યા છે તેમાં પ્રી-સ્કૂલ ચાલાવવા માટે સંચાલક પાસે સ્થળ પરનું BU પરમિશન અને 15 વર્ષની રજિસ્ટર્ડ લીઝ એગ્રીમેન્ટ ફરજિયાત કરવામાં આવ્યું છે. જે શક્ય ન હોવાનું સંચાલકો જણાવી રહ્યા છે અને નિયમો હળવા કરવાની માગ કરી રહ્યા છે. રાજ્યની મોટાભાગની પ્રિ-સ્કૂલ મહિલા સંચાલિત છે. ત્યારે મહિલાઓએ પણ આ નિયમોના કારણે પ્રી-સ્કૂલ બંધ થઈ જશે તો પોતાની રોજગારી છીનવાઈ જવાની ભીતિ વ્યક્ત કરી છે.
રાજ્ય સરકાર દ્વારા પ્રી-સ્કૂલ ચલાવવા માટે તમામ પ્રી-સ્કૂલ સંચાલક પાસે સ્થળ પરનું BU પરમિશન 15 વર્ષનું રજિસ્ટર્ડ લીઝ અગ્રીમેન્ટ વગેરે ફરજિયાતપણે હોવું જરૂરી છે, તેની સામે ગુજરાત પ્રી-સ્કૂલ એસોસિયેશન દ્વારા 15 વર્ષનું લીઝ અગ્રીમેન્ટ હોવું તે શક્ય નથી. કારણ કે પ્રી-સ્કૂલ એ ખૂબ જ નાનું એકમ છે અને તેના માટે 15 વર્ષ માટે કોઈ પણ આપી શકે તેમ નથી. કારણ કે મોટા ભાગની પ્રૉી-સ્કૂલ નાના ઘરમાં અથવા તો બંગલોમાં ચાલતી હોય છે. તેથી 11 મહિનાના ભાડા કરાર થઈ શકે. પરંતુ 15 વર્ષ માટે લીઝ અગ્રીમેન્ટ મળી શકે તેમ નથી.
ગુજરાત સ્કૂલ એસોસિયેશનના જનરલ સેક્રેટરી સાગર નાયકે વધુમાં જણાવ્યું હતું કે, આજે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, મોરબી સહિતના જિલ્લાઓમાંથી પ્રી-સ્કૂલ સંચાલકો એકઠા થયા છે અને અહીંયાંથી ગાંધીનગર ખાતે
મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને આવેદનપત્ર આપવા માટે પહોંચીશું. રાજ્ય સરકાર દ્વારા ઘડવામાં આવેલા પ્રિ -સ્કૂલોને લઈને જે નિયમો ઘડવામાં આવ્યા છે તેના વિરોધમાં આજે પ્રિ સ્કૂલ વેલ્ફેર એસોસિયેશન દ્વારા આજે વડોદરા સહિત રાજ્યભરની પ્રિ -સ્કૂલોમાં હડતાલ પાડવામાં આવી છે. વડોદરા શહેરમાં આજે 500થી વધુ પ્રિ-સ્કૂલ બંધ છે અને 40થી 50 હજાર વિદ્યાર્થીઓ આજે પ્રિ-સ્કૂલમાં જઈ શક્યા નથી. જો કે, વાલીઓને મુશ્કેલી ન પડે તે માટે ડે કેર ચાલુ રાખવામાં આવી છે.
ગુજરાતની હજારો પ્રિ-પ્રાઇમરી સ્કૂલ બંધ છે, જેમાં સુરતની અંદાજે 2000 શાળાઓનો સમાવેશ થાય છે. સરકારે લાગુ કરેલા કડક નિયમોના કારણે, જ્યાં રોજ પ્રિ પ્રાઇમરી શાળાઓમાં બાળકોની રમત-ગમત જોવા મળતી હતી, ત્યાં આજે એકદમ શાંતિ જોવા મળી. શાળાઓ ખાલી પડી હતી અને બાળકો આજે શાળામાં આવ્યાં નહોતાં. આ પરિસ્થિતિ આગામી દિવસોમાં પણ બને તેવી શક્યતા છે, એમ સુરતના પ્રિ-પ્રાઇમરી સ્કૂલના સંચાલકોનું કહેવું છે.
એક પ્રિ-સ્કૂલના સંચાલક કહે છે કે, “અમે સરકારના બધા નિયમો અનુસરવા તૈયાર છીએ, પરંતુ કેટલાક નિયમો એવા છે જે વાસ્તવિક રીતે પાલન કરવાનું મુશ્કેલ છે. કોઈ સંચાલકને 15 વર્ષ માટે સંપત્તિ ભાડે આપવા તૈયાર થશે?, BU સર્ટિફિકેટ ક્યાંથી લાવવું?, આ ઉપરાંત, અન્ય નિયમોનું તો અમે પાલન કરી રહ્યા છીએ. તેઓએ આગળ કહ્યું કે, “શું સરકાર આ બધા નિયમો લાગુ કરીને 2 લાખ લોકોના ભવિષ્યને જોખમમાં મૂકવા તૈયાર છે?, જો આટલા બધા પ્રી-પ્રાઇમરી સ્કૂલ બંધ થઈ જશે, તો આ બાળકોનો પ્રવેશ ક્યા સ્થળે મળશે?”
