વલસાડમાં રેપ – વડોદરામાં લૂંટના ઈરાદે મુસાફરનું ગળું દબાવી પતાવી દીધો

Spread the love

વલસાડમાં રેપ – મર્ડરકેસ પહેલાં 8 જૂને વડોદરામાં લૂંટના ઈરાદે મુસાફરનું ગળું દબાવી પતાવી દીધો, રિમાન્ડમાં હજુ વધી શકે છે હત્યાના આંકડા

વલસાડ

વલસાડના પારડી તાલુકાના મોતીવાળા વિસ્તારમાં રહેતી બી.કોમ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું 14 નવેમ્બરના રોજ અપહરણ કરી નજીકમાં આવેલી આંબાવાડીમાં લઈ જઈ દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાખવાના ગુનામાં ઝડપાયેલો આરોપી સિરિયલ કિલર નીકળ્યો હતો. જેણે 25 દિવસમાં 4 રાજ્યમાં 5 હત્યા કરી હોવાની કબૂલાત કર્યા બાદ રિમાન્ડમાં વધુ એક ગુનાની કબૂલાત કરી છે. આ આરોપીએ 8મી જૂનના રોજ વડોદરા પ્રતાપનગર રેલવે સ્ટેશન પછીના ત્રણ સ્ટેશન બાદમાં સાથે મુસાફર રહેલા અલ્પ દૃષ્ટિવાળા ઈસમને અવાવરું જગ્યાએ લઈ જઈ તેની હત્યા કરી હતી.

આરોપી હજુ 5 ડિસેમ્બર સુધીના રિમાન્ડ પર છે જેને પગલે હત્યાના આંકડા હજુ વધી શકે છે. ત્યારે આવો સમગ્ર ઘટનાને વિસ્તારથી જાણીએ… વલસાડ રેપ વિથ મર્ડર કેસના આરોપી સિરિયલ કિલર નીકળ્યો હતો. જેના રિમાન્ડ હાલ ચાલુ છે. પારડી પોલીસે આરોપી રાહુલ ઉર્ફે ભોલુ કરમવીર ઈશ્વર જાટને રિમાન્ડ દરમિયાન યુક્તિપૂર્વક પૂછપરછ હાથ ધરી હતી. ટેક્નિકલ ડેટાના આધારે સઘન પૂછપરછ કરતાં

તેણે ગત તા.8મી જૂન 2024ના રોજ પ્રતાપનગર રેલવે સ્ટેશનથી પેસેન્જર ટ્રેનમાં મુસાફરી દરમિયાન દિવ્યાંગ ડબ્બામાં પોતાની સાથે મુસાફરી કરનાર એક અલ્પ દૃષ્ટિવાળા યુવાનને લૂંટી લેવાના ઈરાદે પ્રતાપનગર રેલવે સ્ટેશન પછી ત્રણેક રેલવે સ્ટેશન બાદ વાતચીત દરમિયાન વિશ્વાસમાં લઈ ટ્રેનમાંથી ઉતારી લીધો હતો. રેલવે સ્ટેશનથી વડોદરા જતાં મેઈન રોડ તરફ લઈ જઈ થોડે દૂર આવેલા ખુલ્લા પ્લોટમાં આરોપી રાહુલ જાટ યુવાનને લઈ ગયો હતો.

જ્યાં તેની સાથે ઝપાઝપી કરી તેનું સાંકળથી ગળું દબાવી હત્યા કરી નાખી હતી. સિરિયલ કિલર રાહુલ જાટે અજાણ્યા ઈસમની હત્યા કરી તેની પાસેથી રોકડા રૂપિયા તેમજ મોબાઇલ લૂંટી લીધા હતા. આરોપી રાહુલે જાટે વર્ણવેલા વર્ણન મુજબ વડોદરા પ્રાથમિક પૂછપરછ કરાઈ હતી. જે આધારે ખાતરી કરતાં આ કામે ડભોઈ પોલીસ મથક વિસ્તારમાં અકસ્માત મોતથી બનાવની નોંધ કરવામાં આવી હતી.

આરોપી રાહુલે કરેલી હત્યાની કબૂલાત કર્યા બાદ ડભોઈ પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ડભોઇ પોલીસ મથક વિસ્તારમાં રાહુલે કરેલી હત્યાની ઘટનામાં મૃત્યુ પામનર યુવક ફયાઝ અહમદ મહેબૂબ અહમદ શેખ રહે. અક્કલકૂવા, નંદુરબાર, મહારાષ્ટ્રનો હોવાનું જાણવા મળ્યું હતું. મૃતકના પિતાએ ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે હત્યારા રાહુલ જાટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વલસાડ પોલીસે સિરિયલ કિલરની યુક્તિપૂર્વક રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરતા વધુ હત્યાઓનો ભેદ ખૂલવાની સંભાવના છે.
વલસાડ પોલીસે વડોદરા રેલવે સ્ટેશન ડભોઇ પોલીસ મથક વિસ્તારમાં આવેલા ઘટના સ્થળ અને આજુબાજુના વિસ્તારના CCTV ફૂટેજ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે. સાથે અલગ અલગ રાજ્યોમાંથી રેલવે પોલીસની અલગ અલગ ટીમો પારડી પોલીસ મથકે ધામા નાખી તેમના વિસ્તારમાં રાહુલ જાટે આપેલી ઘટનાનો ચિતાર મેળવવામાં આવી રહ્યો છે. આરોપી રાહુલના રિમાન્ડ દરમિયાન આરોપીને સાથે રાખીને વાપી રેલવે સ્ટેશન અને ઉદવાડા રેલવે સ્ટેશનના પાર્કિંગમાં લાગેલા CCTV ફૂટેજ સાથે ફેસ એનલિસિસ કરવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ વધુ મજબૂત પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે.

