રાજકોટ શહેર જિલ્લ olમાં રીયલ એસ્ટેટમાં કડાકો બોલ્યો હોય તેમ ગત માસે ઓકટોબર મહિનાની સરખામણીમાં ૪૮૦૦થી વધુ દસ્તાવેજો ઓછા નોંધાયા છે એટલે કે, મિલકત લે-વેચના સોદાઓ નવેમ્બર માસમાં ગોટે ચડેલા રહ્યા હતા. જેના કારણે સરકારી તિજોરીને પણ ફી, સ્ટેમ્પ ડયુટીની આવકમાં ૨૦ કરોડ જેવી આવક ઘટી અને નફામાં નુકસાન થયું છે. એક માત્ર મોરબી રોડ પર તેજી દેખાઈ હતી. જમીન, મકાન, બંગલા, ફલેટ, પ્લોટ કે આવી મિલકતોમાં વેચાણના સબ રજીસ્ટર કચેરીના સુત્રોમાંથી મળેલા આંકડા મુજબ રાજકોટ શહેર જિલ્લાની ૧૮ નોંધણી કચેરીઓ પર ૯૬૪૫ દસ્તાવેજ નોંધાયા હતા. જેમાં સરકારને ફ્રી પેટે ૭૬,૪૬,૬૩,૦૨૫ની આવક થઈ છે અને સ્ટેમ્પ ડયુટીની ૪૩,૩૯,૨૯, ૭૧૬ રૂપિયા મળ્યા છે. કુલ ગત માસે ૫૧,૦૩,૯૨,૭૪૧ની આવક સરકારી તિજોરીમાં આવી છે. નવેમ્બર માસમાં નોંધાયેલા દસ્તાવેજોની સરખામણીએ ઓકટોબર માસમાં ૧૪,૪૪૮ દસ્તાવેજ નોંધાયા હતા જે જોતા ગત માસે ૪૮૩૯ દસ્તાવેજ ઓછા બન્યા છે. દસ્તાવેજ ઓછા થતાં મિલકતોમાં લે-વેચના સોદા ઘટયા તે સ્પષ્ટ્ર થઈ શકે અને સોદા ઓછા થતાં નવેમ્બર માસ રીયલ એસ્ટેટમાં મંદો રહ્યાનું માની શકાય. જાણકારોનું એવું પણ છે કે, દિવાળીના તહેવારને લઈને થોડા દિવસ વેકેશનનો મુડ હતો તેવા કારણોસર પણ દસ્તાવેજ ઓછા નોંધાયા હોય અને અત્યારે જે રીતે જંત્રીનો મુદ્દો ગોટાળે ચડયો છે તેની પણ રીયલ એસ્ટેટમાં અસર દેખાઈ હોય શકે. ગત માસે સોદા ઘટતા સરકારને પણ રેવન્યુમાં ૨૦ કરોડ જેવી રકમનો ઘટાડો થયો છે.