‘ન ભૂતો ન ભવિષ્યતિ :બી.એ.પી.એસ.સંસ્થાના આંતરરાષ્ટ્રીય ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ ના ભવ્ય અને દિવ્ય શાનદાર  સમારોહમાં સૌ મંત્રમુગ્ધ :હરિભક્તોએ પહેરેલા LED બેન્ડથી આખું સ્ટેડિયમ ઝળહળી ઉઠ્યું

Spread the love

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારાહસ્તે દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું

“બી.એ.પી.એસ ની કાર્યકર શક્તિ માનવજાતના હિત માટે છે. બી.એ.પી.એસ ના કાર્યકરો વિશ્વમાં ભારતના પ્રભાવને ઉજાગર કરી રહ્યા છે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

આજે અહીં પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદથી સર્વત્ર વિજય છે. પ્રમુખસ્વામી મહારાજે અનેક પરિસ્થિતિઓમાં મને કહ્યું છે કે “ભગવાન બધું સારું કરશે” અને તે બળ હંમેશા મારી સાથે રહ્યું છે. દેશ વિદેશમાં ૧૨૦૦ કરતાં વધારે મંદિરોનું નિર્માણ કરીને પ્રમુખ સ્વામી મહારાજે ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવાનું કાર્ય કર્યું છે. શાસ્ત્રીજી મહારાજથી લઈને મહંત સ્વામી મહારાજ સુધીની ગુરૂપરંપરાને હું દિલથી વંદન કરું છું.”:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

“આજનો આ કાર્યક્રમ નવા ભારતના નિર્માણનો પ્રેરક ઉત્સવ છે. સમગ્ર વિશ્વમાં ભગવાન સ્વામિનારાયણના કાર્યો તેમજ સનાતન હિન્દુ ધર્મના પ્રચારનું ભગીરથ કાર્ય આ બીએપીએસ સંસ્થા કરી રહી છે :ગુજરાતના  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

 

સમગ્ર વિશ્વમાં સૌપ્રથમ વાર એક લાખ જેટલાં પ્રિ – પ્રોગ્રામ્મડ્ રિસ્ટ બેન્ડસ, ૨૦૦૦ જેટલાં પર્ફોર્મર્સ દ્વારા પ્રસ્તુતિઓ, વીડિયો, સંબોધનોના અનોખા સમન્વય ધરાવતા દિલધડક કાર્યક્રમ નિહાળી સૌ ઝૂમી ઉઠયા

955 બાળ-યુવા કાર્યકરો દ્વારા રજૂ કરાયેલી આ વિશિષ્ટ પ્રસ્તુતિ માટે 550 પુષ્પ પાંખડીઓ અને 225 મણકા બનાવવામાં ચાર મહિના જેટલો સમય લાગ્યો હતો.

