રાજ્યમાં ઠગાઇના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે તાજેતરમાં ઘટેલ કિસ્સામાં ધૂતારાઓએ સુરેન્દ્રનગરમાં ભાજપના નેતા સાથે જ કાંડ કરી નાખ્યો હતો. જેમાં ભાજપ શહેર પ્રમુખ મહેન્દ્ર પટેલ સાથે ઠગાઈ કરવામાં આવી હતી. ઘટનામાં સ્વરા એન્ટરપ્રાઈઝના નામે 97 લાખની છેતરપિંડી કરવામાં આવી છે, જેમાં 97 લાખનું RTGS મહેન્દ્ર પટેલ પાસે કરાવાયું હતું. વીડિયો વાઇરલ કર્યો સમગ્ર ઘટનાને લઇ મહેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ કર્યો હતો. જેમાં તેઓએ કિસ્સામાં સુરતના આચાર્ય સંજય પટેલે છેતરપિંડી કર્યાનો આક્ષેપ મૂક્યો છે. સંજય પટેલ દ્વારા આપવામાં આવેલ 97 લાખનો ચેક બેંકમાં રિટર્ન થયો હતો. ત્યારે આ ઘટનાને લઇ તેઓએ યોગ્ય કાર્યવાહી કરવા સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કર્યો હતો. અને લોકો આવી છેતરપિંડીનો ભોગ ન બને તે માટે અપીલ કરી હતી.