હમાસે ઇઝરાયલને ખુલ્લેઆમ ધમકી આપી છે કે તે તેની અગાઉની ભૂલનું પુનરાવર્તન ન કરે. જો ઇઝરાયલ પહેલાની જેમ બંધકોને બચાવવાનો પ્રયાસ કરશે, તો તે તમામ બંધકોને મારી નાખશે. આ પહેલા જૂનમાં ઇઝરાયલે ગાઝાના નુસીરાત કેમ્પમાંથી બંધકોને મુક્ત કરાવવા માટે ઓપરેશન હાથ નિવેદન જારી કર્યું છે કે જૂથના સભ્યો હવે બંધકો સાથે વધુ કડકાઈ રાખે અને ઇઝરાયલના હસ્તક્ષેપના કિસ્સામાં તાત્કાલિક કાર્યવાહી કરે. અહેવાલ મુજબ, હમાસે કહ્યું કે તેની પાસે એવી માહિતી છે કે ઇઝરાયલ બંધકોને છોડાવવા માટે જૂનમાં ગાઝાના નુસિરાત કેમ્પમાં હાથ ધરવામાં આવેલા ઓપરેશનની જેમ ફરીથી પ્રયાસ કરવા માંગે છે. તેથી, જો આવા પ્રયાસ થાય છે તો બંધકોને તરત જ મારી નાખવામાં આવશે. હમાસે 22 નવેમ્બરે પોતાના જૂથમાં આ નિવેદન જાહેર કર્યું હતું. આમાં હમાસે તેના કાર્યકર્તાઓને કહ્યું કે તે એના પર વિચાર ન કરે કે આ સૂચનાઓનું પાલન કરવાના શું પરિણામો આવી શકે છે. બંધકો બચશે કે નહીં તેની જવાબદારી ઇઝરાયલની છે.
જો ઇઝરાયલ બંધકોને મુક્ત કરવાનો પ્રયાસ કરશે, તો તેમને તરત જ મારી નાખવામાં આવશે. આ નિવેદન જૂથની લશ્કરી પાંખ, ઇઝ અલ-દિન અલ-કાસમ બ્રિગેડના ગુપ્તચર એકમ દ્વારા તેના જૂથોને પ્રસારિત કરવામાં આવ્યું હતું. જો કે, આ નિવેદનમાં એ નથી જણાવવામાં આવ્યું કે ઇઝરાયલની કાર્યવાહી ક્યારે થવાની ધારણા છે. તાજેતરમાં, ટ્રમ્પે હમાસને અલ્ટીમેટમ આપ્યું હતું કે જો તે તેના શપથ ગ્રહણ દિવસ એટલે કે 20 જાન્યુઆરી પહેલા તમામ બંધકોને મુક્ત નહીં કરે તો તે હમાસને ખતમ કરી દેશે. હમાસે લગભગ 250 ઇઝરાયલ-અમેરિકન નાગરિકોને બંધક બનાવ્યા હતા, જેમાંથી લગભગ અડધા જીવિત છે. જણાવી દઈએ કે 9 જૂનના રોજ ઇઝરાયલે નુસિરાત રેસ્ક્યુ ઓપરેશનમાં 4 બંધકોને મુક્ત કરાવ્યા હતા. પેલેસ્ટિનિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે 200 થી વધુ લોકો માર્યા ગયા હતા, જેનાથી તે યુદ્ધના સૌથી લોહિયાળ ઇઝરાયલી હુમલાઓમાંથી એક બની ગયો.