જૂનાગઢ-વેરાવળ હાઇવે પર અકસ્માત : બે કાર વચ્ચે ટક્કર થતાં 7 લોકોનાં મોત

Spread the love

જૂનાગઢ

રાજ્યમાં સતત રોડ અકસ્માતોમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે આજે વહેલી સવારે જૂનાગઢના માળિયા હાટીના નજીક આવેલા ભંડુરી પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા સાત લોકોના મોત નિપજ્યા છે. આ ગંભીર અકસ્માતમાં સાત મૃતકોમાં પાંચ વિદ્યાર્થીઓનો સમાવેશ છે. જે પરીક્ષા આપવા જતા હતા. બે કારની ટક્કર થતાં એક કારમાં રહેલો ગેસનો બાટલો ફાટતાં બાજુના ઝુંપડામાં પણ આગ લાગી હતી.

આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ જૂનાગઢ-વેરાવળ હાઇવે માળિયા હાટીના પાસે આવેલા ભંડુરી ગામ પાસે આજે સવારે આઠ વાગ્યાના અરસામાં બે કાર વચ્ચે વચ્ચે ભયંકર ટક્કર થઇ હતી. જેમાં પરીક્ષા આપવા જતાં પાંચ વિદ્યાર્થીઓ સહિત કુલ સાત લોકોના મોત થયા હતા. બે કાર વચ્ચે ટક્કર થતાં એક કારમાં રહેલો ગેસનો બાટલો ફાટતાં બાજુમાં રહેલા ઝુંપડામાં પણ આગ લાગી હતી. હાઇવે પર વહેલી સવારે બે કારની ટક્કર થતાં આજુબાજુના લોકો એકઠા થયા હતા અને બચાવ કામગીરી સાથે પોલીસ અને 108ને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલા સાથે 108 અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ફાયરની ટીમે ઝુંપડામાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. જ્યારે પોલીસે મૃતકોના મૃતદેહેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને અકસ્માત કંઇ રીતે થયો એની આગળની તપાસ હાથ ધરી છે. આ અંગે DySp દિનેશ કોડિયાતારએ જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે આઠ વાગ્યાની આસપાસ માળિયાના ભંડુરી ગામ પાસે એક મારુતી સેલેરીયો અને એક અન્ય કાર વચ્ચે ટક્કર થઇ હતી. જેમાં સાત લોકોના મોત થયા છે. હાલ સાતેય મૃતદેહો માળીયાની સરકારી હોસ્પિટલમાં પી.એમ અર્થે ખસેડવામાં આવ્યા છે અને અકસ્માત કંઇ રીતે થોય એની આગળની તપાસ ચાલુ છે.

અંગે સ્થળ પર સૌથી પહેલાં પહોંચેલા ભંડુરી ગામના વાતની દિલીપસિંહ સિસોદિયાએ જણાવ્યું હતું કે, સવારે આઠ વાગ્યાના આસપાસ આ અકસ્માત થયો હતો. હું નજીકની હોટેલ પર જ હતો ત્યારે અચાનક અવાજ આવતાં અમે દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે. જેમાં પાંચ વિદ્યાર્થીઓ છે. જે કેશોદની આજુબાજુના ગામના છે અને ગડુ મુકામે પરીક્ષા આપવા જતાં હતા. જ્યારે બે મૃતકો જાનુડા ગામના છે. સાતેયને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com