અમદાવાદની ઝાયડસ હોસ્પિટલને સતત છઠ્ઠી વખત શ્રેષ્ઠ હોસ્પિટલનો એવોર્ડ મળ્યો

Spread the love

છેલ્લા 6 વર્ષથી બેસ્ટ હોસ્પિટલનો એવોર્ડ મેળવનાર ઝાયડસ ગુજરાતની નંબર 1 હોસ્પિટલ

અમદાવાદ

અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ્સે સતત છઠ્ઠી વખત અમદાવાદની સર્વશ્રેષ્ઠ હોસ્પિટલનું બિરુદ મેળવ્યું છે. ‘ધ વીક’ના માધ્યમથી અને હંસા રિસર્ચ દ્વારા કરવામાં આવેલ આ સર્વેક્ષણ દ્વારા, છેલ્લા 6 વર્ષથી બેસ્ટ હોસ્પિટલનો એવોર્ડ મેળવનાર ઝાયડસ ગુજરાતની નંબર 1 હોસ્પિટલ બની રહી છે.ઝાયડસનું મુખ્ય ધ્યેય સમાજનાં દરેક સમુદાયને, વિશ્વ કક્ષાના નવીનતમ તબીબી સંશોધન, વિજ્ઞાન અને એડવાન્સ ટેકનોલોજીની મદદથી શ્રેષ્ઠ મેડિકલ સુવિધાઓ અવિરતપણે પ્રદાન કરવાનો રહ્યો છે. ગુજરાતમાં જવલ્લે જ અપાતી ટ્રીટમેન્ટ, દર્દી લક્ષી અભિગમ અને તેમને પોસાય તેવા દર સાથે સરળ અને અત્યાધુનિક નિદાન સેવાઓને કારણે અનેક પ્રમાણિત સંસ્થાઓ તરફથી સતત માન્યતા એન્ડ રિવોર્ડ્સ મેળવી ઝાયડસ હોસ્પિટલ સફળતાનાં નવા શિખરો સર કરી રહી છે.ઝાયડસ હોસ્પિટલ, ગુજરાતમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામના પ્રણેતા, ડૉ. આનંદ ખખ્ખરના નેતૃત્વ હેઠળ, માત્ર 3 વર્ષમાં 230 થી પણ વધુ લીવર ટ્રાન્સપ્લાન્ટની નોંધપાત્ર સિદ્ધિની સાથે આખા પશ્ચિમ ભારતમાં લીવર ટ્રાન્સપ્લાન્ટનું અગ્રણી સેન્ટર બન્યું છે. જેમાં એક HIV+ અને બે અલગ બ્લડ ગ્રુપ (ABO) ધરાવતા દર્દીનું લીવર ટ્રાન્સપ્લાન્ટ પણ કરેલ છે. અહીંની લીવર ટ્રાન્સપ્લાન્ટ અને લીવર ક્રિટિકલ કેરની વ્યાપક ટીમે 100% સફળતા સાથે 1 વર્ષના સમયગાળામાં એકસાથે 6 લીવર અને કિડની ટ્રાન્સપ્લાન્ટનો (SLKT) રેકોર્ડ બનાવ્યો છે. To વિશાળ ડાયાલિસિસ યુનિટ ધરાવતાં ઝાયડસ હોસ્પિટલના રીનલ ટ્રાન્સપ્લાન્ટ વિભાગમાં 330 થી પણ વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ પાર પાડયા છે.બ્રેઈન સ્ટ્રોકની ત્વરિત સારવારની દિશામાં છેલ્લા બે વર્ષથી હબ અને સ્પોક મોડલ દ્વારા સમગ્ર ગુજરાતમાં Al-આધારિત, બ્રેઈન સ્ટ્રોક કેર નેટવર્ક શરૂ કરી, તેને ગ્રામીણ વિસ્તારો સુધી પહોંચાડી, સ્ટ્રોક જેવા જીવલેણ રોગ દરમિયાન અંતરિયાળ ગામોમાં પ્રાથમિક સારવાર પૂરી પાડવાનું ભગીરથ કાર્ય કરી ઝાયડસને બ્રેઈન ઇન્ટરવેન્શનસ સર્જરી માટે ગુજરાતનું વિશ્વસનીય કેન્દ્ર બનાવવા બદલ ડૉ. કલ્પેશ શાહ અભિનંદનીય છે. ન્યુરો-સાયન્સની ટીમ 100 થી પણ વધુ દર્દીઓની સંપૂર્ણ રિકવરી સાથે સારવાર કરી ચુક્યા છે.બીજી ક્રિટિકલ ટ્રીટમેન્ટ જેવી કે, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ માટે હિમેટો-ઓન્કોલોજિસ્ટ ડૉ. નિધિ જૈન અને ડૉ. આકાંશા ગર્ગની સાથે મેડિકલ ઓન્કોલોજિસ્ટ, રેડિયેશન ઓન્કોલોજિસ્ટ, ન્યુક્લિયર મેડિસિન, ટ્રાન્સફ્યુઝન નિષ્ણાતોની સાથે ખાસ ટ્રેનિંગ લીધેલ BMT નર્સિંગ સ્ટાફની ટીમે 3 વર્ષના ગાળામાં 160 થી પણ વધુ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરીને દર્દીઓના જીવનમાં ઉજાસ પાથર્યો છે.

ઝાયડસમાં, સિનિયર પ્લાસ્ટિક અને રિકંસ્ટ્રકશન નિષ્ણાતોની ટીમનાં અથાગ પ્રયત્નોને પરિણામે બાળકથી લઈને પુખ્ત વયના લોકોમાં સફળતા પૂર્વક અંગ પ્રત્યારોપણ કરી રિકંસ્ટ્રકશનના સોનેરી ભવિષ્યનો પાયો નખાયો છે. અકસ્માતમાં કપાયેલાં અંગોને ફરી જોડીને દર્દીને ફરી બેઠા કરનાર રિકંસ્ટ્રકશન નિષ્ણાતોની ટીમની કુનેહ બિરદાવવાને કાબિલ છે. રિકંસ્ટ્રકશનમાં નિપુણતા સાથે હવે ઝાયડસ હાથ પ્રત્યારોપણની સુવિધા પણ ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *