જો તમે HDFC લાઇફ ઇન્શ્યોરન્સ (HDFC Life Insurance)ની કોઈ પોલિસી લીધી છે. તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. વાસ્તવમાં સાયબર સિક્યોરિટી ઓર્ગેનાઈઝેશન સાયબરપીસ (CyberPeace)ની રિસર્ચ ટીમે બુધવારે દાવો કર્યો કે, HDFC લાઇફ ઇન્શ્યોરન્સ (HDFC Life Insurance)ના 1.6 કરોડ ગ્રાહકોનો ડેટા ડાર્ક વેબ (Dark Web) પર 2,00,000 USDT (ટેથર ક્રિપ્ટોકરન્સી)માં વેચાઈ રહ્યો છે. સાયબરપીસે દાવો કર્યો કે લીક થયેલા ડેટામાં ગ્રાહકોની ખાનગી વિગતો (પર્સનલ ડીટેલ્સ) છે, જેમાં પોલિસી નંબર, નામ, મોબાઈલ નંબર, ડેટ ઓફ બર્થ, ઈમેલ એડ્રેસ, ઘરનું સરનામું, હેલ્થ સ્ટેટસ વગેરે સામેલ છે.
પોલિસ નંબર અને ખાનગી વિગતો (પર્સનલ ડીટેલ્સ) લીક થવાને કારણે સાયબરપીસે HDFC લાઇફ ઇન્શ્યોરન્સના ગ્રાહકોને એલર્ટ રહેવાની સલાહ આપી છે. ગયા મહિનાના અંતે HDFC લાઇફ ઇન્શ્યોરન્સે કહ્યું હતું કે, ડેટા લીક થવાના કેટલાક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે અને તેની ટીમ આ મામલે તપાસ કરી કરી રહી છે. HDFC લાઇફે એક રેગ્યુલેટરી ફાઇલિંગ (Regulatory filings)માં જણાવ્યું હતું કે, “અમને એક અજાણ્યા સ્ત્રોતથી માહિતી મળી છે, જેણે દૂષિત ઇરાદાથી અમારા ગ્રાહકોનો ડેટા અમારી સાથે શેર કર્યો છે.” કંપનીએ ઈન્ફોર્મેશન સિક્યોરિટી એસેસમેન્ટ (Information Security Assessment) અને ડેટા લોગ એનાલિસિસ (Data log analysis) શરૂ કરી દીધું છે.
સાયબર સિક્યોરિટી ઓર્ગેનાઈઝેશન સાયબરપીસ (CyberPeace)ના જણાવ્યા અનુસાર, 1.6 કરોડ ગ્રાહકોનો ડેટા 100,000 રેકોર્ડ્સથી શરૂ કરીને નાની માત્રામાં વેચવામાં આવી રહ્યો છે. સાયબર સિક્યોરિટી ઓર્ગેનાઈઝેશને કહ્યું, ‘સાઇબર ગુનેગારની ઓળખ અજ્ઞાત છે. સાયબરપીસની તપાસથી જાણવા મળ્યું છે કે હેકર્સે પહેલાથી જ ડેટાનો મોટો હિસ્સો વેચી દીધો છે, જેના કારણે ચિંતાનો માહોલ સર્જાયો છે.” ઓક્ટોબરમાં પણ સ્ટાર હેલ્થને લઈને આવા સમાચાર સામે આવ્યા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે સ્ટાર હેલ્થના ગ્રાહકોનો ડેટા ડાર્ક વેબ પર વેચાઈ રહ્યો છે. હેકર્સે સ્ટાર હેલ્થના 3.1 કરોડથી વધારે ગ્રાહકો સાથે સંબંધિત 7.24 TB ડેટાને 150,000 ડોલરમાં વેબસાઇટ પર વેચાવા માટે મૂક્યા છે.