સર્વિસ રોડ બને તે પહેલા જ બ્રિજની કામગીરી શરૂ કરી તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું

Spread the love

અમદાવાદ

અમદાવાદના એસજી હાઈવે પર કર્ણાવતી ક્લબથી સાણંદ ચોકડી સુધી ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બ્રિજના પીલરની કામગીરી હાલ ચાલી રહી હોય રસ્તાની બંને તરફ પતરા મારી દેવામાં આવ્યા છે. એસજી હાઈવે પરના ટ્રાફિકથી સૌ કોઈ અધિકારી અને નાગરિકો પરિચિત હોવા છતા અધિકારીઓએ બ્રિજની કામગીરી પહેલા સર્વિસ રોડની કામગીરી પૂર્ણ ન કરતા હવે સેંકડો વાહનચાલકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. સવાર અને સાંજના સમયે પીકઅવર્સમાં સર્વિસ રોડ પર ત્રણ ચાર કિમીની વાહનોની લાંબી લાઈન લાગતા વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સરખેજ- ગાંધીનગર હાઇવે પર કર્ણાવતી ક્લબથી લઈને સાણંદ – સરખેજ ચાર રસ્તા સુધી બની રહેલા ઓવરબ્રિજના કારણે દરરોજ હજારો વાહન ચાલકોને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્ય હાઈવે પર બ્રિજના કામના કારણે બંને તરફ પતરાની આડશ કરેલી છે. જેના કારણે રોડ સાંકડો થઈ ગયો છે. તો બીજી તરફ સર્વિસ રોડ તૂટી ગયેલો છે.

જ્યાં નવો રોડ બનાવવા માટે ખોદકામ પણ કરવામાં આવ્યું છે. જેના કારણે વાહન ચાલકોને ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા બ્રિજ બનાવતા પહેલા સર્વિસ રોડને તૈયાર કરી અને ત્યારબાદ બ્રિજની કામગીરી ન કરવામાં આવતાં હજારો વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. SG 2 ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એ.ગોહિલે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સરખેજ ગાંધીનગર હાઇવે પર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા બ્રિજ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે. હાઈવેનો સર્વિસ રોડ તૂટેલો છે અને રોડ ખોદી નાખવામાં આવેલો છે. જેના કારણે ખૂબ જ ધીમી ગતિએ વાહનો ત્યાંથી પસાર થતા થોડીવારમાં વાહનોની લાંબી લાઈન લાગી જાય છે.

સર્વિસ રોડની કામગીરી હાલ કરવામાં આવી રહી છે જે પૂર્ણ થયા બાદ ટ્રાફિક હળવો થઈ જશે. પીક અવર્સ દરમિયાન ટ્રાફિક વધતો હોવાથી કારણે પૂરતા પ્રમાણમાં ટ્રાફિક પોલીસ કર્મચારીઓ મૂકવામાં આવે છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા સરખેજ ગાંધીનગર હાઇવે પર કર્ણાવતી ક્લબથી લઈને સાણંદ – સરખેજ ચાર રસ્તા સુધી અંદાજે 8 કિલોમીટર સુધીનો લાંબો બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. બ્રિજ બનાવવાના કારણે મુખ્ય રોડ ઉપર વચ્ચેના ભાગે પિલ્લર બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જેના કારણે ત્યાં પતરા મારી દેવામાં આવ્યા છે જેના કારણે રોડ સાંકડો થઈ ગયો છે. YMCA ક્લબ ચાર રસ્તાથી લઈને સાણંદ – સરખેજ ચાર રસ્તા સુધીના 3 કિલોમીટર સુધી રોડ પર ક્યાંય વચ્ચે કટ ન હોવાના કારણે લોકોને ફરીને જવું પડી રહ્યું છે. કર્ણાવતી ક્લબથી લઈને સરખેજ સુધીમાં માત્ર પ્રહલાદ નગર ચાર રસ્તા અને વાયએમસીએ ક્લબ એમ બે જગ્યાએ કટ હોવાથી બોપલ તરફથી આવતા લોકોને અવરજવરમાં તકલીફ પડી રહી છે.

એસજી હાઇવે પર બની રહેલા ઓવરબ્રિજની કામગીરી શરૂ કરતાં પહેલાં આ બ્રિજની કામગીરીને રોડ પર ટ્રાફિક અંગેનું જાહેરાત કરવામાં આવી હતી. જોકે, એક રોડ ઉપર ટ્રાફિક થઈ જાય તો લોકો તરત સર્વિસ રોડ ઉપર થઈ અને પસાર થતા હોય છે, જેના કારણે પણ બંને રોડ ઉપર ટ્રાફિકજામ થઈ જાય છે. હાઇવે ઓથોરિટી દ્વારા ક્યારેક રોડ એક તરફનો થોડા સમય માટે બંધ કરી દેવામાં આવતો હોય તેના કારણે પણ ટ્રાફિક થઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરી યોગ્ય આયોજન ન કરવામાં આવતા દરરોજ હજારો વાહનચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. સરખેજ-ગાંધીનગર હાઇવે પરથી દરરોજ હજારો વાહનચાલકો પસાર થતા હોય છે.

સૌરાષ્ટ્ર તરફ જવા માટે લક્ઝરી બસોથી લઈને મોટા ટ્રક અને અન્ય વાહનો પસાર થતા હોય છે. ત્યારે ઓવરબ્રિજની કામગીરીથી નાનો રોડ અને સર્વિસ રોડ ખરાબ હોવાના કારણે ખૂબ વધારે ટ્રાફિક થઈ રહ્યો છે. નવો ઓવરબ્રિજ બનાવતા પહેલા વાહનચાલકોની અવરજવર માટે સર્વિસ રોડ બનાવવામાં આવતો હોય છે, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે હયાત સર્વિસ રોડ છે તે સર્વિસ રોડ યોગ્ય રીતે બનાવવામાં આવ્યો નથી. તો ઘણી જગ્યાએ સર્વિસ રોડ તંત્ર દ્વારા જ ખોદી નાખવામાં આવ્યો છે. આ રોડ પર સતત વાહનોની અવરજવર હોવાના કારણે જો થોડી ધીમી ગતિએ પણ વાહન ઊભું રહી જાય તો ટ્રાફિક જામ થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com