ગાંધીનગર
ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સંગઠનની રચના માટે બૂથ પ્રમુખોની પ્રક્રિયા પૂર્ણ થયા પછી વોર્ડ પ્રમુખ નિમવા માટેના પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયામાં વોર્ડ પ્રમુખ બનવા માગતા ઉમેદવારો પાસેથી ઉમેદવારીપત્રકો મગાવવાની કાર્યવાહી તા. 8મીએ પૂર્ણ થવાની તૈયારીમાં હતી ત્યાં જ આ પ્રક્રિયાને લંબાવવામાં આવી છે. તા. 8મીએ શહેર અને તાલુકા કક્ષાએ પૂર્ણ થવાની તૈયારીમાં હતી. દરમિયાનમા કેટલાક મંડલ (તાલુકા)માં બૂથની સંખ્યા 70થી80 કરતા પણ વધારે હોવાથી તેમની ફરી રચના કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આથી ફોર્મ ભરવાની પ્રક્રિયા અત્યારે સ્થગિત કરવામાં આવી છે. હવે બૂથ પ્રમુખોની સેન્સ લેવાની પ્રક્રિયા પણ તા. 13મી ડિસેમ્બર આસપાસ હાથ ધરાઇ તેવી શકયતા છે.
આ મુદ્દે ચૂંટણી ઇન્ચાર્જ અને ધારાસભ્ય ઉદય કાનગડનો સંર્પક કરતા તેમનો સંપર્ક થઇ શકયો ન હતો. આ મામલે ભાજપના સૂત્રોએ ત્યાં સુધી કહ્યું હતું કે, આવા કિસ્સામાં અત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા લંબાવી છે, બૂથનું વિભાજન થયા પછી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. શહેરી વિસ્તારમાં વોર્ડની બાબતમાં ભાગ્યે જ કોઇ કામગીરી કરવી પડે તેમ છે તેવું સૂત્રોનું કહેવું છે. મુખ્યત્વે તાલુકા-મંડલ કક્ષાએ બૂથની સંખ્યા વધારે છે. આ બૂથનું વિભાજન કરવું પડે તેમ છે. આથી વિભાજનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. શહેરી વિસ્તારમાં પણ અમુક વોર્ડ મોટા છે તો અમુક નાના છે. આવા વોર્ડનું પણ વિભાજન કરવાની પ્રક્રિયા વિચારણામાં છે. જો કે,મંડલની હાલ પ્રક્રિયા હાથ ધરાઇ ગઇ છે.