એક વર્ષમાં ટ્રોમિંગ મશીન પાછળ રૂા.૨૫.૦૦ કરોડ રકમ ચૂકવાઈ : ટ્રોમિંગ મશીનનું નવું ટેન્ડર તેનાથી પણ મોંધુ હશે
ટ્રોમીગ મશીનોના ભષ્ટ્રાચાર બાબતે તાકીદે વિજીલન્સ તપાસ કરી કસુરવાર અધિકારીઓ તથા કોન્ટ્રાકટરો સામે કડક પગલાં ભરવા કોંગેસની માંગણી
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે શહેરનો કચરો ડમ્પ કરવા માટે સુએઝ ફાર્મની જગ્યા પસંદ કરવામાં આવી ત્યારે તે જગ્યા શહેરની બહાર હતી તે સમયે અમદાવાદ શહેરની વસ્તી અને વિસ્તારનું પ્રમાણ ઘણું જ ઓછું હતું ડમ્પીંગ સાઇટ શહેરની બહાર બનાવવી અનિર્વાય પણ બની રહે છે.હાલમાં પીરાણા ડમ્પ સાઈડ ખાતે ૮૪ એકર જમીન ઉપર સને ૧૯૮૦થી કચરો ડમ્પ કરવામાં આવે છે.દૈનિક ઘોરણે ૪૦૦૦ મેટ્રીક ટન કચરો નાખવામાં આવે છે તેના કારણે આશરે ૧.૨૫ લાખ મેટ્રીક ટન ઘનકચરાનું પુરાણ કરવામાં આવેલ છે.જેને કારણે ડમ્પીંગ સાઈટને કારણે કચરામાંથી મીથાઈન ગેસ નીકળે છે જેથી એર પોલ્યુશન થાય છે તથા જમીનની નીચે પાણીમાં પણ પોલ્યુશન ફેલાય છે.નામ. હાઈકોર્ટ સમક્ષ અસંખ્ય પી.આઈ.એલ થતાં નામ હાઇકોર્ટ દ્વારા કચરાના ડુંગરને દુર કરવા કાર્યવાહી કરવાની મ્યુ.કોર્પોને આદેશ આપેલ જેના અનુસંધાને હાલમાં મ્યુનિ.કોર્પો.દ્વારા ૩૦૦ TPD ૧૦૦૦ TPD ક્ષમતા વાળા ટ્રોમિંગ મશીનો દ્વારા કચરો પ્રોસેસ કરવા મશીન મુકવામાં આવેલ છે ટ્રોમિંગ મશીનમાં કચરો પ્રોસેસ કરવાના નામે મોટો ભષ્ટ્રાચાર ચાલી રહયો છે ! ઓકટો- ૨૦૨૨ થી જુન -૨૦૨૩ એટલે કે નવ માસના સમયગાળા દરમ્યાન રૂા.૧૫.૭૪ કરોડ જેટલી માતબર રકમ ચૂકવવામાં આવેલ છે જેમાં ૧000 TPD ક્ષમતા વાળા ટ્રોમિંગ મશીનો પાછળ રૂા.૫.૦૧ કરોડ અને ૩૦૦ TPD ક્ષમતા વાળા ટ્રોમિંગ મશીનો પાછળ ૧૦.૭૩ કરોડ મળી કુલ ૧૫.૭૪ કરોડ ચુકવી દેવાયેલ છે. મ્યુ.કોર્પો દ્વારા પીરાણા ડમ્પીગ સાઈટ ઉપર ટ્રોમિંગ મશીનો સને ૨૦૧૯થી ચલાવવામાં આવે છે. જેથી એક વર્ષ ટ્રોમીગ મશીનો ચલાવવા પાછળ રૂા.૨૫ કરોડથી વધુની રકમ ચુકવાય છે એટલે સને ૨૦૧૯ થી સને ૨૦૨૪ સુધી એમાં કોવીડનું એક વર્ષ બાદ કરતાં એટલે કે ચાર વર્ષમાં કચરો પ્રોસેસ કરવા પાછળ કુલ ૧૦૦ કરોડથી પણ વધુનો ખર્ચ કરવામાં આવે છે હાલ તે તમામ મશીનો માત્ર દેખાવ ખાતર ચાલી રહયાં છે પરંતુ કચરો પ્રોસેસ થતો નથી જેથી માત્ર કોન્ટ્રાકટરોને ફાયદો કરાવવા માટે મશીનો ચલાવી રહયાં હોય તેમ જણાય છે જેને કારણે કચરાનો ડુંગર યથાવત જ રહેવા પામે છે અને તેનો નિકાલ થતો નથી આવી પરિસ્થિતિ ચાલુ રહી તો આવનારા સમયમાં શી પરિસ્થિતિ પામશે તે કલ્પનાનો વિષય બની જાય છે.
નામ હાઇકોર્ટ દ્વારા અગાઉ મ્યુનિ.કમિ, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને કલેકટરને લીગલ નોટિસ આપી હતી તેમ છતાં આ બાબતે કોઇ ગંભીર કાર્યવાહી કરવામાં આવી નથી નેશનલ ગ્રીન ટીબ્યુનલ દ્વારા મ્યુનિ.કોર્પો.ને પીરાણા ડમ્પીંગ સાઈટ ખાતે કચરાના ઢગલાંને એક વર્ષમાં દુર કરવાનો આદેશ કરેલ છે પરંતુ ભષ્ટ્રાચારમાં ગળાડુબ તંત્ર તથા ભાજપના સત્તાધીશો ટ્રોમીગ મશીનો દેખાવ ખાતર મુકી કચરામાંથી પણ ભષ્ટ્રાચાર કરી રહયાં છે જે ખુબજ શરમજનક બાબત છે.
ટ્રોમીગ મશીનોના ભષ્ટ્રાચાર બાબતે તાકીદે વિજીલન્સ તપાસ કરી કસુરવાર અધિકારીઓ તથા કોન્ટ્રાકટરો સામે કડક પગલાં ભરી કચરાના ડુંગરનો નિકાલ કરવા તાકીદે નકકર અને પરિણામલક્ષી કાર્યવાહી કરવા કોંગેસની માંગણી છે