અમદાવાદ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) દ્વારા ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક લાખ હરિભક્તો ઉમટી પડ્યા હતા. મહંત સ્વામીએ મહોત્સવના શુભારંભ પ્રસંગે રથમાં બેસીને ભવ્ય પધરામણી કરી હતી.આજે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સેવા, સમર્પણ અને ગુરુભક્તિથી છલકાઈ રહેલાં એક લાખ જેટલાં કાર્યકરોનું રોમાંચક પ્રસ્તુતિઓથી અદભુત અભિવાદન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના પ્રારંભમાં બી.એ.પી.એસ. ની કાર્યકર પ્રવૃત્તિના મધ્યસ્થ કાર્યાલયના મુખ્ય કાર્યવાહક સંત પૂ. યજ્ઞપ્રિય સ્વામીએ તેઓના સંબોધનમાં મહંત સ્વામી મહારાજને કાર્યકરોને વધાવવાનો કેવો ઉમંગ છે તેના વિષે વાત કરી હતી.ત્યારબાદ કલાત્મક વિશિષ્ટ રથમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું આગમન થયું ત્યારે અદભુત માહોલ રચાયો હતો.સમગ્ર સ્ટેડિયમમાંથી પસાર થઈ રહેલાં મહંત સ્વામી મહારાજના રથની સમાંતર ચાલી રહેલી પ્રસ્તુતિમાં – જેમ જેમ રથ આગળ વધતો ગયો એટલે કે સત્પુરુષનો સંસ્પર્શ સૌ કાર્યકરો પામતા ગયા તેમ તેમ વિખરાયેલા મણકા એક માળામાં પરોવાઈ ગયા અને ગુલાબની પાંખડીઓ ક્યારેય ન કરમાય તેવી સુવર્ણ પાંખડીઓમાં પરિવર્તન પામી – આવી અર્થપૂર્ણ અને આકર્ષક રીતે મહંત સ્વામી મહારાજનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પાંચ વાગ્યાથી લઈને સવા નવ વાગ્યા સુધી એટલે કે સવા 4 કલાક ચાલેલા મહોત્સવ બાદ સમાપન થયું. લેસર-લાઇટિંગ શો, સંગીત અને નૃત્યના અદભુત કાર્યક્રમ જોઈને હાજર સૌ કોઈ અભિભૂત થયા હતા.કાર્યક્રમની શરૂઆત પહેલા જ લોકોની ખુરશીઓ પર ખાસ બેન્ડ મૂકવામાં આવ્યા હતા. તમામ હરિભક્તોએ આ બેન્ડ હાથમાં પહેર્યા, બાદમાં એક પ્રસ્તુતિ દરમિયાન આખું સ્ટેડિયમ રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. આટલું જ નહીં હરિભક્તોએ પહેરેલા બેન્ડમાં પણ વિવિધ પ્રકારની લાઇટ થઈ. આ સ્પેશિયલ LED બેન્ડની ખાસિયત એ છે કે એકસાથે એક લાખ બેન્ડ સિક્રોનાઈઝ કરવામાં આવ્યા હતા. બેન્ડનું પ્રોગ્રામિંગ દુબઈમાં કરવામાં આવ્યું જેથી વિવિધ થીમ અને મ્યુઝિક પ્રમાણે બેન્ડ જગમગે. સ્ટેડિયમમાં મધુર સંગીત સાથે હરિભક્તોના હાથમાં બેન્ડમાં રોશની થવાના કારણે અદ્ભૂત નજારો સર્જાયો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ સંબોધનના અંશો

PM મોદીએ સુવર્ણ કાર્યકર મહોત્સવમાં વર્ચ્યુઅલ સંબોધન કરતા કહ્યું કે ‘હું ભલે તમારી વચ્ચે ઉપસ્થિત ન થઈ શક્યો પણ આ આયોજનની ઉર્જા અનુભવી શકું છું. આ દિવ્ય કાર્યક્રમ માટે મહંત સ્વામી તથા સંતોનું અભિવાદન તથા નમન કરું છું. કાર્યકર સુવર્ણ મહોત્સ ભગવાન સ્વામિનારાયણની શિક્ષાનો ઉત્સવ છે. મારું સૌભાગ્ય છે કે હું BAPSના સેવા કાર્યો સાથે હું જોડાઈ શક્યો.યુક્રેન યુદ્ધમાં મેં ફોન કર્યો અને યુરોપથી BAPSના ૬૪ કાર્યકરો મદદે આવ્યા.મોદીએ યુક્રેન યુદ્ધ સમયનો કિસ્સો યાદ કરતાં કહ્યું હતું, કે ‘ભુજમાં ભૂકંપ, કેરળમાં પૂર તથા કેદારનાથમાં આવેલી આફતમાં BAPSના કાર્યકરો પરિવાર ભાવથી સેવા કરી હતી. કોરોનાકાળમાં BAPSના મંદિર સેવા કેન્દ્રમાં બદલાઈ ગયા હતા.બી.એ.પી.એસ ની કાર્યકર શક્તિ માનવજાતના હિત માટે છે. બી.એ.પી.એસ ના કાર્યકરો વિશ્વમાં ભારતના પ્રભાવને ઉજાગર કરી રહ્યા છે. બી.એ.પી.એસ ના મંદિરો ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ચેતનાના પ્રતીક છે. પ્રમુખ સ્વામી મહારાજ સાથેનો મારો નાતો મારા જીવનનો એક અભિન્ન હિસ્સો છે. તાજેતરમાં બી.એ.પી.એસ. ના અબુ ધાબીમાં નિર્મિત મંદિરે વિશ્વને ભારતની આધ્યાત્મિક શક્તિના દર્શન કરાવ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજના પારિવારિક શાંતિ માટે ઘરસભા જેવા અભિયાનોને આપણે આગળ ધપાવવાના છે.”

