સુરતમાં એક જ દિવસમાં ત્રણ અલગ-અલગ કેસના આરોપીઓના વરઘોડા કાઢવામાં આવ્યા

Spread the love

સુરત

ગુજરાતમાં આરોપીઓને તેમણે કરેલા ગુનાને લઈને જે તે વિસ્તારમાં પોલીસ દ્વારા વરઘોડા કાઢવામાં આવી રહ્યા છે. ગતરોજ (7 ડિસેમ્બર) સુરત શહેરમાં એક જ દિવસમાં ત્રણ અલગ-અલગ કેસના આરોપીઓના વરઘોડા કાઢવામાં આવ્યા હતા. બોગસ ડોક્ટરો બનાવનાર, સામાન્ય બાબતમાં યુવકની હત્યા કરનાર, અપહરણ કરી યુએસડીટીની લૂંટ કરનાર આરોપીઓની સરભરા સાથે સરઘસ કાઢવામાં આવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી જ્યારે આખા ગુજરાતની વાત કરતા હોય, ત્યારે તેમના હોમ ટાઉન સુરતમાં તો સૌથી વધુ વરઘોડા નીકળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગતરોજ રાજકોટ, અમદાવાદ અને વડોદરામાં પણ આરોપીઓના વરઘોડા કાઢવામાં આવ્યાં હતાં. સુરતમાં બોગસ તબીબો તૈયાર કરવાનું કૌભાંડ ચલાવતા પકડાયેલા ડો. રસેશ ગુજરાતી સહિત 3 સૂત્રધારોનું પોલીસે પાંડેસરા વિસ્તારમાં સરઘસ કાઢી બરાબરની સરભરા કરી હતી.

બીજી તરફ ચકચારી આ કૌભાંડમાં વધુ ચાર ભોગ બનનારા પોલીસ સમક્ષ પ્રગટ થયા હતા, જેથી આગામી દિવસોમાં આ રેકેટમાં વધુ ગુના દાખલ થવાની પુરી શક્યતા છે. પાંડેસરા પોલીસે સ્પેશિયલ ઓપરેશન હાથ ધરી બોગસ તબીબોને બેનકાબ કર્યા હતા. પાંડેસરાના તુલસીધામ વિસ્તારમાં કવિતા ક્લિનિક, ઈશ્વરનગરમાં શ્રેયાન ક્લિનિક તેમજ કૈલાશ ચોકડી પાસે રણછોડનગરમાં પ્રિન્સ ક્લિનિકમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ ત્રણેય બોગસ કિલનિકમાંથી ઈલેક્ટ્રો હોમિયોપેથીક અને એલોપેથીક દવાઓનો જથ્થો ઉપરાંત ઈન્જેક્શન અને સિરપ મળી આવ્યા હતા. આ પ્રકરણ સંદર્ભે પોલીસે બીઈએમએસના ડિગ્રી સર્ટિફિકેટ્સ સાથે 3 સંચાલકોની ધરપકડ કરી હતી. આરોપીઓની કબૂલાત અનુસાર, ગોપીપુરા રત્નાસાગર સ્કૂલ પાસે ગોવિંદપ્રભા આરોગ્ય સંકુલમાંથી ઈલેક્ટ્રો હોમિયોપેથીનો કોર્સ ચલાવાતો હતો. જ્યાંથી એ લોકોને બીઈએમએસની ડિગ્રી અપાતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com