બેફામ સ્પીડે કાર ચલાવી 9 નિર્દોષ લોકોને મોતના મુખમાં ધકેલી દીધા હતા, રેગ્યુલર જામીન પર મુક્ત થવા કરેલી અરજી કોર્ટે રદ કરી

Spread the love

અમદાવાદ

અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં જેલમાં બંધ તથ્ય પટેલે હજી જેલમાં જ રહેવું પડશે. આરોપી દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કરવામાં આવેલી રેગ્યુલર જામીન અરજી કોર્ટે નકારી દીધી છે. અમદાવાદના ઈસ્કોન બ્રિજ પરથી પોતાની જેગુઆર કારમાં નીકળેલા તથ્ય પટેલે બેફામ સ્પીડે કાર ચલાવી વાહનચાલકોને અડફેટે લેતા નવ લોકોના મોત નિપજ્યા હતા.

જ્યારે અન્ય લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મોંઘીદાટ જેગુઆર ગાડી વડે 09 લોકોને કચડીને મોતના મુખમાં ધકેલી દેનાર કારચાલક તથ્ય પટેલે આશરે દોઢ વર્ષે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ફરી રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. જેને કોર્ટે નકારી દીધી છે.

હવે તેને ફરી હાઇકોર્ટમાં અરજી કરવી પડશે. તથ્ય પટેલ સામે પોલીસે IPC 279, 337, 338, 304, 504, 506(2), 308, 114, 118 અને મોટર વેહિકલ એક્ટ અંતર્ગત કલમ 177, 189, અને 134 અંતર્ગત ગુન્હો નોંધીને 1684 પાનાની ચાર્જશીટ રજુ કરી હતી. જે વાતને લગભગ દોઢ વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે, તથ્ય અત્યારે જેલમાં છે.

ઉલ્લેખનીય છે કે તથ્ય પટેલે અગાઉ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમા રેગ્યુલર જામીન અરજી કરી હતી. જેને નકારી દેવાતા જામીન અરજી હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. હાઇકોર્ટમાં કરેલી જામીન અરજીમાં હાઇકોર્ટે અરજી નકારી દેવાનું વલણ ધરાવતા, તથ્યએ જામીન અરજી પરત ખેંચી હતી. જો કે હાઈકોર્ટે તેના ઓર્ડરમાં ઉલ્લેખ કર્યો હતો કે તે 6 મહિના બાદ તે ફરી જામીન અરજી કરી શકશે.

આથી તેના વકીલોએ સીધી હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જો કે હાઇકોર્ટે જણાવ્યું હતું કે તેને ટ્રાયલ કોર્ટમાં જામીન અરજી કરવી જોઈએ. હવે ટ્રાયલ કોર્ટે અરજી નકારી દેવાતા ફરી તેને હાઇકોર્ટમાં જામીન અરજી કરવી પડશે.

તથ્ય પટેલના દ્વારા હાઇકોર્ટમાં એવી રજૂઆત કરાઈ હતી કે એક વર્ષથી વધુ સમયગાળો વીતી ચુક્યો હોવા છતાં ટ્રાયલ કોર્ટમાં ટ્રાયલ શરૂ થઈ શકી નથી. જ્યારે હકીકત એવી છે કે તથ્ય પટેલે તેની સામે લગાવેલી કલમોમાંથી અમૂક કલમો દૂર કરવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

જેને નકારી દેવાતા તેને હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજી હજી સુધી પેન્ડિંગ છે. વિવિધ કારણોસર આ અરજી ન ચાલતા, તેના વકીલ દ્વારા સતત ચાર્જફ્રેમ ન થાય તેવી રાહત માંગવામાં આવે છે. જેને લઈને હજી સુધી ટ્રાયલ કોર્ટમાં આગળની કાર્યવાહી ચાલી શકી નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com