પ્રથમ સોપાન હતું: બીજ – કાર્યકર પ્રવૃત્તિનો આરંભ

છેલ્લાં ૧૦૦ કરતાં વધુ વર્ષોથી આરંભાયેલી આ સ્વયંસેવક પરંપરાનું બીજારોપણ અને તેના પોષણની અદભૂત રજૂઆત કરવામાં આવી હતી. સત્પુરુષના પ્રેમ દ્વારા આ બીજ અંકુરિત થાય છે. બી. એ. પી. એસ. ના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને ત્યારબાદ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે આ કાર્યકર પ્રવૃત્તિના બીજ રોપ્યા અને ક્રમશઃ તેઓ અંકુરિત થયા.ત્યારબાદ બી.એ.પી.એસ. ના આંતરરાષ્ટ્રીય સંયોજક પૂ. ઈશ્વરચરણ સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.

દ્વિતીય સોપાન હતું: વટવૃક્ષ – મૂલ્યનિષ્ઠ કાર્યકરદળ

એક નાના બીજમાંથી વટવૃક્ષ બનેલી આ સ્વયંસેવક-સેવાઓ ભારત અને વિશ્વભરમાં કેવી રીતે વ્યાપી અને અનેક વિપરીત સંજોગોના વાવાઝોડા વચ્ચે પણ કર્તવ્યનિષ્ઠ રહેનાર કાર્યકરોની રોમાંચક ગાથાઓ આ વિભાગમાં પ્રસ્તુત થઈ હતી.

વિપરીત પરિસ્થિતિઓમાં પણ સેવામાં અડગ રહેતા બી. એ. પી. એસ. ના મહિલા કાર્યકરોના અને પુરુષ કાર્યકરોના વિશિષ્ટ પ્રસંગો પર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું.

તૃતીય સોપાન હતું. ફળ – પવિત્ર, શાંતિમય વિશ્વ

આ કાર્યકરોની નિસ્વાર્થ સેવાઓનાં મીઠાં ફળ સમાજના કરોડો લોકો માણી રહ્યા છે. તેની દિલધડક પ્રસ્તુતિ આ વિભાગમાં રજૂ થઈ હતી. જમીનમાં તો ફળ થાય, પરંતુ આકાશમાં ફળ ઉગાડવા જેવી અશક્ય લગતી બાબતોને પોતાની નિષ્ઠા અને સમર્પણથી સાકાર કરનાર લોકોની ભેટ વિશ્વને આ કાર્યકરોના રૂપમાં મળી છે.ત્યારબાદ બી. એ. પી. એસ. ના વરિષ્ઠ સંત પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ તેઓના ઉદ્બોધનમાં જણાવ્યું.”કાર્યકરોનું અભિવાદન કરવા માટે આજે પ્રમુખ સ્વામી મહારાજના જન્મદિન કરતાં ઉત્તમ દિવસ અને સમય કયો હોઈ શકે?બી.એ.પી.એસ. ના કાર્યકરોએ વિશાળ સંઘશક્તિનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું – અમદાવાદમાં યોજાયેલ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ વખતે જ્યારે કાર્યકરોએ અકલ્પનીય કાર્ય શક્ય બનાવ્યું, 600 એકરમાં નગર ઊભું કરી દીધું, જેમાં સવા કરોડ જેટલાં લોકો પવિત્ર પ્રેરણા લઈને ગયા. 80,000 સ્વયંસેવકો જયાં તને-મને-ધને ન્યોછાવર થઈ ગયા.

