૬૦૦૦ કરોડનાં મહાકૌભાંડી ભુપેન્દ્રસિંહ ઝાલાએ ભાજપાને આપ્યું ફંડ,ભાજપ સાથેના આર્થિક વ્યવહારે સમગ્ર કૌભાંડની પોલ ખોલી :ડૉ.મનીષ દોશી

Spread the love

ભુપેન્દ્રસિંહ ઝાલાએ હિંમતનગરની એસબીઆઈની બેંક દ્વારા રૂ.૨,૫૧,૦૦૦ ભાજપને ફંડ તરીકે આપ્યા

ભાજપ સરકાર એકાદ કાંડમાં પણ દાખલારૂપ કાર્યવાહી કરે અને રાજકીય રક્ષણ આપનારા લોકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી કોંગ્રેસની માંગ

અમદાવાદ

ગુજરાતના હજારો નાગરિકોના ૬૦૦૦ કરોડથી વધુનું કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવનાર બીઝેડ ગ્રુપના ભુપેન્દ્રસિંહ ઝાલા અને ભાજપની સાંઠગાંઠ ખુલ્લી પાડતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે રાજ્યભરમાં પોન્ઝી સ્કીમના નામે લોકો સાથે કરોડો રૂપિયાની લુંટ ચાલી રહી છે. રાજ્યમાં ભાજપનો ખેસ પહેર્યા બાદ ભ્રષ્ટાચાર અને લૂંટ નું લાયસન્સ મળી જાય એમ નાના પરિવારોને થોડી લાલચમાં પૈસાનું રોકાણ કરાવી કરોડો રૂપિયાનું કૌભાંડ કરી ભુપેન્દ્રસિંહ ફરાર થઇ ગયો છે. ભુપેન્દ્રસિંહ ઝાલા એ ભાજપનું પ્રાથમિક સભ્ય પદ મેળવ્યું હતું. ભાજપના નેતાઓ સાથે પણ ભુપેન્દ્રસિંહ ઝાલાના ફોટાઓ છે. એજ્યુકેશન કેમ્પસના ઉદબોધનમાં ભાજપાના મંત્રી-સંત્રી પણ જોવા મળે છે. એજ્યુકેશન કેમ્પસમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મહામંત્રી રજની પટેલ અને મોટા નેતાઓ વિશેષ ઉદઘાટક હતા. પરંતુ હવે તો ભારતીય જનતા પાર્ટી સાથેના આર્થિક વ્યવહારે સમગ્ર કૌભાંડની પોલ ખોલી નાખી છે. વર્ષ ૨૨-૨૦૨૩માં તારીખ ૨૧.૦૩.૨૦૨૩ના રોજ ભુપેન્દ્રસિંહ ઝાલા દ્વારા હિંમતનગરની એસબીઆઈની બેંક દ્વારા રૂ. ૯૯,૯૯૯, રૂ. ૯૯,૯૯૯, રૂ. ૫૧,૦૦૧, રૂ. ૧.૦૦ રૂપિયા ભાજપને ફંડ તરીકે આપ્યા હતાં. ભાજપને આપેલા નાણાં ક્યાં અને કેટલા કાંડ માટે આશ્રયસ્થાન બન્યું છે ? એ ગુજરાત જાણવા માંગે છે.

બીઝેડ સોલ્યુશન મામલે હજુ ગૃહમંત્રી એક પણ શબ્દ બોલ્યા નથી. બીજી બાજુ અન્ન પુરવઠા રાજ્ય મંત્રીશ્રી ભિખુસિંહ પરમારને કઇ પણ ન બોલવા આદેશ કરાયો છે તેવું ખુદ મંત્રી જણાવી રહ્યા છે. ભુપેન્દ્રસિંહ ઝાલાનાં સાઠગાંઠ ધરાવતા લોકોની કોલ ડીટેલ અને તમામ સામે તપાસ કરવી જોઈએ..ભાજપ સરકાર અન્ન નાગરિક પુરવઠા મંત્રી જેને સ્વપ્નદૃષ્ટા ગણાવે છે.ભાજપા સમર્થિત ધારાસભ્ય જેમને એકના ડબલ અને ચાર ગણા કરવા માટેના સફળ ગણાવે છે. જો ભુપેન્દ્રસિંહ ઝાલા જેવા લોકો જેવા હોશિયાર લોકો હોય તો સરકારે આવા લોકોની સેવા લેવી જોઈએ. ભાજપાના કાર્યકરો, આગેવાનો, ધારાસભ્યો અને મંત્રી પુત્રોની નિકટતા – સાંઠગાંઠના એક પછી એક કચ્ચા ચિઠ્ઠા સામે આવી રહ્યાં છે. ભાજપ સરકાર એકાદ કાંડમાં પણ દાખલારૂપ કાર્યવાહી કરે અને રાજકીય રક્ષણ આપનારા લોકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી કોંગ્રેસ માંગ કરે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com