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પ્રિ સ્કૂલ ચલાવવા માટે તમામ પ્રિ સ્કૂલ સંચાલકો પાસે સ્થળ પરનું BU પરમિશન 15 વર્ષનું રજિસ્ટર્ડ લીઝ અગ્રીમેન્ટ વગેરે ફરજિયાત પણે હોવું જરૂરી છે તેની સામે ગુજરાત પ્રિ સ્કૂલ એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે, 15 વર્ષનું લીઝ અગ્રીમેન્ટ હોવું તે શક્ય નથી કારણ કે પ્રિ સ્કૂલ એ ખૂબ જ નાનુ એકમ છે અને તેના માટે 15 વર્ષ માટે કોઈ પણ આપી શકે તેમ નથી. કારણકે મોટા ભાગની પ્લે સ્કૂલ નાના ઘરમાં અથવા તો બંગલોમાં ચાલતી હોય છે તેથી 11 મહિનાનું ભાડા કરાર થઈ શકે પરંતુ 15 વર્ષ માટે લીઝ અગ્રીમેન્ટ મળી શકે તેમ નથી. ગુજરાત સ્કૂલ એસોસિએશનના
જનરલ સાકરેટરી સાગર નાયકે જણાવ્યું હતું કે, આજે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ વડોદરા, સુરત રાજકોટ મોરબી સહિતના જિલ્લાઓમાંથી પ્રેસ કોઈ સંચાલકો એકઠા થયા છે અને અહીંયા થી ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને આવેદનપત્ર આપવા માટે પહોંચીશું.
વડોદરા પ્રિ-સ્કૂલ એસોસિયેશનના પ્રમુખ મયૂરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, મોટાભાગની પ્રિ- સ્કૂલો મહિલાઓ ચલાવે છે અને મહિલાઓ માટે આ નવા નિયમોનું પાલન કરવું અઘરું છે. જેથી અમારી સરકારને વિનંતી છે કેમ આ નિયમોને હળવા કરવામાં આવે. ભાડાની પ્રોપર્ટીમાં BU પરમિશન માટે મકાનમાલિક પરમિશન આપતા નથી. 15 વર્ષના ભાડાકરાર માટે 3થી 4 લાખ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે. જે મહિલાઓ માટે ખૂબ જ મુશ્કેલરૂપ સાબિત થઈ શકે છે.
જેથી સરકારને અમારી એક જ પ્રાર્થના છે કે આ નિયમોને હળવા કરો જેથી મહિલાઓની રોજગારી જળવાઈ રહે. સરકાર નિયમો હળવા નહીં કરે તો 90% પ્રિ- સ્કૂલો બંધ થઈ જશે અને મહિલાઓની રોજગારી પણ બંધ થઈ જશે. સરકાર આત્મનિર્ભર મહિલાઓની વાત કરે છે તો આ મહિલાઓ પણ બે-પાંચ લાખ રૂપિયા ખર્ચીને આત્મનિર્ભર બનવાનો પ્રયાસ કરી રહી છે. આજે અમારું એક પ્રતિનિધિ મંડળ ગાંધીનગરમાં જઈને શિક્ષણ સચિવને મળશે અને અમારી રજૂઆત કરશે.
પ્રિ- સ્કૂલ સંચાલક બેને જણાવ્યું હતું કે, હું છેલ્લાં દસ વર્ષથી પ્રિ- સ્કૂલ ચલાવું છું. મારી સાથે મહિલા શિક્ષકો અને આયા પણ કામ કરે છે. સરકારના નવા નિયમથી માત્ર એક સ્કૂલ નહીં બંધ થાય પરંતુ, અનેક લોકોની આજીવિકા બંધ થઈ જશે. અમે ઘણાં વર્ષોથી આ સ્કૂલ ચલાવીને જીવનમાં કાંઈક આગળ વધી શકીએ છીએ. સરકારના આ નિયમો હળવા નહીં થાય તો અમારું ઘર બંધ થઈ જશે.
સરકારને અમારી વિનંતી છે કે થોડા નિયમો હળવા કરો તો અમે નિયમોનું પાલન કરવા તૈયાર છે. પ્રિ- સ્કૂલનાં આયાએ જણાવ્યું હતું કે, આ હું બે વર્ષ આ પ્રિ- સ્કૂલ સાથે જોડાયેલી છું. આ જ સ્કૂલના કારણે જ ઘર ચાલે છે અને આ પ્રિ સ્કૂલ બંધ થઈ જશે તો મારી આજીવિકા પણ બંધ થઈ જશે. પ્રિ- સ્કૂલો ચાલુ રાખવામાં આવે તેવી અમારી સરકાર સામે માંગણી છે.