પારડી હત્યાકેસમાં વલસાડ DySP એ કે વર્મા અને બી એન દવેના નેતૃત્વમાં SITની ટીમ દ્વારા રાહુલ જાટની ઝીણવટભરી પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. રાહુલ જાટ પોલીસની ટીમને તપાસમાં જરૂરી સહયોગ આપતો નથી. એક વખત વર્ણવેલા ઘટનાક્રમ ઉપર ફરી પૂછપરછ કરતા આરોપી ઘટનાક્રમ અલગ જ જણાવે છે. વલસાડના SP ડૉ. કરનરાજ વાઘેલાએ જણાવ્યું કે, સિરિયલ કિલર રાહુલ જાટની સઘન પૂછપરછ કરવામાં આવતા અલગ અલગ રાજ્યોની અલગ અલગ જેલમાં આરોપીએ જેલવાસ ભોગવ્યો હોવાનું સામે આવ્યું છે. અલગ અલગ રાજ્યોમાં ટ્રેન મારફતે અને રોઝવેઝની ટ્રક મારફતે ફરતો રહેતો હતો.

પોલિયોને લઈને પગમાં સામાન્ય અસર હોવાથી દિવ્યાંગ બન્યો હતો. જેને લઈને દેશભરમાં ટ્રેનના દિવ્યાંગ ડબ્બામાં મફત યાત્રા કરતો રહેતો હતો. તેની પાસેથી મળેલા મોબાઈલ ફોન અને અન્ય વસ્તુઓને પગલે SITની ટીમ દ્વારા યુક્તિ પૂર્વક પૂછપરછ કરતા વડોદરામાં વધુ એક હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. લૂંટના ઇરાદે હત્યા કરી આરોપી ફરાર થઇ ગયો હતો. જેની કબૂલાત કરતા SITની ટીમે ક્રોસ ચેક કરતા એક અજાણ્યા ઈસમની લાશ મળી હોવાનું જાણવા મળ્યું હતું. તે હત્યાનો ભેદ ઉકેલવામાં વલસાડ પોલીસને સફળતા મળી છે.

વલસાડના પારડી તાલુકાના મોતીવાળા ગામમાં રહેતી યુવતી ટ્યૂશન ક્લાસમાં અભ્યાસ કર્યા બાદ ઘરે પરત ફરી ન હતી. જેથી પરિવારના સભ્યોએ શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન 14 નવેમ્બરની મોડી સાંજે મોતીવાળા રેલવે ફાટક પાસે આવેલી આંબાવાડીમાંથી યુવતીની લાશ મળી હતી. તે કેસમાં પારડી પોલીસને ઘટનાની જાણ થતાં યુવતીની લાશનું પેનલ PM કરાવી આગળની તજવીજ હાથ ધરી હતી.

વલસાડ જિલ્લાના 3 DySPના નેતૃત્વમાં વલસાડ LCB, SOG અને જિલ્લાના તમામ પોલીસ મથકના પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનોની મદદ મેળવીને કેસની તપાસ હાથ ધરાઇ છે. વાપી રેલવે સ્ટેશન ખાતે મળેલા CCTV ફુટેજના આધારે શકમંદ ઈસમ પાસેનાં કપડાં ઘટનાસ્થળેથી મળી આવ્યાં હતાં.

ટીશર્ટ, ટ્રેક, બેગ અને ગમછો અને યુવકની સામાન્ય દિવ્યાંગતા આરોપીને જેલના સળિયા ગણાવવા માટે મહત્ત્વના સાબિત થયાં હતાં. ઘટના સમયના 2 કલાક પહેલાં વાપી રેલવે સ્ટેશનના CCTV ફુટેજમાં યુવક હોવાનું દેખાઈ રહ્યું હતું. CCTV ફુટેજના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી હતી.

યુવતીની લાશ પાસેથી મળેલી બેગમાં ટીશર્ટ, ગમછો, ટ્રેક અને બેગના આધારે વલસાડ પોલીસની ટીમે આરોપીની ઓળખ કરી હતી. વલસાડ પોલીસની ટીમે અંદાજે 2000થી વધુ CCTV ફૂટેજ અને શકમંદોની પૂછપરછ હાથ ધરી આરોપીને ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદ લઈને ઝડપી પાડ્યો હતો.

વાપી GRPની ટીમને 24 નવેમ્બરની રાત્રીએ આરોપી બાંદ્રા ભુજ એક્સપ્રેસ ટ્રેનના દિવ્યાંગ કોચમાં યાત્રા કરી રહ્યો હોવાની બાતમી વલસાડ પોલીસની ટીમને મળતા વાપી GRPની ટીમની મદદ લઈને વાપીથી આરોપીને ઝડપી પાડ્યો હતો. વાપી GRPની ટીમ પાસેથી વલસાડ પોલીસની ટીમે આરોપીનો કબજો મેળવી પ્રાથમિક પૂછપરછ કરતા ચોંકાવનારા કિસ્સાઓ સામે આવ્યા હતા. વલસાડ પોલીસે ધરપકડ કરી તે પહેલાંના 25 દિવસમાં અલગ-અલગ રાજ્યોમાં અલગ અલગ ટ્રેનના દિવ્યાંગ ડબ્બામાં 4 હત્યા અને વલસાડ જિલ્લાના પારડીના મોતીવાળામાં યુવતીની હત્યા અને દુષ્કર્મ કર્યું હોવાની કબૂલાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com