અમદાવાદ
હસમુખ પટેલના નામે સોશલ મીડિયામાં એકાઉન્ટ બનાવી પોઝીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ નાણા ચાર ગણા કરી આપવાનો દાવો કરવામાં આવ્યો છે. પૂર્વ IPS અને GPSCના ચેરમેનના નામે ઠગાઈનો કારસો સામે આવ્યો છે. હસમુખ પટેલના નામ, ફોટાનો ઉપયોગ કરી લોભામણી સ્કીમનો કારસો રચાયો છે. હસમુખ પટેલના નામે સોશિયલ મીડિયામાં એકાઉન્ટ બનાવી એક કા ચાર બનાવવનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ નાણા ચાર ગણા કરી આપવાનો દાવો કરવામાં આવ્યો છે. ફેક એકાઉન્ટ બનાવી લોભામણી જાહેરાતો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફ્રેંક એકાઉન્ટ બનાવી સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરીને ગઠિયાઓ દ્વારા લોકોને છેતરવાની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. GPSC ચેરમેન હસમુખ પટેલનું ટેલીગ્રામમાં ફેક એકાઉન્ટ બનાવીને તેની પર લોભામણી જાહેરાતો કરવામાં આવી હતી. ટેલીગ્રામ પર હસમુખ પટેલના ફોટા અને નામનો ઉપયોગ કરી ‘એક કા ચાર’ની ખોટી જાહેરાત કરી હતી. જોકે, પૂર્વ IPS હસમુખ પટેલે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. હાલ તો આ એકાઉન્ટ કોણે બનાવ્યું છે અને કોના દ્વારા આ લોભામણી જાહેરાત કરવામાં આવી છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.