બી.એ.પી.એસ. ના કાર્યકરોએ ઓછી સંખ્યામાં હોવા છતાં સંપ અને કાર્યનિષ્ઠાનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડયું – યુક્રેન યુધ્ધ સમયે હાથ ધરાયેલા સેવા કાર્યમાં જેમાં 27 ફેબ્રુઆરી, 2022 ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની વિનંતી બાદ 11 દેશોમાંથી બી.એ. પી.એસ. ના 64 સ્વયંસેવકોએ બીજા દિવસથી જ રાહત કેમ્પ તાત્કાલિક ધોરણે શરૂ કરી દીધો. આ કાર્યકરોએ ઠંડીમાં, ભૂખ્યા રહીને, ઉજાગરા વેઠીને 3700 જેટલાં ભારતીયોને મદદ કરી.બી. એ પી. એસ. ના માત્ર એક કાર્યકરે નિષ્ઠાનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું – એકલા હાથે સેવાકાર્યો હાથ ધરીને એવા ઘણાં કાર્યકરો છે જેમણે એકલાએ અનેક ગામો વ્યસનમુક્ત-અંધશ્રધ્ધામુક્ત કર્યા છે. યુદ્ધની કટોકટીમાં અનેક વ્યક્તિઓના જીવ બચાવ્યા છે, એવા ડોકટરો છે જેમણે લાખો દર્દીઓની નિશુલ્ક સારવાર કરી છે, એવા સમાજસેવી કાર્યકર જેમણે હજારો વિદ્યાર્થીઓ માટે છાત્રાલયની વ્યવસ્થા કરી છે, આવા અનેક ઉદાહરણો છે. ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતના માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા. મહંત સ્વામી મહારાજને પુષ્પહારોથી વધાવ્યા બાદ ઉત્સવની પૂર્ણાહુતિમાં મહાઆરતી કરવામાં આવી હતી.બાળ-કિશોર-યુવા વૃંદ દ્વારા ‘કાર્યકરાણાં અભિવંદનમ્ સમર્પિતાનામ્ અભિવંદનમ્’ શબ્દો દ્વારા નૃત્યાંજલિ પ્રસ્તુત કરવામાં આવી હતી. કાર્યક્રમના સમાપનમાં ફાયરવર્ક્સ અને રિસ્ટ બેન્ડસ્ સાથેની અદભુત પ્રસ્તુતિ સાથે ‘કાર્યકર સુવર્ણ મહોત્સવની જય’ ના જયજયકાર સાથે આ ઐતિહાસિક અવસરના સાક્ષી બની સૌએ ધન્યતાનો અનુભવ કર્યો હતો.કાર્યકર્તા સુવર્ણ મહોત્સવ (Suvarna Mahotsav)માં ઉપસ્થિત દરેક કાર્યકરને બે ફૂડ પેકેટ આપવામાં આવ્યા એકમાં નાસ્તો હશે જ્યારે બીજામાં પ્રસાદી. આ પ્રસાદીમાં 13 વસ્તુઓ હતી.મહંત સ્વામી કાર્યકરોને ફૂડ પેકેટ અર્પણ કર્યા.ભારતમાં પ્રથમ વખત, એક લાખ કામદારો LED બેલ્ટ સાથે વિવિધ પ્રતિકો પ્રદર્શિત કર્યા. સ્ટેડિયમ ગ્રાઉન્ડ પર અત્યંત આધુનિક ટેકનોલોજી સાથે સ્ક્રીન પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું.. આ પ્રસંગે સ્ટેડિયમમાં 2 હજારથી વધુ કામદારો, 1800 લાઇટ, 30 પ્રોજેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો. સાયક્લોન ઈફેક્ટ અને આકાશમાં વિવિધ ટેક્નોલોજીની મદદથી સ્ટેડિયમમાં વિવિધ પ્રતિકૃતિઓ બનાવવામાં આવી.મહિલા અને પુરૂષો માટે ખાસ ડ્રેસ કોડ હતો. આ કાર્યક્રમમાં 1500 થી વધુ બાળકો પરફોર્મ કર્યું.

આ અંગે અક્ષર વત્સલ સ્વામીએ જણાવ્યું કે, સ્વયંસેવકોના યોગદાન અંગે મહંત સ્વામીએ વિચાર્યું હતું કે તેઓ જાતે જ તેમના ઘરે જઈએ, પરંતુ તબિયતના કારણે તે શક્ય બન્યું ન હતું.તેથી અમે વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું જેથી મહંત સ્વામી આ કાર્યકરોને રૂબરૂ મળી શકે. 1972માં પ્રમુખસ્વામી મહારાજે કામદારો માટે આ સંસ્થા શરૂ કરી હતી. આ સ્વયંસેવકો વિશ્વની કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાં જઈને મદદ કરે છે. “પાવર ઓફ વન”એક વ્યક્તિ ઘણી બધી સેવા કરી શકે તેનો પણ ઉલ્લેખ કર્યો.

 

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com