રાણીપ
રાણીપ બલોલનગર ચારરસ્તા પાસે વારંવાર ભૂવા પડવાની ઘટના સતત બની રહી છે.
તેને અટકાવવા માટે 4 કિમીની નવી ગટલાઈન નાખવાનું નક્કી કર્યું છે. જેથી આ વિસ્તારની ગટર ઉભરાવવાની સમસ્યાનો અંત આવશે.
ગત વર્ષે અહીં મોટો ભૂવો પડ્યો હતો અને તેના રિપેરિંગ પાછળ 50 લાખનો ખર્ચ થયો હતો.
બલોલનગરથી શાકમાર્કેટ રોડ, ગાયત્રી મંદિરથી બાલકૃષ્ણ મંદિરથી સમાધાન ચાર રસ્તા તરફનો રોડ તથા ગાયત્રી મંદિરથી શ્રદ્ધા હોસ્પિટલ-જોર્સ પાર્ક તરફના રોડ પર મ્યુનિ. દ્વારા 4 કિ.મી. લંબાઇમાં 2.85 કરોડના ખર્ચે નવી જ ડ્રેનેજ લાઇન નખાશેશે.
અત્યારની ડ્રેનેજ લાઇન નગર પાલિકાએ નાખી હતી જે 28 ફૂટ ઊંડી હોવાથી તેને મેઈન્ટેન કરવી મુશ્કેલ બની ગઈ છે. હવે આ વિસ્તારમાં 12 ફૂટ ઉંડાઇમાં નવી ડ્રેનેજ લાઇન નાંખવાનો નિર્ણય કરાયો છે.