અમદાવાદ ખાતે રહેતા વ્યવસાયે વકીલ અને નાગર જ્ઞાતિમાં જન્મેલા માધવી કોન્ટ્રાકટર એક સારા સિંગર સારા એન્કર છે એમણે ઓલ ઈન્ડિયા રેડિયો માં પેનલ આર્ટિસ્ટ તરીકે સેવા આપે છે સાથે સાથે દૂરદર્શન માં પણ એંકરીંગ કરે છે નાનપણ થી જ મુઝીક નો સોખ ધરાવતા માધવીબેન સાથે આ વાત કરતાં તેમણે જણાવ્યું કે નાગર જ્ઞાતિ માં જન્મ લીધો છે તેનો મને ગૌરવ છે અને અમારી જ્ઞાતિ માં નરસિહ મહેતા જેવા કૃષ્ણ ભક્ત થઈ ગયા છે અને તેમના આશીર્વાદ છે કે નગર જ્ઞાતિ ના સંતાનો માં સંગીત કુદરતી રીતે આવશે જ અને હું મારી જાત ને ભાગ્યશાળી સમજુ છું કે મને આ જ્ઞાતિ માં જન્મ મળ્યો છે હું શોખ થી સંગીત સાથે જોડાયેલી છું સંગીત એક એવી થેરપી છે જેનાથી આપણી તંદુરસ્તી ખૂબ જ સારી રહે છે જે હું સંગીત સાથે જોડાયેલી છું તેથી મને ખુદને અનુભવ છે. અને મારી ઈચ્છા છે કે મારી આ કલા લોકો સુધી પહોંચે અને વધુમાં વધુ લોકો આનો લાભ મેળવે અને આ વિષય ને લગતું કોઈ પણ કામ હોય તો નિસંકોચ મારો સંપર્ક કરે મેં થોડા સમય પહેલા જ એક ગ્રુપ એકટિવ કર્યું છે અને તે ગ્રુપ દ્વારા મારી સાથે સાથે બીજા કલાકારો પણ અલગ અલગ જગ્યા એ સ્ટેજ પર્ફોમન્સ કરી રહ્યા છે.
સંગીત સાથે સાથે માધવીબેન હાર્મોનીકા પણ બખૂબી વગાડે છે જેમાં તેને ઘણા સ્ટેજ પ્રોગ્રામો માં બોલાવવામાં આવે છે અને તે નિસ્વાર્થ ભાવે જાય પણ છે ગૌરવ ની વાત છે કે અમદાવાદ આઠ ગુજરાત માં કદાચ હાર્મોનીકા વગાડતા આ પ્રથમ મહિલા આર્ટિસ્ટ છે.